UP-ગુજરાતમાં નહી, આખરે 2 વર્ષ બાદ કર્ણાટકના રણમેદાનમાં કેમ ઉતર્યા સોનિયા ગાંધી?
સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં ત્રણ ઓગસ્ટ 2016ના રોજ પીએમ નરેંદ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં રોડ કરવા કરવા ઉતર્યા હતા. આ દરમિયાન તેમની તબિયત બગડી ગઇ હતી અને તેમને એરલિફ્ટ કરી તાત્કાલિક દિલ્હી લઇ જવામાં આવ્યા હતા
Trending Photos
નવી દિલ્હી: સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં ત્રણ ઓગસ્ટ 2016ના રોજ પીએમ નરેંદ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં રોડ કરવા કરવા ઉતર્યા હતા. આ દરમિયાન તેમની તબિયત બગડી ગઇ હતી અને તેમને એરલિફ્ટ કરી તાત્કાલિક દિલ્હી લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદથી સોનિયા ગાંધીએ પોતાની ચૂંટણી અભિયાનોથી દૂર રાખ્યા હતા. આ દરમિયાન ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં વિધાનસભાને ચૂંટણી યોજાઇ પરંતુ તે ક્યાંય પણ પ્રચાર માટે ઉતર્યા નહી. એટલું જ નહી તે પોતાની સંસદીય સીટ હેઠળ આવનાર વિધાનસભા સીટો પર પણ પ્રચાર કરવા માટે ન આવ્યા. પરંતુ આજે તે કર્ણાટકના રાજકીય રણમેદાનમાં ઉતરી રહ્યાં છે. એવામાં પ્રશ્ન ઉદભવે છે કે આખરે કેમ કર્ણાટકમાં ઉતરી રહ્યાં છે? તેના ઘણા કારણો અને રાજકીય પાસાઓ છે.
કર્ણાટકમાં દરેક દાવ અજમાવવા માંગે છે કોંગ્રેસ
કર્ણાટક પંજાબ પછી કોંગ્રેસનું સૌથી મોટો ગઢ છે અને એવામાં પોતાનો કિલો બચાવવા માટે કોંગ્રેસે પોતાની તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત ત્યાં રેલીઓ કરીને સાથે-સાથે મંદિર, મઠો સહિત વિભિન્ન સ્થળોમાં જઇને પૂજા અર્ચના કરી રહ્યાં છે. આ ઉપરાંત કર્ણાટકમાં દિગ્ગજ નેતા ડેરા જમાવીને બેઠા છે. તેમછતાં કોંગ્રેસ કોઇ કસર છોડવા માંગતી નથી. એવામાં કોંગ્રેસે સોનિયા ગાંધીને પ્રચારમાં ઉતારવાનો દાવો ચાલ્યો છે.
કર્ણાટકના સોનિયા કનેક્શન
કર્ણાટકમાં સોનિયા ગાંધીના ઉતરવા પાછળ રાજકીય સમીકરણો પણ છે. સોનિયા ગાંધીને રાજકારણમાં પગ માંડ્યા બાદ પહેલી ચૂંટની 1999માં યૂપીના અમેઠીની સાથે સાથે કર્ણાટક્ના બેલ્લારી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી. ભાજપે બેલ્લારીથી સોનિયાને ઘેરવા માટે તેમની સામે દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજને મેદાનમાં ઉતાર્યા. પરંતુ સોનિયાએ સુષ્મા સ્વરાજને આકરી માત આપી જીત પ્રાપ્ત કરી અને સાંસદ બન્યા હતા.
તમને જણાવી દઇએ કે સોનિયા ગાંધીની બેલ્લારી સીટ પરથી લડવા પાછળ એક મોટું કારણ એ પણ હતું કે તેમની સાસુ અને દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ પણ બેલ્લારીને પોતાની કર્મ ભૂમિ બનાવી હતી. એવામાં કર્ણાટકનો કોંગ્રેસ સાથે જૂનો નાતો રહ્યો છે. આ કારણે સોનિયા કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જીતાડવા માટે અને પોતાનો નાતો જોડવા માટે ઉતરવા પડી રહ્યાં છે.
કોંગ્રેસ પોતાના રાજકીય દૌરમાં ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. એક પછી એક રાજ્ય કોંગ્રેસના હાથમાંથી સરકી રહ્યા છે. એવામાં કોંગ્રેસને કર્ણાટક પાસે ખૂબ આશા છે. એટલું જ નહી કોંગ્રેસના સંકટના સમયમાં હંમેશા કર્ણાટકનો સાથ મળ્યો છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ દેશમાં ફક્ત 44 સીટો પર સમેટાઇ ગઇ હતી ત્યારે પણ કર્ણાટકમાંથી 9 સીટો મળી હતી. પાર્ટી આ પ્રદેશમાં પોતાની તાકાત વધારવા પર ફોકસ કરી રહી છે. હવે જ્યારે પાર્ટીનો ખરાબ સમય ચાલી રહ્યો છે, તો કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસને આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. ન્યૂઝ ચેનલના બધા ઓપિનિયન પોલ સર્વેમાં કોંગ્રેસને સૌથી મોટી પાર્ટી બતાવવામાં આવી રહી છે.
સોનિયાના દૌરમાં કર્ણાટકના નેતાઓને પ્રાધાન્ય
સોનિયા ગાંધી 19 વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહી. આ દરમિયાન કર્ણાટકના નેતાઓને પાર્ટીના કેંદ્રીય સંગઠન અને યૂપીએ સરકારમાં ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું. યૂપીએ સરકારમાં મુખ્ય મંત્રાલય કર્ણાટકન નેતાઓની પાસે રહ્યા. વીરપ્પા મોઇલી, એસએમ કૃષ્ણાથી માંડીને મલ્લિકાર્જુન ખડગેનું વર્ચસ્વ હતું. આજે પણ મલ્લિકાર્જુન ખડગે લોકસભામાં પાર્ટીના નેતા સદન છે. માટે જ ગત ચૂંટણીમાં કોંગ્રેસે કર્ણાટકમાં કિલો જીત્યો હતો. હવે જ્યારે પાર્ટીની કમાન રાહુલ ગાંધીના હાથમાં છે તો સોનિયાનું કર્ણાટકમાં ઉતરવું વ્યાજબી છે.
2019ની સેમીફાઇનલ, સંકેત આપવા જરૂરી
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2019ની સેમીફાઇનલ ગણવામાં આવી રહી છે. એટલા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ પોતાની તાકાત લગાવી દીધી છે. એવામાં કોંગ્રેસે સિદ્ધારમૈયાના ચહેરા પર દાવ લગાવ્યો છે. જેને ઘણી હદે ખરા ઉતરી શકે છે. ગત ચાર વર્ષોમાં કર્ણાટક પહેલું રાજ્ય છે, જ્યાં કોંગ્રેસ ભાજપથી કોઇ બાબતે નબળી નથી દેખાઇ રહી.
બૂથથી માંડીને સોશિયલ મીડિયા મેનેજમેંટ સુધી કોંગ્રેસનું પલ્લું ભારે જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કર્ણાટકની જીત પર 2019ના રાજકીય બાજી પાથરી શકાય તેમ છે. આ વાતને સમજતાં સોનિયા ગાંધીએ કર્ણાટકમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. લોકસભાને ચૂંટણી પહેલાં કોંગ્રેસ માટે એક જીત સંજીવની સાબિત થઇ શકે છે. કોંગ્રેસની સત્તામાં વાપસી થાય છે તો ભાજપ હંમેશાથી એમ પ્રચાર કરી રહી છે કે કોંગ્રેસ ફરીથી સરકાર ન બનાવી શકે. આ વાતને ઝટકો લાગશે. જ્યારે કોંગ્રેસ માટે જીત ખૂબ મહત્વપૂર્ણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે