143મી રથયાત્રા: આ વખતે જનતા કર્ફ્યુ વચ્ચે ભગવાન જગન્નાથજી નીકળશે નગરચર્યાએ

ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ રથયાત્રા તેના નિયત સમયે નિયત રૂટ પર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે. દરવખક કરતા અલગ આ વખતે જનતા કર્ફ્યુ વચ્ચે રથયાત્રા તેના રૂટ પર નીકળથી જોવા મળશે. જેમાં 200થી 250 હરિભક્તો સાથે રથયાત્રા નીકળશે.

Updated By: Jun 16, 2020, 08:37 PM IST
143મી રથયાત્રા: આ વખતે જનતા કર્ફ્યુ વચ્ચે ભગવાન જગન્નાથજી નીકળશે નગરચર્યાએ

હિતલ પારેખ, ગાંધીનગર: ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ રથયાત્રા તેના નિયત સમયે નિયત રૂટ પર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે. દરવખક કરતા અલગ આ વખતે જનતા કર્ફ્યુ વચ્ચે રથયાત્રા તેના રૂટ પર નીકળથી જોવા મળશે. જેમાં 200થી 250 હરિભક્તો સાથે રથયાત્રા નીકળશે.

આ પણ વાંચો:- Corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 524 કેસ, 28 મૃત્યુ, 418 દર્દી ડિસ્ચાર્જ

કોરોના વાયરસના સંકટ વચ્ચે આગામી 23મી જૂને ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નગરચર્યાએ નીકળશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે રથયાત્રા તેના નિયત સમયે નિયત રૂટ પર નીકળશે. પરંતુ રથયાત્રાના દિવસે સમગ્ર રૂટ પર જનતા કર્ફ્યુ રાખવામાં આવશે. આ સાથે રથયાત્રામાં માત્ર 200થી 250 હરિભક્તો ભાગ લઈ શકશે.

આ પણ વાંચો:- રાહુલ ગાંધીની ટ્વીટ સામે ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાની તીવ્ર પ્રતિક્રિયા, જાણો શું કહ્યું...

ઉલ્લેખનીય છે કે, આ હરિભક્તો કોણ હશે તેનો નિર્ણય જગન્નાથ મંદિર દ્વારા લેવામાં આવશે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રથયાત્રામાં જોડાતા હરિભક્તોનું જગન્નાથ મંદિર પાસેથી લિસ્ટ મંગાવવામાં આવ્યું છે. ત્યારે આ વખતે પણ રથયાત્રા તેની પરંપરા અનુસાર નગરચર્યા કરશે. જેને લઇને સમગ્ર રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube