લોકસભાની ચૂંટણી વચ્ચે બનાસ ડેરીએ પશુપાલકોને આપી ભેટ; દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો
Banas Dairy: બનાસડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ પશુપાલકોને 805 રૂપિયાને બદલે હવે 820 રૂપિયાનો ભાવ વધારો મળશે. દૂધના ભાવમાં ભાવ વધારો થતાં પશુપાલકોમાં ખુશીની લહેર ફરી વળી છે.
Trending Photos
Banas Dairy: એશિયાની સૌથી મોટી બનાસડેરીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા છે. બનાસડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ પશુપાલકોને 805 રૂપિયાને બદલે હવે 820 રૂપિયાનો ભાવ વધારો મળશે. દૂધના ભાવમાં ભાવ વધારો થતાં પશુપાલકોમાં ખુશીની લહેર ફરી વળી છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પશુપાલકો બનાસ ડેરીમાં દૂધ ભરાવીને સારી એવી આવક મેળવી રહ્યા છે. ત્યારે બનાસ ડેરી દ્વારા આજે પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે. બનાસડેરીએ પશુપાલકોને ચુકવાતા દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. પશુપાલકોને પ્રતિકિલો ફેટે રૂ. 15નો ભાવ વધારો કર્યો છે. અગાઉ દૂધના પ્રતિકિલો ફેટે પશુપાલકોને 805 રૂપિયા મળતા હતા. જે વધીને હવે પ્રતિકિલો ફેટે રૂ. 820 કરાયા છે.
પહેલા આટલો, અત્યારે આટલો ભાવ...
પશુપાલકોને બનાસડેરીમાં પહેલા દૂધના પ્રતિ કિલો ફેટ પર રૂપિયા 805 ચુકવવામાં આવતા હતા, પરંતુ બનાસડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 15નો વધારો થતા પશુપાલકોને રૂપિયા 820 ચૂકવામાં આવશે. આ મહત્વના નિર્ણયને લઈ જિલ્લાના પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે