Viral Video : સલમાને કહ્યું કે જો મેં ઐશ્વર્યાને ખરેખર મારી હોત તો...
સલમાનનો આ જુનો વીડિયો ફરી વાઇરલ બન્યો છે
Trending Photos
નવી દિલ્હી : તનુશ્રી દત્તા અને નાના પાટેકરના વિવાદ પછી આખા દેશમાં #MeToo કેમ્પેઇન વેગ પકડી રહ્યું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મીડિયા અને બીજા ફિલ્ડમાંથી મહિલાઓ તેમની શારીરિક શોષણ કરનાર આરોપીઓના નામ સોશિયલ મીડિયામાં જાહેર કરી રહી છે. આ સંજોગોમાં સલમાન ખાનનો એક જુનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાયને મારવાના સવાલનો જવાબ આપી રહ્યો છે.
વીડિયોમાં એક મહિલા પત્રકાર સલમાનને ઐશ્વર્યાને માર મારવાના આરોપ વિશે સવાલ પૂછે છે ત્યારે સલમાને કહ્યું હતું કે, 'થોડા સમય પહેલાં મને આ સવાલ પ્રભુ ચાવલાએ કર્યો હતો ત્યારે મેં ટેબલ પર ગુસ્સામાં જોરથી હાથ માર્યો હતો અને ટેબલ તુટી ગયું હતું. મારો મતલબ છે કે હું જ્યારે કોઈને મારું છું ત્યારે એ જગજાહેર છે કે હું ગુસ્સે છું. જો હું આ હાલતમાં કોઈને ફટકારું તો મને નથી લાગતું કે એ વ્યક્તિ બચી શકે.'
Watch Salman Khan's ridiculous answer when a journo asked if he had hit Aishwarya Rai pic.twitter.com/BFAbfKIFKS
— Od (@odshek) May 25, 2017
નોંધનીય છે કે એક ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યા રાયે પોતે ખુલાસો કર્યો હતો કે સલમાનનો હિંસક વ્યવહાર અને મારી સાથેની મારઝુડ અમારા બ્રેકઅપનું કારણ હતું. ઐશ્વર્યાનો આરોપ હતો કે બ્રેકઅપ પછી પણ સલમાન તેની સાથે ફોન પર બકવાસ કરતો હતો. ઐશ્વર્યાના દાવા પ્રમાણે માર મારવાના સલમાનના સ્વભાવને કારણે એક સ્વાભિમાની મહિલાની જેમ મેં સંબંધ પર પુર્ણવિરામ મુકી દીધું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે