મતદાનનું મહાકવરેજ, જિલ્લા-તાલુકાઓમાં ઠેર ઠેર ચૂંટણીનો બહિષ્કાર કરાયો

મતદાનનું મહાકવરેજ, જિલ્લા-તાલુકાઓમાં ઠેર ઠેર ચૂંટણીનો બહિષ્કાર કરાયો
  • બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યમાં 31 જિલ્લા પંચાયતનું સરેરાશ મતદાન 32.74 ટકા થયું છે. તો રાજ્યની 81 નગરપાલીકામાં સરેરાશ 31 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યની 231 તાલુકા પંચાયતમાં સરેરાશ 33.02 ટકા મતદાન થયું

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગર પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કે, 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 117 બેઠક બિનહરીફ થઈ છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 12,265 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 4,657 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 81 નગરપાલિકાની ચૂંટણીનું પણ મતદાન શરૂ થઈ ગયું છે. 81 નગર પાલિકાની 2720 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકામાં 7246 ઉમેદવારો મેદાનમાં છે. 2 માર્ચે ચૂંટણીનું પરિણામ આવશે. ઝી 24 કલાક આજે તમને મતદાનનું મહાકવરેજ બતાવી રહ્યું છે અને 2 માર્ચે પરિણામનું સૌથી ઝડપી અને સચોટ પરિણામ બતાવશે. 

2 વાગ્યા સુધી કેટલું મતદાન 
મતદાનને પૂરુ થવામાં ત્રણ કલાક બાકી છે. ત્યારે બપોરે બે વાગ્યા સુધીમાં નોંધાયેલા મતદાનના આંકડા સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 37.47 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યમાં 31 જિલ્લા પંચાયતનું સરેરાશ મતદાન 32.74 ટકા થયું છે. તો રાજ્યની 81 નગરપાલીકામાં સરેરાશ 31 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યની 231 તાલુકા પંચાયતમાં સરેરાશ 33.02 ટકા મતદાન થયું છે. 

આ પણ વાંચો : ‘હાર્દિક પટેલની કમનસીબી કે તેમના વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર નથી... એકપણ પાટીદારને ટિકિટ ન અપાવી શક્યા’

ક્યાં ક્યાં ચૂંટણીનો બહિષ્કાર
આજે જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત 2 માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. મતદાનને અડધો દિવસ વીત્યા બાદ પણ મતદાન મથકમાં એક પણ વોટ પડ્યો નથી. નર્મદા ડેમના વિસ્થાપીતોને આ મથકમાં વસાવવામાં આવ્યા છે. સ્થાનિકોને એક પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહિ સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. 

વલસાડના ઉમરગામ તાલુકાના નારોગલ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. સ્થાનિક લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા ગામમાં લગ્નમાં ડીજે વગાડવા બાબતે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી. જેથી ગુસ્સે થયેલા ગામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.  

છોટાઉદેપુર જિલ્લાના કુંડી-ઉચાકલમ ગામે ચૂંટણી બહિષ્કારની ઘટના બની છે. 513 મતદારો પૈકી એકપણ મતદારે અહીં મતદાન ન કર્યું. ગામ કોઈ પંચાયતમાં સમાવિષ્ટ ના હોવાથી વિકાસથી વંચિત છે. આઠ વર્ષ પહેલાં સંખેડા તાલુકાના વિભાજન બાદ પંચાયત વિહોણું ગામ બન્યું છે. ગ્રામજનો મુજબ ગામ કોઈ તાલુકામાં પણ સમાવિષ્ટ નથી. તેથી ગામના મતદારોએ ચૂંટણીના બહિષ્કાર કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ડભાસી ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. 3924 મતદારોએ આજે મતદાન કર્યુ નથી. 1 વાગ્યા સુધી એક પણ મત પડ્યો નથી. થોડા દિવસ અગાઉ ડભાસી ગામના લોકોએ નાળા મુદ્દો રસ્તા રોકો આંદોલન કર્યું હતું. પોલીસે આ આંદોલનમાં 86 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે પોલીસે કરેલી કાર્યવાહી અને નાળાની માંગ સાથે મુદ્દે ડભાસી ગામ લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. બોચાસણ-૭ જિલ્લા પંચાયત અને વેહરા- ૨૦ તાલુકા પંચાયત બેઠક હેઠળ ડભાસી ગામ આવે છે. 

