પાલનપુર-ડીસા હાઈ-વે પર વેપારી પાસેથી 6 કરોડની લૂંટ, પણ પોલીસ હદ નક્કી કરવામાં ગુંચવાઈ

પાલનપુરના ચંડીસર પાસે અંદાજિત 6 કરોડના સોના ચાંદી અને હીરાની લૂંટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અંદાજે આઠ કિલો સોનુ, હીરા તેમજ ચાંદીની લૂંટ કરાઈ છે.

પાલનપુર-ડીસા હાઈ-વે પર વેપારી પાસેથી 6 કરોડની લૂંટ, પણ પોલીસ હદ નક્કી કરવામાં ગુંચવાઈ

અલકેશ રાવ/બનાસકાંઠા: પાલનપુરના ચડોતર નજીક કરોડોની લૂંટનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદની ઋષભ જ્વેલર્સના સોના ચાંદીના દાગીના લઇ ડીસાથી પાલનપુર તરફ આવી રહેલા ઋષભ જ્વેલર્સના 3 કર્મચારીઓની ગાડીને આંતરિ તેમની કારમા જ બેસી 4-5 લૂંટારાઓએ તેમને અલગ અલગ જગ્યાએ ફેરવી તેમની કારમાંથી કરોડો રૂપિયાના સોના ચાંદી સહીત દાગીના લઇ રફુચક્કર થઇ જતા હડકમ મચ્યો છે. 

પાલનપુરના ચંડીસર પાસે અંદાજિત 6 કરોડના સોના ચાંદી અને હીરાની લૂંટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અંદાજે આઠ કિલો સોનુ, હીરા તેમજ ચાંદીની લૂંટ કરાઈ છે. ગાડી આંતરી વેપારીનું અપરણ કરી વેપારીને ડીસાના સમૌ ગામ પાસે ફેંકી લૂંટારૃઓ ફરાર થયાં હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત બનાસકાંઠા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. પોલીસે વેપારીની પૂછપરછ હાથ ધરી છે. પરંતુ લૂંટારોઓને શોધવાની જગ્યાએ પોલીસ લૂંટની હદ નક્કી કરવામા ગૂંચવાઇ! લૂંટ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં હદમાં થઈ કે ગઢ પોલીસ સ્ટેશનમાં થઈ તેને લઈને પોલીસ ગૂંચવાઈ !

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા બનાસકાંઠા એલસીબી સહિત પોલીસ દોડતી થઈ અને અલગ અલગ ટીમો બનાવી ઠેર ઠેર નાકાબંધી કરી લૂંટારાઓને ઝડપી પાડવા પોલીસએ ચક્રોગતીમાન કર્યા છે. જોકે આ સમગ્ર ઘટનામાં લૂંટાયેલા સોના ચાંદીના દાગીના અમદાવાદના સીજી રોડ પર આવેલી ઋષભ જ્વેલર્સના હોવાનું સામે આવતા રૂષભ જ્વેલર્સના સંચાલકો પણ દોડતા થયા છે.

પોલીસે અત્યારે તો સોના ચાંદીના દાગીના લઈ ડીસા થી નીકળેલા રૂષભ જ્વેલર્સના ત્રણે કર્મીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. જોકે પોલીસ તપાસ બાદ જ આ લૂંટ કોને અને કેવી રીતે કરી તે સામે આવશે અથવા તો ખુદ કર્મચારીઓ જ આ લૂંટમાં સામેલ છે કે કેમ તે પણ બહાર આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news