રૂંવાટા ઉભા કરી દે તેવી છે ગુજરાતની દીકરીઓના દલાલોની કરતુતો! મહિલા તસ્કરી કેસમાં મોટો ખુલાસો
અમદાવાદમાં મહિલા તસ્કરીના કેસમાં પાલનપુરના એક શખ્સનું ખુલ્યું નામ, આરોપી ચેહરે 8 છોકરીઓને વેચી હોવાનો ખુલાસો. રેકેટમાં આરોપી અશોકનો પરિવાર પણ હતો સામેલ
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: કણભામાં હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કમાં સૌથી મોટો ખુલાસો થયો છે. પકડાયેલા એક એજન્ટએ 8 સગીરાને વેચી હોવાનું સામે આવ્યું. તપાસમાં પોલીસે વધુ 2 એજન્ટની ધરપકડ કરી છે. અસારવામાંથી અપહરણ કરાયેલી સગીરાને સલામત છોડાવીને પોલીસે પરિવારને સોંપાઈ હતી. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ચાલતા માનવ તસ્કરીના નેટવર્કને લઈને પોલીસે તપાસ શરૂ કરી. જેમાં 8 કિશોરીઓને વેચી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે કોણ છે આ આરોપી?
કણભામાં 13 વર્ષની બાળકી ના અપહરણ કેસ ની શરૂ થયેલી તપાસ માનવ તસ્કરીના મા મસ્ત મોટા નેટવર્ક સુધી પહોંચ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે અસારવાની વધુ એક 14 વર્ષની દીકરીને છોડાવીને પરિવારને સોંપી..ટીવી સ્કિન પર જોવા મળતા આરોપીઓમાં અશોક પટેલ તેની પત્ની રેણુકા, રૂપલ, બે એજન્ટ અમરતજી ઠાકોર અને ચેહરસિંહ સોલંકી, માણસાના બોરુ ગામમાં આશરો આપનાર મોતી સેનમા તેમજ અશોકના સગીર દીકરીની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીએ અસારવા થી 14 વર્ષની દીકરીને અપહરણ કરીને ગેંગરેપ કર્યો અને સુરેન્દ્રનગર એક પરિવારને વેચીને લગ્ન કરાવ્યા હતા.
કણભાની સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસની તપાસ દરમિયાન આ સગીરાની માહિતી મળતા પોલીસે સુરેન્દ્રનગરથી બાળકી ને શોધીને પરિવારને સોંપી. જૂન 2022માં ગુમ થયેલી દીકરી એક વર્ષ બાદ પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ દીકરી એ એક વર્ષ માં જે યાતના સહન કરી તેની દહેશત હજુ પણ તેના મનમાં છે. આ માનવ તસ્કરી કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી.
માનવ તસ્કરી નો માસ્ટર માઈન્ડ અશોક પટેલ અને ચહેરસિંહ સોલંકી છે. ચહેરસિંહ પાલનપુરનો રહેવાસી છે. આરોપી અશોક અને તેની પત્ની રેણુકા સગીરાનું અપહરણ કરતા હતા અને ત્યાર બાદ અવાવરું સ્થળે લઈ જઈને જાતીય શોષણ કરીને માનસિક તોડીને દબાણપૂર્વક વેચી દેતા હતા. જે આરોપી અશોક સગીરાઓને ચહેરસિંહ વેચી દેતો હતો. જે બાદ સગીરાઓને વેચવા માટે લગ્ન વાચ્છુક યુવકો કે પત્ની મોત બાદ યુવતીને ખરીદી કરનાર શખ્સોને શોધીને તેને લગ્નના નામે પૈસા લઈને વેચી દેતા હતા. જેમાં મોટા ભાગની સગીરાને રાજસ્થાનમાં વેચી હોવાનું સામે આવ્યું છે.
અસારવાની સગીરાને પણ અશોક અને રેણુકા એ ચાંદીની પાયલ આપવાના બહાને રીક્ષામાં અપહરણ કર્યું હતું. આજથી એક વર્ષ પહેલા અને લઈ જઈને અશોક, તેના 2 પુત્ર અને અન્ય 3 શખ્સોએ ગેંગરેપ કર્યો હતો. આ માનવ તસ્કરીનું નેટવર્ક 2017 થી ચાલતું હોવાનું તપાસમાં ખુલ્યું છે. અશોક મોજશોખ માટે કુટણખાના જતો હતો. ત્યારે તેને સગીરાનું અપહરણ કરીને દેહવેપારનો ધંધો શરૂ કરવાનો વિચાર આવ્યો. અને સગીરાનું અપહરણ કરીને દેહવેપાર કરાવી ને વેચી દેતા હતા. આ ટોળકી માં રહેલા મુખ્ય આરોપી ચહેરસિંહ સોલંકી વધુ 8 સગીરાઓને વેચી દીધી હોવાનું તપાસમાં ખુલતા પોલીસે સગીરાની શોધખોળ શરૂ કરી છે.
માનવ તસ્કરીના નેટવર્કમાં ચહેરસિંહ સાથે વધુ એક દંપતીનું નામ ખુલ્યું છે. આ દંપતી પણ સગીરાનું અપહરણ કરીને ચહેરસિંહને આપતા હતા. 50 હજારથી 3 લાખમાં સગીરાના લગ્ન કરાવીને વેચી દેતા હતા. આ ઉપરાંત આ ટોળકી અન્ય યુવતીઓને ગેંગમાં સામેલ કરીને લૂંટરી દુલ્હનનું પણ નેટવર્ક ચાલતી હતી. યુવતીના પરિવાર ના સભ્યો બનીને ખોટા દસ્તાવેજ બનાવીને પૈસા લઈને યુવકો સાથે લગ્ન કરાવતા હતા અને યુવતી ઘરમાંથી દાગીના અને રોકડ ચોરી કરીને ફરાર થઇ જતી હતી. આ ગેંગ સાથે અન્ય આરોપીઓના નામ ખુલતા ગ્રામ્ય પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે