અહો વૈચિત્રમ! તાપણામાં બેસવા જેવી સામાન્ય બાબતે એક યુવકની હત્યાથી ચકચાર

શિયાળાની ઠંડીમાં ગરમી આપતી તાપણી એક યુવકની હત્યાનું કારણ બની છે. એક યુવક દ્વારા પોતાના જ મિત્ર દ્વારા પોતાના જ મિત્રની હત્યા કરવામાં આવી હતી. સમાજમાં મિત્રના સંબધોમાં ડાઘ લગાવનાર કીસ્સો આંણદમાં સામે આવ્યો છે. શહેરના જીટોડીયા રોડ પર આવેલી જીઆઇડીસી વિસ્તારમાં તારીખ 3 જાન્યુઆરીના રોજ રાત્રિના અરસામાં શિયાળાની ઠંડીથી બચવા માટે કેટલાક મિત્રો તાપણી સળગાવીને બેઠા હતા. આ દરમિયાન જ મિત્રો માનો એક એટલે ૨૨ વર્ષીય પ્રકાશ વસાવાને તાપણી કરતા સમયે તેના જ મિત્રોએ તાપણી માટે કચરો લાવવા કહ્યું હતું. આ બાબતને લઈને પ્રકાશ અને તેના બીજા ચાર મિત્રો વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમિયાન પ્રકાશના ઉશ્કેરાયેલા ત્રણ મિત્રોએ તેને પકડી લીધો હતો અને બાકીના એક મિત્રે પ્રકાશનું ગળું દબાવી દેતા તેનું મોત નિપજ્યું હતું. 
અહો વૈચિત્રમ! તાપણામાં બેસવા જેવી સામાન્ય બાબતે એક યુવકની હત્યાથી ચકચાર

જપ્તવ્ય યાજ્ઞિક/ આંણદ : શિયાળાની ઠંડીમાં ગરમી આપતી તાપણી એક યુવકની હત્યાનું કારણ બની છે. એક યુવક દ્વારા પોતાના જ મિત્ર દ્વારા પોતાના જ મિત્રની હત્યા કરવામાં આવી હતી. સમાજમાં મિત્રના સંબધોમાં ડાઘ લગાવનાર કીસ્સો આંણદમાં સામે આવ્યો છે. શહેરના જીટોડીયા રોડ પર આવેલી જીઆઇડીસી વિસ્તારમાં તારીખ 3 જાન્યુઆરીના રોજ રાત્રિના અરસામાં શિયાળાની ઠંડીથી બચવા માટે કેટલાક મિત્રો તાપણી સળગાવીને બેઠા હતા. આ દરમિયાન જ મિત્રો માનો એક એટલે ૨૨ વર્ષીય પ્રકાશ વસાવાને તાપણી કરતા સમયે તેના જ મિત્રોએ તાપણી માટે કચરો લાવવા કહ્યું હતું. આ બાબતને લઈને પ્રકાશ અને તેના બીજા ચાર મિત્રો વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમિયાન પ્રકાશના ઉશ્કેરાયેલા ત્રણ મિત્રોએ તેને પકડી લીધો હતો અને બાકીના એક મિત્રે પ્રકાશનું ગળું દબાવી દેતા તેનું મોત નિપજ્યું હતું. 

શહેરની એકતાનગર ઝુંપડપટ્ટીમાં રહેતો પ્રકાશ વસાવા સામે આવેલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી કૈલાશ સ્ટીલ ફેક્ટરીમાં ડબ્બા ડબ્બા બનાવવાની નોકરી કરતો હતો. ગઈકાલે રાત્રીના સુમારે ઘરેથી જમીને બહાર નીકળ્યો હતો.  ઔદ્યોગિક વસાહતના ગેટ નંબર ૪ તરફ આવેલા ભારત ગેસના ગોડાઉન નજીક તાપણું કરીને ફેક્ટરીમાં સાથે કામ કરતા મિત્રો અજય માનસિંગ પરમાર, અવિનાશ વિરસંગ બારીયા, કૃણાલ વજેસીંગ સોઢા પરમાર અને અવિનાશ દિપક મહેન્દ્રભાઈ ચૌહાણ સાથે તાપતો હતો. દરમ્યાન પ્રકાશે દિપકને જણાવ્યું હતુ કે, તુ તાપણું કરવા માટે કચરો લઈ આવ, રોજ મફતમાં તાપે છે. જેથી દિપકે કહ્યું હતુ કે, હું થોડીવાર પછી લઈ આવું છુ. આ વાતને લઈને દિપક અને પ્રકાશ વચ્ચે બોલાચાલી થઈ હતી. 

ચાર મિત્રો વચ્ચે તાપણા કરવા જેવી નજીવી બાબતે મિત્રોએ ઝઘડો નહીં કરવા જણાવતાં પ્રકાશ ગમે તેવી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી અજય, અવિનાશ અને કૃણાલે પ્રકાશને પકડી લઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જે દરમિયાન દિપકે પ્રકાશનું ગળુ દબાવી દેતાં તે બેભાન જેવો થઈ ગયો હતો અને નીચે પડી ગયો હતો. જેથી ચારેય જણાએ તેને ઉંચકીને ફેક્ટરીની રૂમમાં લઈ જઈને સુવડાવી દીધો હતો. ત્યારબાદ આશીષ ઉર્ફે આશુ અને અવિનાશ પ્રકાશના ઘરે ગયા હતા. પ્રકાશને કશુંક થઈ ગયું છે અને બોલતો નથી તેમ કહ્યુ હતું. જેથી પ્રકાશનો નાનો ભાઈ મન્સુર અને તેની માતા લમીબેન ઔદ્યોગિક વસાહતમાં ગયા હતા. જ્યાંથી પ્રકાશને એક્ટીવા ઉપર બેસાડીને આણંદની સરકારી હોસ્પીટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે પ્રકાશને તપાસીને મૃત જાહેર કર્યો હતો.

પ્રકાશના અકાળે થયેલા મોતને લઈને પરિવારજનોને શંકા જતા જ સવારે ૮ કલાકે કૈલાશ સ્ટીલ ફેક્ટરીના સુપરવાઈઝર કિશનભાઈ ફેક્ટરીએ આવતાં જ મન્સુર, આશીષ બન્ને ફેક્ટરીએ ગયા હતા. સીસીટીવી કેમેરા જોતાં પ્રકાશને તેની સાથેના મિત્રો મારતા નજરે પડ્યા હતા. જેથી આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. મિત્રોના હાથે જ હત્યાનો ભોગ બનેલા પ્રકાશ વસાવાના ઉત્તરાયણ બાદ લગ્ન લેવાના હતા. જે અંગે પરિવારજનો દ્વારા તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી હતી. ૨૨ વર્ષનો પ્રકાશ ઔદ્યોગિક વસાહતમાં આવેલી કૈલાશ ટીન ફેક્ટરીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના અકાળે મોતને લઈને પરિવારજનોની હાલત કફોડી થઈ જવા પામી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news