રણવીર સિંહે વિરાટને ગણાવ્યો KING, કહ્યું - તેના વગર IPL અધુરો

રણવીર સિંહ વિરાટ કોહલીનો ફેન બની ગયો છે. 

 

રણવીર સિંહે વિરાટને ગણાવ્યો KING, કહ્યું - તેના વગર IPL અધુરો

નવી દિલ્હીઃ આઈપીએલ 2018ના સૌથી રોમાંચક મેચ બેંગલુરૂ અને હૈદરાબાદ વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયો. આ મેચમાં બેંગલુરૂએ હૈદરાબાદને 14 રને હરાવ્યું હતું. આ મેચમાં બંન્ને ટીમના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટની કેપ્ટનશીપ પણ શાનદાર રહી હતી. પરંતુ રાજસ્થાન સામેની મેચ બાદ બેંગલુરૂની ટીમ ટૂર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ છે. હૈદરાબાદ વિરુદ્ધની આ મેચ બાદ રણવીર સિંહ પણ વિરાટનો ફેન બની ગયો છે. 

બોલીવુડ સ્ટાર રણવીર સિંહ હૈદરાબાદ સામેની આ મેચ જોયા બાદ કોહલી અને એબી ડીવિલિયર્સનો દિવાનો થઈ ગયો છે. આ મેચમાં હૈદરાબાદને અંતિમ ઓવરમાં 20 રન બનાવવાના હતા અને ટીમ મેચ હારી ગઈ હતી. 

આ મેચ બાદ રણવીર સિંહે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં રણવીરે એબી ડીવિલિયર્સ, ટિમ સાઉદી, કેન વિલિયમસન અને વિરાટની પ્રસંસા કરી હતી. રણવીરે આ મેચ જોયો અને ટ્વીટર પર ડીવિલિયર્સના સુપર મેન કેચનો ખાસ કરીને ઉલ્લેખ કર્યો. 

— Ranveer Singh (@RanveerOfficial) May 17, 2018

ઉલ્લેખનીય છે કે આ મેચમાં ડીવિલિયર્સ અને મોઇન અલીએ અર્ધસદી ફટકારી હતી. કેન વિલિયમસને 81 રન બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news