વિરાટ અને અનુષ્કાનાં લગ્નમાં માત્ર આ બે ક્રિકેટર્સ જ આપશે હાજરી

ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ સ્ટાર અનુષ્કા શર્માનાં લગ્નની અટકળો દરરોજ કંઇક નવા સમાચારો સાથે રજુ થાય છે. રોજિંદી રીતે આ હાઇપ્રોફાઇલ લગ્ન મુદ્દે કંઇક ને કંઇક આવ્યા કરે છે. જો કે બંન્ને પક્ષો હાલ આ મુદ્દે મૌન સેવીને બેઠા છે. જો કે સુત્રો અનુસાર આ જ અઠવાડીયે ઇટાલીમાં લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અનુષ્કા પોતાનાં પરિવાર સાથે ઇટાલી પહોંચી ચુકી છે. હાલ વિરાટનાં પરિવાર અંગે કોઇ જ સમાચાર નથી.
વિરાટ અને અનુષ્કાનાં લગ્નમાં માત્ર આ બે ક્રિકેટર્સ જ આપશે હાજરી

નવી દિલ્હી : ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ સ્ટાર અનુષ્કા શર્માનાં લગ્નની અટકળો દરરોજ કંઇક નવા સમાચારો સાથે રજુ થાય છે. રોજિંદી રીતે આ હાઇપ્રોફાઇલ લગ્ન મુદ્દે કંઇક ને કંઇક આવ્યા કરે છે. જો કે બંન્ને પક્ષો હાલ આ મુદ્દે મૌન સેવીને બેઠા છે. જો કે સુત્રો અનુસાર આ જ અઠવાડીયે ઇટાલીમાં લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અનુષ્કા પોતાનાં પરિવાર સાથે ઇટાલી પહોંચી ચુકી છે. હાલ વિરાટનાં પરિવાર અંગે કોઇ જ સમાચાર નથી.

હવે આ લગ્નમાં જોડાનારા મહેમાનો અંગે પણ અટકળો લાગવા લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં કેટલાક ગણત્રીનાં મહેમાનો આમંત્રીત કરવામાં આવશે. અનુષ્કા શર્મા અને વિરાટ પોતાનાં ખાસ મિત્રોને જ લગ્નમાં આમંત્રીત કરી રહ્યા છે. જો કે ભારતીય ટીમ હાલ શ્રીલંકા સાથે સીરીઝમાં વ્યસ્ત છે, માટે માત્ર બે ક્રિકેટર્સને લગ્નમાં આમંત્રીત કરવામાં આવ્યા છે.

આ ક્રિકેટર્સમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને યુવરાજસિંહનો સમાવેશ થાય છે. રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં ખુબ જ નજીકનાં લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં કોહલીનાં બાળપણનાં મિત્રો અને પરિવારનાં કેટલાક સભ્યોનો સમાવેશ થાય છે. ક્રિકેટની દુનિયામાંથી માત્ર સચિન અને યુવરાજને જ બોલાવાયા છે. ઉપરાંત કોહલીનાં કોચ રાજકુમાર શર્માને પણ બોલાવવામાં આવ્યા છે.

જો કે ઇટાલીમાં લગ્ન પુર્ણ થયા બાદ મુંબઇમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. આ રિસેપ્શન 21 અથવા 22 ડિસેમ્બરે આયોજીત થાય તેવી શક્યતાઓ છે. અહીં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનં તમામ મિત્રોને આમંત્રીત કરવામાં આવશે. માહિતી અનુસાર શર્મા તરફથી અનુષ્કાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાનાં નજીકનાં કેટલાક મિત્રો જેમ કે શાહરૂખ ખાન, આદિત્ય ચોપડા, ડાયરેક્ટર મનીષ શર્મા અને આમિર ખાનને જ આમંત્રણ મોકલ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news