દાનવીર ગુજરાતી! રામલલાને સુરતમાં બનેલો 11 કરોડનો સોનાનો મુગટ પહેરાવ્યો, આ રીતે કરાયો છે તૈયાર

અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજેલા રામલલ્લાને સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો છે. ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાની કંપનીમાં સોનુ, હીરા, નિલમ, વગેરે સાથે 6 કિલો વજનનો મુગટ બનાવડાવ્યો હતો. 

દાનવીર ગુજરાતી! રામલલાને સુરતમાં બનેલો 11 કરોડનો સોનાનો મુગટ પહેરાવ્યો, આ રીતે કરાયો છે તૈયાર

Surat News: અયોધ્યામાં બિરાજમાન ભગવાન રાજારામ ચંદ્રના મસ્તક પર સુરતમાં બનેલો મુગટ પહેરાવી દેવામાં આવ્યો છે. અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજેલા રામલલ્લાને સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો છે. ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાની કંપનીમાં સોનુ, હીરા, નિલમ, વગેરે સાથે 6 કિલો વજનનો મુગટ બનાવડાવ્યો હતો. 

રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલો સોના અને આભુષણોથી મઢેલો મુગટ અર્પણ કર્યો. કંપનીના સ્ટાફે મૂર્તિનું માપ લઇને સીધા સુરત આવ્યા અને એ પછી ભગવાન શ્રી રામલલ્લા માટે મુગુટ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. મુગટમાં સાડા ચાર કિલોગ્રામ સોનું વપરાયું છે. તદુપરાંત નાના મોટી સાઇઝના હીરા, માણેક, મોતી, પર્લ, નિલમ વગેરે રત્નો જડૅવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સુરતના ડાયમંડ કારોબારી મુકેશ પટેલના પરિવારે રામ લલ્લા માટે 11 કરોડના મુગટનું દાન કર્યું હતું. મુકેશ પટેલનો સમગ્ર પરિવાર આ મુગટના દાન માટે પરિવાર સહિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યો હતો. જ્યાં તેમણે પ્રભુ શ્રીરામના ચરણોમાં આ મુગટ અર્પણ કર્યો હતો. મુકેશ પટેલ સુરતના જાણીતા ડાયમંડ કારોબારી છે. તેઓ ગ્રીન લૈબ ડાયમંડ કંપની ધરાવે છે. પોતાની કંપનીમાં બેલ સોનું, ડાયમંડ ને નીલમ જડિત 6 કિલો સોનાના વજનવાળ ભગવાન રામલલ્લા માટે મુકુટ તેઓએ તૈયાર કરાવ્યો હતો. જેની કિંમત 11 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 

રામ મંદિર ટ્રસ્ટને અર્પણ કર્યો
આ મુકુટ ભેટ કરવા માટે મુકેશ પટેલ આખા પરિવાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યા પહોચ્યા હતા. તેના બાદ 22 જાન્યુઆરીના રોજ તેઓએ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને રામ લલ્લા માટે તૈયાર કરવામાં આવેલ સોના-હીરાના મુકુટને અર્પણ કર્યો. વિશ્વ હિન્દુ પરિષદના ખજાનજી દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, ગ્રીન લૈબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અધોધ્યાના નવનિર્મિત રામ મંદિર માટે કેટલાક આભૂષણ અર્પણ કરવાનું વિચાર્યુ હતું. જેથી તેઓએ પરિવાર સાથે ચર્ચા કરીને શ્રીરામ માટે સોના અને આભૂષણોથી જડિત મુકુટ અર્પણ કર્યો હતો.

આ રીતે તૈયાર કરાયો મુકુટ
ભગવાન રામલલ્લાની મૂર્તિના મુકુટનું માપ લેવા માટે કંપની દ્વારા બે કર્મચારી અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. કંપનીના કર્મચારી મૂર્તિનું માપ લઈને સુરત આવ્યા હતા. તેના બાદ મુકુટ બનાવવાનું કામ શરૂ કરાયુ હતું. 6 કિલો વજનના આ મુકુટમાં 4 કિલો સોનાનો વપરાશ થયો છે. આ ઉપરાતં નાના-મોટા ડાયમંડ, માણેક, મોતી અને નીલમના રત્ન જડાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news