લોકડાઉન: દાદાએ ઘરમાં જ પુરી કરી 21 કિલોમીટરની દોડ, યુવાનને પણ શરમાવે તેવી છે ફિટનેસ
ભાગ્યે કોઇ ને માનવામાં આવે કે લોકડાઉનના સમયમાં મેરોથન એ પણ એકવીસ કિલોમીટરની હા આ વાત એકદમ સાચી છે, ઘરમાં રહીને પણ એકવીસ કિલોમીટરની દોડ પૂરી કરનાર મહેન્દ્રભાઇ સેઠ સીતેર વર્ષની ઉમરે પણ એક યુવાને શરમાવે તેવી ફીટનેસ ધરાવે છે.
Trending Photos
લાલજી પાનસુરીયા, આણંદ: ભાગ્યે કોઇ ને માનવામાં આવે કે લોકડાઉનના સમયમાં મેરોથન એ પણ એકવીસ કિલોમીટરની હા આ વાત એકદમ સાચી છે, ઘરમાં રહીને પણ એકવીસ કિલોમીટરની દોડ પૂરી કરનાર મહેન્દ્રભાઇ સેઠ સીતેર વર્ષની ઉમરે પણ એક યુવાને શરમાવે તેવી ફીટનેસ ધરાવે છે.
આણંદના મહેદ્રભાઇ સેઠ આમ તો છેલ્લા 10 વર્ષથી જુદી જુદી મેરોથન માં ભાગ લઇ રહ્યા છે. તેમાં એક કિલોમીટરથી 100 કિલોમીટર સુધીની દોડ પૂરી કરી ઘણા મેડલ મેળવી ચુક્યા છે. પણ આ લોકડાઉનના સમયે ઓનલાઇન અને ઘરમાં જ દોડ પૂરી કરવાની ચેલેંજ અધરી હોવા છતાં પણ તેવો એ પૂરી કરી લોકોને એક સંદેશ પણ આપ્યો છે કે કોરાના કાળમાં ઘરે બેસીને પણ સારી પ્રવૃતિ કરી શકાય છે.
સમાન્ય રીતે આ ઉમરે પતિ પત્ની એકલા ઘરમાં હોય ત્યારે ખુબ તકલીફ પડતી હોય છે ત્યારે આ બન્ને નાના એવા ધરમાં જેની બેડરૂમથી ડ્રોઇંગ રૂમની લંબાઇ માત્ર પચીસ ફુટ હોય ત્યારે તેમા બે કલાકની દોડ એકસાથે કરવી અધરી હોવા છતાં પૂરી કરી સર્ટીફેકેટ મેળવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે