ભાવનગર: વલ્લભીપુરના રતનપર ગામે કેરી નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના 5ના મોત

વલ્લભીપુર તાલુકાના રતનપર ગામે નદીમાં નાહવા પડેલા 5 લોકોના પાણીમાં ડૂબી જવાને કરાણે મોત થયા છે. જૂના રતનપર ગામના દેવીપૂજક સમાજના ખેત મજૂરો કામ કરીને કેરી નદીમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન એક વ્યક્તિ ખાડામાં ગરકાવ થઇ જતા તેને બચવા જતા અન્ય ચાર લોકોના પણ મોત થયા હતા. એક જ પરિવારના એક આધેડ, બે યુવતીઓ, એક યુવક અને એક 13 વર્ષનું બાળક સહિત 5ના મોત થયા છે. 

ભાવનગર: વલ્લભીપુરના રતનપર ગામે કેરી નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના 5ના મોત

વિપુલ બારડ/ભાવનગર: વલ્લભીપુર તાલુકાના રતનપર ગામે નદીમાં નાહવા પડેલા 5 લોકોના પાણીમાં ડૂબી જવાને કરાણે મોત થયા છે. જૂના રતનપર ગામના દેવીપૂજક સમાજના ખેત મજૂરો કામ કરીને કેરી નદીમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન એક વ્યક્તિ ખાડામાં ગરકાવ થઇ જતા તેને બચવા જતા અન્ય ચાર લોકોના પણ મોત થયા હતા. એક જ પરિવારના એક આધેડ, બે યુવતીઓ, એક યુવક અને એક 13 વર્ષનું બાળક સહિત 5ના મોત થયા છે. 

રતનપર ગામની કેરી નદીમાં નાહવા પડેલા 10 વ્યક્તિ ડૂબી ગયા હતા. જેમાંથી એક જ પરિવારના 5 લોકોનાં મોત થયા છે. જ્યારે 5 લોકોને સ્થાનિક તરવૈયાની મદદથી બચાવી લેવામાં આવ્યા છે. રતનપર ગામનાં દેવીપૂજક સમાજના ખેત મજૂરો બપોરે ભોજન લીધા બાદ ચાડા ગામેથી પસાર થતી કેરી નદીના ખાડામાં ભરાયેલા ખાડામાં નાહવા પડ્યા હતા.

પિતાનો આરોપ, ઢોંગી ઢબુડી માતાને કારણે મારા કેન્સરગ્રસ્ત દીકરાનું મોત થયું
 
એક જ પરિવારના નાહવા પડેલા 10 સભ્યો પાણીમાં ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયાઓની મદદથી 5ને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે પાંચ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં 3 પુરૂષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે. હાલ પાંચેયના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

મૃતકોના નામ 
1 ગીધભાઈ લીંબાભાઈ સોલંકી, ઉંમર 55 વર્ષ
2 ગોપાલ ગીધભાઈ સોલંકી, ઉંમર 17 વર્ષ
3 મહેશ મેહુલભાઈ સોલંકી, ઉંમર 17 વર્ષ
4 નિશા મેહુલભાઈ સોલંકી, ઉંમર 13 વર્ષ
5 ભાવના ગોરધનભાઇ સોલંકી, ઉંમર 17 વર્ષ

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news