Corona Update: રાજ્યમાં એક જ દિવસમાં કોરોના કેસમાં થઈ ગયો મોટો વધારો, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા

Gujarat Corona news: સોમવાર કરતા મંગળવારે રાજ્યમાં કોરોના કેસમાં ફરી વધારો જોવા મળ્યો છે. એક જ દિવસમાં નવા કેસની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. 
 

Corona Update: રાજ્યમાં એક જ દિવસમાં કોરોના કેસમાં થઈ ગયો મોટો વધારો, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોમવારે રાજ્યમાં 174 કેસ સામે આવ્યા હતા તો મંગળવારે આંકડો 300ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 304 કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે આ દરમિયાન કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 370 દર્દી કોરોનાથી સાજા થયા છે.

ગુજરાતમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદમાં 90 કેસ નોંધાયા છે. તો સુરતમાં 42, વડોદરામાં 34, મહેસાણામાં 19, વલસાડમાં 14, ગાંધીનગરમાં 19, ભરૂચમાં 10, સાબરકાંઠામાં 10, અમરેલી અને પાટણમાં 9-9, રાજકોટમાં 12સ આણંદમાં 4, બોટાદમાં 3, ગીર સોમનાથ 3, નવસારી 3, કચ્છ, નર્મદા, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપીમાં બે-બે તથા ભાવનગર અને જામનગરમાં એક-એક કેસ નોંધાયો છે. 

No description available.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2149 છે, જેમાં છ દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1274577 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 11072 લોકોના મોત થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 98.97 ટકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news