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉંચાકલમ ગામના આ મતદાન મથક ઉપર 513 મતદાર પૈકી અત્યારસુધી ગામના એકપણ વ્યક્તિએ મતદાન નથી કર્યું, ગામલોકોએ મતદાન બહિષ્કાર ની અગાઉથી જ ચીમકી આપી હતી,ગામલોકોનું કહેવું છે કે સંખેડા તાલુકાનું વિભાજન થતા તેમના ગામને બોડેલી તાલુકામાં સમાવવામાં તો આવ્યો પણ ગામમાં 8 વર્ષ બાદ પણ ગ્રામ પંચાયત અસ્તિત્વમાં નથી ,જેને લઇ ગામનો વિકાસ રૂંધાયો છે, દરેક સરકરી કામમાં ગામલ9કોને અગવડતા પડી રહી છે. ગામ લોકો લોકસભા, વિધાનસભા અને તાલુકા -જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરે છે, પણ ગામમા આજસુધી સરપંચ ની ચૂંટણી નથી યોજાઈ. ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી તેમના ગામમાં સ્થાનિક સ્વરાજ્ય નહીં અપાય ત્યાં સુધી તેઓ મતદાન નહીં કરે અને એટલે જ આજે બપોરે સુધી ગામના આ મતદાન મથકમાં ગામના એક વ્યક્તિએ મતદાન નથી કર્યું.

અમરેલીના બગસરા તાલુકાના ખીજડિયા ગામમાં મતદાનનો બહિષ્કાર કરાયો છે. ખીજડિયા ગામમાં અનેક પ્રશ્નો મુદ્દે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. તંત્ર અને નેતાઓ ની સમજાવટ બાદ પણ ગ્રામજનો મતદાન ન કરવા મક્કમ બન્યા છે. ખીજડિયા ગામમાં 200 થી વધુ મતદાતા છે. ત્યારે ખીજડિયાથી હામાપુરને જોડતો પુલ તેમજ લુવારા ગામની ઘટનામા ન્યાયિક તપાસની માંગ સાથે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. 

આ પણ વાંચો : રાણો રાણાની રીતે... એવુ ફેસબુક પર લખનાર ભાવનગરના યુવકને બે શખ્સોએ રહેંસી નાંખ્યો

ભુજ તાલુકાનું સાડા પાંચ હજાર વસ્તી ધરાવતા દેશલપર ગામે સજ્જડ બંધ પાડી ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ખાનગી ટ્રસ્ટ ને તંત્ર દ્વારા જમીન ફાળવી આપતા ગામલોકોએ વિરોધ દર્શાવ્ોય છે. ત્યારે ગામના બંને બુથ પર 0 ટકા વોટિંગ થયું છે. જિલ્લા સાંસદ સહિતના મોવડી મંડળની સમજાવટ પણ સફળ નિવડી નથી. ભૂજ તાલુકાનું અંદાજિત સાડા પાંચ હજાર વસ્તી ધરાવતા ગામમા આજે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરી મતદાન પ્રક્રિયાથી અળગા રહ્યા છે અને ગામમા આવેલા બે બુથ પર જિલ્લા 5 અને તાલુકા 5 માટે એક પણ વ્યક્તિએ મતદાન કર્યું નથી. અગાઉ વહીવટી તંત્ર દ્વારા ગામની મોટી જમીન એક ખાનગી ટ્રસ્ટને ફાળવી દીધી છે. જેનો વિરોધ કરાયો અને ચૂંટણી બહિષ્કારની બેનરો લગાવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જે આ અનુસંધાને ગઈ કાલ મોડી રાત્રિ સુધી સાંસદ વિનોદ ચાવડા, અને દેશલપર ગામનાનજ જિલ્લા ભજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના મોવડી મંડળે ગ્રામજનોને મતદાન કરવા માટેની સમજાવટ રૂપી બેઠક પણ કરી હતી. જે નિરર્થક નીવડતા આજે આ ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. 

તો મહીસાગર  લુણાવાડાના માલતલાવડી ગામ લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર યથાવત છે. માલતલાવડી ગામેથી મતદાન બૂથ હટાવી 5 કિલોમીટર દૂર લઇ જતા સમસ્ત ગામ લોકો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી હતી. બૂથ નહિ તો વોટ નહિની ચીમકી યથાવત જોવા મળી હતી. તમામ ગામના લોકો દ્વારા એક પણ મત નાંખવા નથી આવ્યો. ગામ ખાતે બુથ ફાળવવામાં આવશે તો જ મત આપીશું તેવું ગામલોકોએ કહ્યું છે. માલતલાવડી ગામે વર્ષોથી પ્રાથમિક શાળામાં બૂથ હોવા છતાં 5 કિમી દૂર બુથ લઇ જવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news