વડોદરાના ફાર્મહાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે પાડી રેડ, 35 નબીરા પકડાયા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેરઠેર દારૂની મહેફિલો યોજાતી રહે છે. પોલીસના નાક નીચે કાયદાનો છડેચોક ભંગ થઈ રહ્યો છે. ત્યારે વડોદરાના વાઘોડિયાના જરોદ પાસે મોડી રાતે દારૂની મહેફિલ ઝડપાઈ છે. જરોદ પાસેના જયદીપ ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં દારૂની છોળો ઉડાડતા 35 જેટલા નબીરા પકડાયા છે. વાઘોડિયા પોલીસે બાતમીને આધારે મહેફિલમાં રંગમા ભંગ પાડ્યો હતો. જેમાં 7 ફોર વ્હીલર, 4 મોટર સાઈકલ મળી કુલ 25. 47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાઘોડિયા પોલીસે રેડ પાડીને મહેફિલ શા માટે અને કોને રાખી હતી તે દિશામા તપાસ શરૂ કરી હતી. જેમાં માલૂમ પડ્યું કે, જયદીપ ફાર્મહાઉસ રજનીકાંત જયસ્વાલ નામના શખ્સનું છે. 
વડોદરાના ફાર્મહાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે પાડી રેડ, 35 નબીરા પકડાયા

રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેરઠેર દારૂની મહેફિલો યોજાતી રહે છે. પોલીસના નાક નીચે કાયદાનો છડેચોક ભંગ થઈ રહ્યો છે. ત્યારે વડોદરાના વાઘોડિયાના જરોદ પાસે મોડી રાતે દારૂની મહેફિલ ઝડપાઈ છે. જરોદ પાસેના જયદીપ ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં દારૂની છોળો ઉડાડતા 35 જેટલા નબીરા પકડાયા છે. વાઘોડિયા પોલીસે બાતમીને આધારે મહેફિલમાં રંગમા ભંગ પાડ્યો હતો. જેમાં 7 ફોર વ્હીલર, 4 મોટર સાઈકલ મળી કુલ 25. 47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાઘોડિયા પોલીસે રેડ પાડીને મહેફિલ શા માટે અને કોને રાખી હતી તે દિશામા તપાસ શરૂ કરી હતી. જેમાં માલૂમ પડ્યું કે, જયદીપ ફાર્મહાઉસ રજનીકાંત જયસ્વાલ નામના શખ્સનું છે. 

કોણ કોણ પકડાયા
દીપક ઉર્ફે વાઘો વિજયભાઇ જયસ્વાલ, પ્રિયાક જતીનભાઇ પટેલ, ધીરજ રમેશભાઇ પટેલ, ભરત ઘનશ્યામભાઇ પટેલ, ચંદ્રકાન્ત હેમંતભાઇ પરમાર, રવિસિંહ અજીતસિંહ પરમાર, કાળુભાઇ માનસિંગભાઇ રાઠોડ, નગીનભાઇ મોહનભાઇ ભાલીટા, કેયુરભાઇ વિનુભાઇ પટેલ, કિરણ રમેશભાઇ પટેલ, અમિત વરેચંદ્ર વણકર, આદિત્ય યોગેશભાઇ સોની, જલદીપ પ્રવિણભાઇ પટેલ, વિજય બલદેવભાઇ પટેલ, મેહુલ લવજીભાઇ ધામેલીયા, ભોગીલાલ બાબુભાઇ પટેલ, ધીરેન રમણભાઇ પટેલ, કૃણાલ જતીનભાઇ વટવા, મિલન અશોકભાઇ પાટીલ, ચિરાગ જયેન્દ્રભાઇ ટ્રેલર, વૈભવ અરવિંદભાઇ જોષી, હેમંત જયંતિભાઇ ભાવસાર, હેમંત રમેશકુમાર શર્મા, વિવેક બદ્રીપ્રસાદ ભાટીયા, તુષાર રમણભાઇ બ્રહ્મભટ્ટ, ગૌરાંગ રજનીકાંત ઠક્કર, જનકકુમાર જનજીવનભાઇ પટેલ, મીતુલ કનુભાઇ પટેલ, ભાવીન ઘનશ્યામભાઇ પટેલ, પ્રશાંતસેન સંતોષસેન સેન, અમિત સત્યનારાયણ સાપરે, સન્ની રાજુભાઇ પટેલ, ભરત ચંદુભાઇ પટેલ, મુકેશ કરશનભાઇ રોહીત, જીગ્નેશ જીતીનભાઇ પટેલ, રજનીકાંત અમૃતભાઇ જયસ્વાલ.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં આવી હાઈપ્રોફાઈલ અનેક દારૂની પાર્ટીઓ ફાર્મ હાઉસિસમાં યોજાતી રહે છે. આ પહેલા વડોદરા પોલીસે અમ્પાડ સ્થિત અખંડ ફાર્મહાઉસમાં ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીના એન્ગેજમેન્ટમાં દારૂ-બીયરની મહેફિલ પર પોલીસે દરોડો પાડી 136 મહિલા સહિત કુલ 273 માલેતુજારોને ઝડપી પાડ્યા હતાં. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news