ભૂતનાથ થી ભવનાથ: સંતો મહંતો તેમજ અગ્રણીઓ દ્વારા શિવરાત્રીની તૈયારી

જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીમાં યોજાનાર ગિરનાર શિવરાત્રી કુંભમેળા 2019 તરીકે ઉજવવામાં આવશે.મેળામાં ભવનાથમાં આવતા લાખો યાત્રિકો માટે વિશેષ સુવિધા અને સંતોના આગમન સાથે ગરિમાપૂર્ણ રીતે મેળાનું આયોજન કરવા માટે અને થયેલી તૈયારીઓને અંતિમ દિશાનિર્દેશ માટે આજે પ્રવાસન અને વન વિભાગના મંત્રી શ્રી ગણપત વસાવા ,યાત્રાધામ વિભાગના રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવેએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સંતો-મહંતો સ્થાનિક પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

ભૂતનાથ થી ભવનાથ: સંતો મહંતો તેમજ અગ્રણીઓ દ્વારા શિવરાત્રીની તૈયારી

હનીફ ખોખર/જૂનાગઢ: જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીમાં યોજાનાર ગિરનાર શિવરાત્રી કુંભમેળા 2019 તરીકે ઉજવવામાં આવશે.મેળામાં ભવનાથમાં આવતા લાખો યાત્રિકો માટે વિશેષ સુવિધા અને સંતોના આગમન સાથે ગરિમાપૂર્ણ રીતે મેળાનું આયોજન કરવા માટે અને થયેલી તૈયારીઓને અંતિમ દિશાનિર્દેશ માટે આજે પ્રવાસન અને વન વિભાગના મંત્રી શ્રી ગણપત વસાવા ,યાત્રાધામ વિભાગના રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવેએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સંતો-મહંતો સ્થાનિક પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં મહાશિવરાત્રીના મેળામાં તારીખ 26ફેબ્રુઆરીથી તારીખ 4 માર્ચ સુધી યોજાનારા યોજાનારા વિશિષ્ટ અને ગરિમાપૂર્ણ તેમજ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી હતી. મહાશિવરાત્રીનો મેળો તારીખ 27 માર્ચ સવારે 9 કલાકે ધ્વજારોહણ સાથે શરૂ થશે. પરંતુએ પૂર્વે તારીખ 26 ફેબ્રુઆરીના રોજ ૩-૦૦ કલાકેથી જુનાગઢના રાજમાર્ગો પર સંત નગર યાત્રા શરૂ થશે. ભૂતનાથ થી ભવનાથ સુધીની આ યાત્રામાં સંતો મહંતો તેમજ અગ્રણીઓ આ ઉપરાંત ઋષિકુમારો અને સેવાભાવી નાગરિકો અને યાત્રાળુઓ જોડાશે.ભવનાથમાં ટેન્ટ સિટી પણ બનાવવામાં આવશે અને દેશભરના સંતો મહંતોનું સ્વાગત કરવામાં આવશે.

પોલીસ હેરાન કરવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ આવશે : અલ્પેશ કથીરિયા

તારીખ 27 ફેબ્રુઆરીના રોજ ધ્વજારોહણ બાદ ભારતી આશ્રમ ખાતે 51 લાખ રૂદ્રાક્ષના શિવલિંગના દર્શનનો પ્રારંભ થશે આ ઉપરાંત ભવનાથમાં આવેલા ભવનાથ તરીકે નામ કરણ કરાશે. મેળા દરમિયાન રોજ સાંજે ગિરનાર અને શિવરાત્રિના મેળાના મહત્વને રજૂ કરતો આકર્ષક લેસર શો પ્રદર્શિત કરાશે. તારીખ 1-2-૩ માર્ચના રોજ બપોરે ૩ થી 7 ધર્મ સભા તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ સ્થાનિક કલાકારો દ્વારા અને બીજા દિવસે રાજ્યકક્ષાના કલાકારો તેમજ ત્રીજા દિવસે રાષ્ટ્રીય કક્ષાના કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવશે ગાયક કલાકાર શ્રી કૈલાશ ખેરના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

લોકસભા ચૂંટણી 2019: અમિત શાહ આવશે ગુજરાત, ચૂંટણીનો કરશે શંખનાદ

પ્રથમ વખત ભવનાથમાં અને જૂનાગઢના માર્ગો પર ડમરુ યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તા.૪ માર્ચના રોજ ભવ્ય રીતે રવેડી નીકળશે જેમાં હાથી, ઘોડા તેમજ ધર્મ ધ્વજાઓ, પુષ્પવર્ષા, બેન્ડવાજા ,અખાડાના સંતો સાથે શાહી સ્નાનનો કાર્યક્રમ થશે અને આ સમગ્ર કાર્યક્રમ- યાત્રા લાખો યાત્રિકો શાંતિપૂર્ણ રીતે જોઈ શકે અને તેના દર્શન કરી શકે તે માટે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી આયોજન કરાશે અને પ્રકૃતિ ધામ ખાતે મુખ્ય કાર્યક્રમો યોજવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news