મચ્છુએ ફરી મોરબીમાં મોટી તારાજી સર્જી! આ તાલુકાના એક-બે નહીં 30 ગામનો વાળ્યો સત્યનાશ!

મોરબી નજીકના મહાકાય મચ્છુ-2 ડેમમાંથી ગત મંગળવારે એક સાથે 32 જેટલા દરવાજા ખોલીને 2.70 લાખ ક્યુસેક કરતાં પણ વધારે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું અને તે પાણી માળીયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યું હતું.

 મચ્છુએ ફરી મોરબીમાં મોટી તારાજી સર્જી! આ તાલુકાના એક-બે નહીં 30 ગામનો વાળ્યો સત્યનાશ!

Morbi Heavy Rains: મોરબી જિલ્લાના માળીયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર મચ્છુના પાણીએ મોટા પ્રમાણમાં તારાજી સર્જી છે. જો વાત કરીએ તો માળિયા તાલુકાના એક બે નહીં પરંતુ 30 જેટલા ગામની તો તે ગામમાં પાણીની સપ્લાઈ માટેના પાણીના સંપમાં પણ મચ્છુના પાણી ફરી વળ્યા હતા. જેથી કરીને ત્યાંની મશીનરી પાણીમાં ડૂબી ગઈ હતી જેથી કરીને ગત મંગળવારથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સપ્લાય બંધ છે. ના છૂટકે લોકોએ નદી નાલાના પાણીનો પીવા તથા વાપરવા માટે ઉપયોગ કરવો પડે તેવી પરિસ્થિતિ છે.

મોરબી નજીકના મહાકાય મચ્છુ-2 ડેમમાંથી ગત મંગળવારે એક સાથે 32 જેટલા દરવાજા ખોલીને 2.70 લાખ ક્યુસેક કરતાં પણ વધારે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું અને તે પાણી માળીયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યું હતું. જેથી કરીને ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને માળીયા શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે બે થી લઈને 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. 

માળીયા નેશનલ હાઈવે રોડ નજીક ખીરઈ ગામ ગામ તરફ જવાના રસ્તા પાસે આવેલ પાણીના સંપમાં પણ અંદાજે ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. જેથી કરીને પાણી સપ્લાય માટે ઉપયોગમાં લેવામાં આવતી ઈલેક્ટ્રીક મોટર સહિતની તમામ મશીનરી પાણીમાં ડૂબી ગઈ હતી જેથી કરીને ગત મંગળવારથી ખાખરેચી આસપાસના બાર, ખીરાઈ પાસેના આઠ અને મોટા દહીસરા ગામ પાસેના 10 ગામ આમ કુલ મળીને 30 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સપ્લાય બંધ થઈ ગઈ છે. 

જેથી કરીને નાછૂટકે લોકોને નદી નાલાના પાણીનો પીવાના પાણી તરીકે તથા ઘર વપરાશના પાણી તરીકે ઉપયોગ કરવો પડે તેવી પરિસ્થિતિ છે. જેથી કરીને આ ગામના લોકોને પહેલા પીવાનું શુદ્ધ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે નહીં તો પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી પણ શક્યતાઓને નકારી શકાતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news