યુવરાજ અને હેઝલની વચ્ચે આવશે 'ત્રીજું', પણ વાત ખુશીની છે...

મુંબઈ ખાતે હાલમાં યોજાયેલા ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં ઘણી સેલિબ્રિટીઓ સાથે યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલ કીચ પણ શામેલ થયા હતા

યુવરાજ અને હેઝલની વચ્ચે આવશે 'ત્રીજું', પણ વાત ખુશીની છે...

મુંબઈ : મુંબઈ ખાતે હાલમાં યોજાયેલા ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં ઘણી સેલિબ્રિટીઓ સાથે યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલ કીચ પણ શામેલ થયા હતા. આ ફંક્શનમાં હેઝલ વારંવાર પોતાના પેટને કવર કરી રહી હતી. હેઝલની આ હરકતથી એવી અટકળો લાગવાનું શરૂ થઈ ગયું છે કે યુવરાજ સિંહ અને હેઝલ કીચ માતા-પિતા બનવાના છે. જોકે અત્યાર સુધી આ કપલ તરફથી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી.

A post shared by Hazel Keech Singh (@hazelkeechofficial) on

મુંબઈ મિરરના રિપોર્ટ મુજબ હેઝલ અને યુવરાજ જલ્દી જ માતા-પિતા બનવાના છે. યુવીએ લગ્નમાં બ્લ્યૂ કોટ-પેન્ટ અને હેઝલે ડાર્ક કલરનું આઉટફિટ પહેર્યું હતું. બંનેનો લુક ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો.

યુવરાજ અને હેઝલના લગ્ન 30 નવેમ્બર, 2016 પર થયા હતા. યુવરાજ અને હેઝલ એક પાર્ટીમાં મળ્યા હતા. હાલમાં જ બંનેએ પોતાના લગ્નની બીજા એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. લગ્ન બાદ હેઝલે પોતાને લાઈમ લાઈટથી દૂર રાખી છે. જાણકારી એવી પણ છે કે જલ્દી જ યુવરાજ હેઝલના પ્રેગ્નનન્સીની જાહેરાત કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news