સુરતમાં આઇસરે કચડી નાખતા 27 વર્ષીય યુવતીનું દર્દનાક મોત, નજરે જોનાર રિક્ષા ચાલકે જણાવી આપવીતી

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ મયુર નગર સોસાયટીમાં રહેતા 27 વર્ષીય નિતા પાટીલ એક કામ અર્થ મોપેટ પર પાંડેસરા ખાતે જવા ઘેરેથી નીકળ્યા હતા.

સુરતમાં આઇસરે કચડી નાખતા 27 વર્ષીય યુવતીનું દર્દનાક મોત, નજરે જોનાર રિક્ષા ચાલકે જણાવી આપવીતી

પ્રશાંત ઢીવરે/સુરત: શહેરના ઉધના ખાતે આઇસર ચાલકે મોપેડ સવાર યુવતીને અડફેટે લેતા યુવતીનું મોત નીપજ્યું છે. આઇસર ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો. દરમિયાન આઇસરે મોપેડ સવાર યુવતીને અડફેટે લઈ કચડી નાખી હતી. આઇસર ચાલક રસ્તા પર જ આઇસર મૂકી ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ ઘટનાની જાણ ઉધના પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આઇસર ચાલત વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ મયુર નગર સોસાયટીમાં રહેતા 27 વર્ષીય નિતા પાટીલ એક કામ અર્થ મોપેટ પર પાંડેસરા ખાતે જવા ઘેરેથી નીકળ્યા હતા. દરમિયાન ઉધના બી.આર.સી રોડ ખાતે પૂર ઝડપે આવી રહેલ આઇસર ચાલકે મોપેટ પર સવાર યુવતીને અડફેટે લઈ  કચડી નાખતા મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને અંજામ આપ્યા બાદ આઇસર ચાલક આઇસર મૂકી ફરાર થઈ ગયો હતો.યુવતીનો મૂર્તદેહ પીએમ અર્થ સ્મીમેર હોસ્પિટલ મોકલી આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી  કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નજરે જોનાર રિક્ષા ચાલકે જણાવ્યું હતું કે, યુવતી મોપેડ પર સવાર હતી. રસ્તા પર ખાડો હોવાથી મોપેટનું સંતુલન બગડી ગયું હતું. એટલે પાછળથી આવી રહેલ આઇસર ચાલે કે યુવતીને અડફેટે લઈ લેતા અકસ્માત સર્જાયો હતો.

બીજી બાજુ ઘટનાની જાણ પરિવાર થતા દોડી આવ્યા હતા. 27 વર્ષીય યુવતીનું અચાનક આઇસર ચાલકની અડફેટે આવી જવાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ તો સમગ્ર ઘટનાને લઈ ઉધના પોલીસે આઇસર કબજે કરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news