કોંગ્રેસ દ્વારા પાટીલ સામે ગુનો નોંધવા અભિયાન, રાજકોટ અને કચ્છમાં અરજી દાખલ
ભાજપ કાર્યાલય ખાતેથી રેમડેસિવિર ઇન્જેક્શનનાં વિતરણનો વિવાદ વધુ વકર્યો છે. આજે રાજકોટના કોંગ્રેસી કોર્પોરેટર અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ, ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ પટેલ, હર્ષ સંઘવી, નવસારી ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને સુરત ભાજપના પ્રમુખ નિરંજન જાંજમેરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે થોરાળા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તો બીજી તરફ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રી બા વાઘેલાએ ગાંધીગ્રામ પોલીસને પણ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી હતી.
Trending Photos
સુરત : ભાજપ કાર્યાલય ખાતેથી રેમડેસિવિર ઇન્જેક્શનનાં વિતરણનો વિવાદ વધુ વકર્યો છે. આજે રાજકોટના કોંગ્રેસી કોર્પોરેટર અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ, ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ પટેલ, હર્ષ સંઘવી, નવસારી ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને સુરત ભાજપના પ્રમુખ નિરંજન જાંજમેરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે થોરાળા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તો બીજી તરફ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રી બા વાઘેલાએ ગાંધીગ્રામ પોલીસને પણ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી હતી.
કોંગ્રેસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું કે, કોવિડ 19 કોરોના મહામારીમાં ફ્લુ અને ન્યૂમોનિયા જેવા લક્ષણો ધરાવતા રોગીઓની સારવાર માટે અને વાયરસ નાબુદ કરવા માટે આ ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે. આ ભયંકર રોગ પર નિયંત્રણ લાવવા માટે વપરાતું ડ્રગ રેમડેસિવિર ઇન્જેક્શન ખુબ જ કારગર છે. જેની અછત સમગ્ર દેશમાં છે. તેવામાં કોઇ પણ પ્રકારનાં લાયસન્સ વગર આ ઇન્જેક્શન ભાજપ પક્ષ પ્રમુખ પાસેથી ક્યાંથી આવ્યા. આ દવા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ અનુસાર શેડ્યુલ H માં સમાવિષ્ટ છે.
આ દવાનું ઉત્પાદન, જથ્થાની પ્રાપ્તી, સંગ્રહ અને વિતરણ માટે સક્ષમ અધિકારીએ ઠરાવેલી શરતો અનુસાર પરવાનો હોય તો જ વેચાણ કરી શકે તેવી દવા જોગવાઇ છે. આ વેચાણ ભાજપ પ્રમુખે કઇ રીતે કર્યું. તેનાથી મોટો સવાલ છે કે તેઓ આ જથ્થો લાવ્યા ક્યાંથી. આવામાં ખુબ જ જરૂરી છે કે, આ અંગે ફરિયાદ દાખલ થાય અને તે અંગે તપાસ પણ કરવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે