ભઈ!! આવા લોકોથી સાવધાન: આ રીતે તમારા અશ્લિલ વીડિયો બનાવી પોર્ન સાઈટ પર પીરસી દેશે, 6ની ધરપકડ

દ્વારકા જિલ્લા સાઇબર સેલ દ્વારા આંતર રાજ્ય સાયબર ક્રાઇમ આચરતા 6 જેટલા આરોપીઓને પકડી પાડયા છે. છેલ્લા કેટલાક સમયથી ન્યૂડ વિડિઓ બનાવી લોકોને બ્લેકમેલ કરવામાં આવતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા સાઇબર સેલ દ્વારા સમગ્ર ષડયંત્રને પકડી પાડવા અલગ અલગ ટીમ બનાવી હતી.

ભઈ!! આવા લોકોથી સાવધાન: આ રીતે તમારા અશ્લિલ વીડિયો બનાવી પોર્ન સાઈટ પર પીરસી દેશે, 6ની ધરપકડ

ઝી બ્યુરો/દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લો પ્રવસન જિલ્લો છે અને યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે લાખો યાત્રિકો આવતા હોય છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી ખોટી વેબસાઈટ બનાવી રૂપિયા પડાવતા હોવાની ફરિયાદો થઈ હતી અને છેલ્લા કેટલાક સમયથી ન્યૂડ વિડિઓ બનાવી લોકોને બ્લેકમેલ કરવામાં આવતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા સાઇબર સેલ દ્વારા સમગ્ર ષડયંત્રને પકડી પાડવા અલગ અલગ ટીમ બનાવી હતી.

સાઇબર સેલ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરતાં વડોદરા ખાતેથી ખોટા સીમકાર્ડ બનાવતા હોવાનું સામે આવ્યું અને રાજસ્થાનથી એક ટીમ કામ કરતી હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે દ્વારકા જિલ્લા સાઇબર સેલની તપાસની ટીમ રાજસ્થાન પહોંચી હતી અને ત્યારબાદ આરોપીઓની અટકાયત શરૂ કરી હતી. આરોપીઓની અટકાયત થતા પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 

પોલીસે રાજસ્થાન અને ગુજરાત માંથી 6 જેટલા લોકોની અટકાયત કરી હતી અને 10 જેટલા ગુન્હાના માસ્ટરમાઇન્ડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં 100 જેટલી વેબસાઈટ મારફતે 20 લાખ થી વધુ ની રકમ ની છેતરપીંડી કરી હોવાનું ખુલ્યું જ્યારે 600 જેટલા ડુપ્લીકેટ સીમકાર્ડ વડોદરા ખાતેથી વેચાણ થયું હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે મેવાતી ગેંગનો અંતરરાજ્ય ગેંગના હસન શેખ, અલ્તાફ શેખ, આરીફ બેગ મીરજા, ગોપાલ ગુર્જર, દલવીર સિંઘ બેનિવલ અને અઝરૂ મેવાને પકડી પાડી વધુ તપાસ શરૂ કરી છે.

આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, ચેકબુક, સ્વાઈપ મશીન, સીમકાર્ડ અને ATM કાર્ડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે અને હાલ દ્વારકા જિલ્લા સાઇબર સેલ તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. સાથે જ દ્વારકા જિલ્લા ASP રાઘવ જૈન એ સીમકાર્ડ ખરીદતી વખતે બાયોમેટ્રિક આપવામાં ધ્યાન રાખવું અને વિશ્વસનીય દુકાનો પરથી સીમકાર્ડ ખરીદવાની અપીલ કરી સાથે જ બનાવતી વેબસાઈટ મારફતે જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદો થઈ છે. તે મુજબ 20 લાખથી વધુ ની રકમ ની છેતરપીંડી આચરી હોઈ ત્યારે આ મામલે છેતરપીંડી થઈ હોય તેવી વિગતો લોકો પણ પોલીસને આપે અને ન્યૂડ વિડિઓ કોલ ખોટા બનાવીને લોકોને હેરાન પરેશાન કરતા હોય તો તેઓ પણ પોલીસ ની મદદ માટે પહોંચે તેવી અપીલ પણ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news