close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

વાઘોડિયા

વડોદરાના ફાર્મહાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે પાડી રેડ, 35 નબીરા પકડાયા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેરઠેર દારૂની મહેફિલો યોજાતી રહે છે. પોલીસના નાક નીચે કાયદાનો છડેચોક ભંગ થઈ રહ્યો છે. ત્યારે વડોદરાના વાઘોડિયાના જરોદ પાસે મોડી રાતે દારૂની મહેફિલ ઝડપાઈ છે. જરોદ પાસેના જયદીપ ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં દારૂની છોળો ઉડાડતા 35 જેટલા નબીરા પકડાયા છે. વાઘોડિયા પોલીસે બાતમીને આધારે મહેફિલમાં રંગમા ભંગ પાડ્યો હતો. જેમાં 7 ફોર વ્હીલર, 4 મોટર સાઈકલ મળી કુલ 25. 47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાઘોડિયા પોલીસે રેડ પાડીને મહેફિલ શા માટે અને કોને રાખી હતી તે દિશામા તપાસ શરૂ કરી હતી. જેમાં માલૂમ પડ્યું કે, જયદીપ ફાર્મહાઉસ રજનીકાંત જયસ્વાલ નામના શખ્સનું છે. 

Sep 22, 2019, 01:21 PM IST

વાઘોડિયા : અલટો કાર સાથે નદીમાં તણાઈ ગયેલ ચાલકનો મૃતદેહ 48 કલાક બાદ મળ્યો

27 ઓગસ્ટના રોજ વડોદરાના વાઘોડિયા તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. જેને કારણે દેવ નદીમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ હતી. દેવ નદીમાં એક અલટો કાર તણાઈ ગઈ હતી, જેમાં કારનો ચાલક પણ નદીના પ્રવાહમાં તણાયો હતો. ત્યારે છેક 48 કલાક બાદ આ યુવકનો મૃતદેહ નદીમાં મળી આવ્યો હતો. 

Aug 29, 2019, 03:04 PM IST

વાઘોડિયા : કોઈ મદદ પહોંચે તે પહેલાં જ અલ્ટો કાર દેવ નદીમાં તણાઈ, ચાલકની શોધ શરૂ

વડોદરા શહેર તથા જિલ્લામાં ગઈકાલથી સતત વરસાદ વરસી રહ્યો છે. આવામાં વાઘોડિયા તાલુકમાં એક અલટો કાર કોઝવે પરથી પસાર થતા સમયે દેવ નદીના પાણીમાં તણાઈ ગઈ છે. કોઈ મદદ મળે તે પહેલા કાર સાથે ચાલક પણ નદીમાં તણાયો છે. 

Aug 27, 2019, 03:10 PM IST

વડોદરા પાસે 31 હેક્ટર જમીનમાં બનશે દેશની ‘પ્રથમ રેલવે યુનિવર્સિટી’: નીતિન પટેલ

ગુજરાત રાજ્યમાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી બનાવાની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. જેને અનુલક્ષીને વઘોડિયાના પીપળીયા ગામ પાસે 31 હેક્ટર જમીન બજાર કરતા અડધા ભાવે જમીન આપવામાં આવશે. આ રેલવે યુનિવર્સિટીથી આવનારા સમયમાં રાજ્યના લોકોને ફાયદો થશે. 

Aug 21, 2019, 05:26 PM IST
Panchmahal: Water Level in Dev Dam Rises PT2M23S

પંચમહાલ: પાણીની આવક થતા દેવ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા

પંચમહાલના દેવ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા, હાલોલના 7 ગામો, વાઘોડિયાના 19 ગામોને કરાયા એલર્ટ. ડભોઈના 7 ગામોને કરાયા એલર્ટ. હાલમાં ડેમનું લેવલ 88.20 મીટર. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે 253.52 ક્યુસેક પાણીની થઇ આવક.

Aug 4, 2019, 05:50 PM IST

ધારાસભ્યએ મતદારોને આપી ધમકી, કહ્યું- ‘ભાજપને મત નહી તો ઠેકાણે લગાવી દઈશ’

વડોદરામાં યોજાયેલ ભાજપની જાહેર સભા દરમિયાન વાઘોડીયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો મતદારોને ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Apr 6, 2019, 05:07 PM IST
Viral video of Madhu srivastav PT4M33S

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વીડિયો થયો વાઇરલ

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વીડિયો થયો વાઇરલ, મતદાતાઓને સાથે ધમકીભરી ભાષામાં કરી વાત

Apr 6, 2019, 04:40 PM IST

વડોદરા: વાઘોડિયા રોડ પરના અમોદર પાસે હીટ એન્ડ રનની ઘટના, ભાઇ બહેનનું મોત

શહેર નજીક આવેલા વાઘોડીયા તાલુકાના આમોદર ગામ પાસે મોપેડ પર જઇ રહેલા ભાઇ બહેનનો કાળ બનીને આવેલી સફેદ રંગની કારે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મોપેડ પર સવાર ભાઇ બહેનનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. બનાવને પગલે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Mar 4, 2019, 11:29 PM IST

વાઘોડિયાના MLAનું મોટું નિવેદન, સ્યુસાઈડ બોમ્બર બની પાકિસ્તાન જવા માંગું છું

 પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોનો બદલે દેશની વાયુસેનાએ બખૂબી લીધો છે, પરંતુ આ ઘટનાએ દેશભરમાં દેશભક્તિની ભાવના ફરીથી પેદા કરી છે. એક તરફ લોકોને દેશપ્રેમ જાગ્યો છે, તો બીજી તરફ લોકોને પાકિસ્તાન પ્રત્યે નફરતના ભાવના પેદા થઈ રહી છે. દેશભરમાં લોકો એક જ રાગ આલાપી રહ્યા છે કે, નફ્ફટ પાકિસ્તાન પર હુમલો કરવો. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે દેશદાઝ બતાવતા કહ્યું કે, હું આત્મઘાતી બની પાકિસ્તાન જઈ સુસાઇડ બોમ્બર બની બદલો લેવા માંગુ છું. 

Mar 2, 2019, 02:10 PM IST

આબરૂ ગુમાવવાના ડરથી મહિલા સરપંચના પતિએ ઝેરી દવા ગટગટાવી આણ્યો અંત

મહિલા સરપંચના પતિ બળવંતભાઈ રોહિત પોતાના સમાજમાં અને ગામમાં છેલ્લા ૨૦ વર્ષમાં કમાયેલી ઈજ્જત ના ડરે ગામના ખેતરમાં ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવતા ગામમાં અશાંતિ ભર્યો માહોલ સર્જાયો હતો. 

Aug 28, 2018, 10:52 AM IST