ગોંડલની સફળતામાં વધુ એક પીછું ઉમેરાયું; 3 બાળકો આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી સ્પર્ધામાં ઝળક્યાં

11 વર્ષના દદ્યયંગ કાકડીયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી, ગોંડલ ના 3 બાળકો આંતરરાષ્ટ્રીય સ્તરે ગણિત ની મેન્ટલ એરીથમેટિક સ્પર્ધામા ઝળક્યાં. ગોંડલના યુસીમાસ ક્લાસીસની સફળતામાં વધુ એક પીછું ઉમેરાયું 
 

ગોંડલની સફળતામાં વધુ એક પીછું ઉમેરાયું; 3 બાળકો આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી સ્પર્ધામાં ઝળક્યાં

જયેશ ભોંજાણી/ગોંડલ: તાજેતર માં મલેશિયા ખાતે તા 3 ડિસેમ્બર 2023 ના રોજ વિશ્વ ના 30 થી વધુ દેશો ના 2500 થી વધુ બાળકો એ યુસીમાસ ની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા ની વિવિધ કેટેગરી માં ભાગ લીધો હતો. જેમાં 11 વર્ષ નો કાકડિયા દદ્યયંગ દિલીપભાઈ એ D2 કેટેગરી માં સેકન્ડ રેન્ક અને નિર્મળ ક્રિશા દર્શકભાઈ તથા વિદ્યાક્ષી વિમલભાઈ રૈયાણી એ A2 કેટેગરી માં 3rd રેન્ક મેળવેલ હતો.

યુસીમાસની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં 2500 થી વધુ વિદ્યાર્થીઓ એ જોડાયા હતા અને આ સ્પર્ધામાં કોઈ પણ જાત ના ઇલેક્ટ્રિક સાધન કે કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટર ની મદદ વિના સંપૂર્ણપણે પોતાના જ મગજ નો ઉપયોગ કરી ,પોતાનું લોજીક , તર્ક કે બુદ્ધિ વાપરી ને નિયત સમયમર્યાદા માં માત્ર 8 મિનિટ માં 200 દાખલા કરવા ના હતા અને ગોંડલ ના આ 3 પ્રતિભાશાળી બાળકોએ પોતાની કેટેગરી માં અદભુત ક્ષમતા બતાવી ને ટ્રોફી મેળવી ગોંડલ નું નામ રોશન કર્યું છે.

No description available.

પલક ઝપકાવતા ગણિતના કોઈ પણ દાખલાનો ઉકેલ લાવે છે 
ધોરણ 6 માં અભ્યાસ કરતો આ બાળક પલક ઝપકાવતા ગણિત ના કોઈ પણ સરવાળા , બાદબાકી , ગુણાકાર અને ભાગાકાર ના દાખલા ને એ ઉકેલે છે. માત્ર 2 મિનિટ માં કોઈ પણ 100 ગુણાકાર કરવા એ તેના માટે રમતવાત છે. આ સાથે જ એકદમ ધીર અને ગંભીર એવી ક્રિશા એ પણ આ પહેલા નાની ઉંમરે નેશનલ લેવલ ની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા માં ભાગ લીધેલ અને આ વખતે ઇન્ટરનેશનલ લેવલ પર મલેશિયા ખાતે તૃતીય રેન્ક મેળવેલ છે. જ્યારે વિદ્યાક્ષી એ તો પ્રથમ વખત જ આવી કોઈ સ્પર્ધા માં ભાગ લઇ ને તૃતીય રેન્ક મેળવેલ છે.

No description available.

ત્રણ મહિના ની મહેનત રંગ લાવી 
આ ત્રણેય બાળકો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે લગભગ છેલ્લા ત્રણ મહિના થી તૈયારી કરી રહ્યા હતા. બાળકો ની પાસે એટલું સરસ વિઝ્યુઅલાઇસેશન છે કે નજર સામે આવતા જ કોઈ પણ નમ્બર નો સરવાળો બાદબાકી કે ગુણાકાર ભાગાકાર કરી આપી શકે છે. કોઈ પણ વ્યક્તિ ના મોબાઈલ નવેમ્બરના 10 આંકડા બોલો તો બોલવા નું પૂરું થાય તે સાથે જ તેમની પાસે તેનો જવાબ તૈયાર હોય છે. સેટીઆ સિટી કોનવેનશન સેન્ટર ખાતે ડો.સ્નેહલ કારિયા ના હસ્તે આ બાળકો ને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવા માં આવ્યા.અને આ સાથે જ આ બાળકો ને તૈયાર કરનાર પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર ના મેન્ટર , માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા , ક્રિષ્ના રૈયાણી , ઈશા ટાંક , સયદા બાલાપરિયા અને તેમની ટિમ ને અભિનંદન આપ્યા હતા.

No description available.

બાળકોને મોબાઈલ ના બદલે કોઈ પણ રચનાત્મક પ્રવૃત્તિ માં લગાડે: રજનીશ રાજપરા 
ગોંડલ ના યુસીમાસ સેન્ટર ના સંચાલક રજનીશભાઈ એ જણવ્યું હતું કે આ બાળકો છેલ્લા 3 મહિના થી તૈયારી કરી રહ્યા હતા. આ આવડત તેમણે અબેકસના માધ્યમથી વિકસાવી છે. માતા પિતા જો બાળક ને મોબાઈલના બદલે કોઈ પણ રચનાત્મક પ્રવૃત્તિમાં લગાડે તો ચોક્કસ બાળકમાં રહેલી નવી નવી ક્ષમતાઓ બહાર આવે જ. કોઈ પણ બાળક નું લક્ષ્ય માર્ક્સ નહિ, સ્કિલ ને ડેવલપ કરવા માટે હોવું જોઈએ. સાથે  જ માતા પિતા એ અપેક્ષા રાખ્યા વગર બાળક ને કોઈ પણ એક ક્ષેત્ર માં નિષ્ણાત બનાવવાનો છે અને જો એની પાસ કોઈ પણ એક સ્કિલ હશે તો એ ક્યાંય પાછો નહિ પડે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news