અમદાવાદમાં એક ફ્રી લાન્સ મહિલા પત્રકારે ડોક્ટર સામે નોંધાવી બળાત્કારની ફરિયાદ


અમદાવાદમાં  ફ્રી લાન્સ પત્રકાર તરીકે કામ કરતી એક મહિલાએ પૂર્વ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપી ડોક્ટર કનુ પટેલની ધરપકડ કરી છે. 

અમદાવાદમાં એક ફ્રી લાન્સ મહિલા પત્રકારે ડોક્ટર સામે નોંધાવી બળાત્કારની ફરિયાદ

ઉદય રંજન/અમદાવાદઃ અમદાવાદમાં ફ્રી લાન્સ મહિલા પત્રકારે એક ડોક્ટર સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાને સારવાર માટે બોલાવી બળાત્કાર કર્યા હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો છે. પોલીસે ડોક્ટરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં  ફ્રી લાન્સ પત્રકાર તરીકે કામ કરતી એક મહિલાએ પૂર્વ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપી ડોક્ટર કનુ પટેલની ધરપકડ કરી છે. મહિલાએ આરોપ મૂક્યો કે આરોપીએ મહિલાને સારવાર માટે અન્ય ડોક્ટર સાથે મુલાકાત કરાવવાનું કહી નરોડાની હોટેલમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. મહિલાના કહેવા પ્રમાણે ઘટના જૂન મહિનામાં બની છે.

મળતી માહિતી પ્રમાણે ફ્રી લાન્સ મહિલા પત્રકાર અને  ડોક્ટર  સોશિયલ મીડિયા મારફતે મુલાકાત થઈ હતી. ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. મહિલા છેલ્લા ઘણા સમયથી એકલતા જીવન ગુજારે છે. મહિલાને છેલ્લા 20 વર્ષથી માનસિક બીમારી હતી અને જેમાં ખર્ચો વધુ આવતો હતો. મહિલાના કહેવા પ્રમાણે ઓર્થોપેડિક  ડોક્ટર કનુ પટેલે તેના ડોક્ટર મિત્ર સાથે મુલાકાત કરાવી સારવાર કરાવી આપવાની વાત કરી હોટેલમાં બોલાવી બળાત્કાર કર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવા માં આવ્યો છે. જોકે બીજી બાજુ આરોપી ડોક્ટર પોતે નિર્દોષ હોવાનું જણાવી રહ્યા છે.

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 925 કેસ, 10 મૃત્યુ, 791 ડિસ્ચાર્જ

હાલ તો પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. તો મહિલાનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news