12 નબીરાઓને દારૂ-હુક્કાની મોજ કરવી ભારે પડી, પહોંચી ગઈ પોલીસ

 હાલ ક્રિસમસ અને ન્યૂ યર નજીક આવતા ગુજરાતભરમાં દારૂની રેલમછેલ થઈ રહી છે. હજી બે દિવસ પહેલા જ સુરતમાંથી મહિલાઓની રેવ પાર્ટી પકડાઈ હતી, ત્યાં હવે અમદાવાદના વાસણા વિસ્તારમાંથી રેવ પાર્ટી પકડાઈ છે. જેમાં માલેતુજાર પરિવારના 12 જેટલા નબીરાઓ દારૂ અને હુક્કા પાર્ટી માણતા પકડાયા છે. 

Updated By: Dec 24, 2018, 12:04 PM IST
12 નબીરાઓને દારૂ-હુક્કાની મોજ કરવી ભારે પડી, પહોંચી ગઈ પોલીસ

જાવેદ સૈયદ/અમદાવાદ : હાલ ક્રિસમસ અને ન્યૂ યર નજીક આવતા ગુજરાતભરમાં દારૂની રેલમછેલ થઈ રહી છે. હજી બે દિવસ પહેલા જ સુરતમાંથી મહિલાઓની રેવ પાર્ટી પકડાઈ હતી, ત્યાં હવે અમદાવાદના વાસણા વિસ્તારમાંથી રેવ પાર્ટી પકડાઈ છે. જેમાં માલેતુજાર પરિવારના 12 જેટલા નબીરાઓ દારૂ અને હુક્કા પાર્ટી માણતા પકડાયા છે. 

જુનાગઢ : મહિલા ફોરેસ્ટ ઓફિસરને સિંહ સાથેની સેલ્ફી લેવાનું ભારે પડ્યું

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના વાસણા વિસ્તારમા રેવ પાર્ટી ઝડપાઈ છે. વાસણાના લાવણ્યા સોસાયટીમાં બર્થડે પાર્ટી ચાલી રહી હતી. જેમાં માલેતુજાર પરિવારના 12 જેટલા નબીરાઓ દારૂ અને હુક્કો પી રહ્યા હતા. આ યુવકો મોટેથી ડીજે વગાડી રહ્યા હતા. ત્યારે કોઈએ આ વિશેની બાતમી પોલીસને આપતા પોલીસે ઘરમાં રેડ પાડી હતી. જેમાં 12 યુવકો દારુ અને હુક્કા સાથે ઝડપાયા હતા. આ યુવકો શ્રીમંત પરિવારના છે, જેમાંથી તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, પણ નલિયામાં ઘટી

પોલીસે બધો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમની પાસેથી વિવિધ ફ્લેવરના હુક્કા ઝડપાયા હતા. હાલ તમામ યુવકોને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે, તેમજ તેમના પરિવારજનોને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂ યર નજીક આવતા જ દારૂની પાર્ટીઓનો રાફડો ફાટ્યો છે. જેના પર ગુજરાત પોલીસે સમગ્ર ગુજરાત પર ચાંપતો બંદોબસ્ત રાખ્યો છે. 

Photos: આ ગુજરાતીઓને સિંહ સાથેની સેલ્ફી લેવાનો શોખ ભારે પડ્યો હતો

14 આરોપીની સામે ફરિયાદ
પાર્ટીમાં સામેલ થયેલા નિલ પરીખ, સુર્યવિર બન્ના , યશ પરીખ, નિલાન્સ શાહ, મીત સંઘવી, સનપ ચોખાની, હર્ષ શર્મા, નિલાન્સ અંકુર શાહ નામના યુવાનો આ પાર્ટીમાં સામેલ હતા. જેમાંથી અંકુર શાહની જન્મદિવસની પાર્ટી હતી. કુલ ૧૪ આરોપી સામે ફરિયાદ નોંધાી છે. તો જાણવા મળ્યું છે કે, નિલાન્સ અને તેના પિતા અંકુરએ પોલીસ સાથે  ઝપાઝપી પણ કરી હતી.  લોકેશ મણીલાલ કસોટીયા, રાજેશ બુનકર, પ્રવિણ બુનકર નામના લોકોએ આ યુવકોને હુક્કો સર્વ કર્યા હતા. તેઓના પર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સુરક્ષિત નથી ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયાકાંઠો, અહીં મંડરાઈ રહ્યો છે સુનામીનો ખતરો