ડોક્ટર

આરોગ્ય વિભાગનો સપાટો: ડોક્ટર પોતાનું દવાખાનું છોડીને ભાગ્યો !

દિયોદરના ચીભડા ગામે બોગસ તબીબનું  દવાખાનું સીલ કરાવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા ડિગ્રી વગરનો ડોકટર ઘણા સમયથી દવાખાનું ચલાવતો હતો અને એલોપેથીક પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઇ બોગસ ડોકટર દવાખાનું બંધ કરીને ફરાર થઇ ગયો હતો. જેના પગલે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા દવાખાનું સીલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની કડક કાર્યવાહીના પગલે આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઈને બોગસ ડોકટરોમાં ફફડાટ વ્યાપ્યો હતો. 

Feb 7, 2020, 06:47 PM IST
Fake allopathy doctor caught at Lambha PT2M3S

AMC આરોગ્યની કાર્યવાહીમાં લાંભા વિસ્તારમાં બોગસ તબીબ ઝડપાયો

AMC આરોગ્યની કાર્યવાહીમાં લાંભા વિસ્તારમાં બોગસ તબીબ ઝડપાયો છે. એ નિયત ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો. આ કાર્યવાહીમાં બિહારની યુનાની ડિગ્રી ધરાવતા શિવપ્રસાદ શર્માનું ક્લિનિક સીલ કરાયું છે.

Feb 3, 2020, 03:45 PM IST

પેરાલિસિસની દવાનાં બહાને ઉંટવૈદ્ય ઇમામુદ્દીન શેખની ધરપકડ કરવામાં આવી

પેરાલિસિસ અને શરીરના દુઃખાવાની સારવાર કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા બોગસ તબીબની રાવપુરા પોલીસે ધરપકડ કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. માત્ર પાંચ ધોરણ પાસ બોગસ તબીબ કઈ રીતે લોકોને છેતરતો હતો. પેરાલિસિસ અને શરીરના દુઃખાવાની ગંભીર બીમારીથી પીડાતા લોકોનો લાભ ઉઠાવી મૂળ રાજસ્થાનના કોટાના અને સુરતના કામરેજ ચોકડી પાસે ખુલ્લા મેદાનમાં દવાખાનું હંકારતા બોગસ તબીબ ઇમામુદ્દીન હફિઝ મોહમ્મદ શેખની રાવપુરા પોલીસે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે.

Jan 29, 2020, 06:01 PM IST
Ancient lifestyle of Doctor family at Anjar PT3M30S

અંજારના ડોક્ટર દંપતિની અનોખી લાઇફસ્ટાઇલ, જાણીને થશો દંગ

આજના આધુનિક યુગમાં પણ પ્રાચીન પદ્ધતિથી રહેણીકરણી રાખવી ઘણી અઘરી છે ત્યારે અંજારના તબીબ દંપતી દ્વારા પોતાના ઘરને જૂની પેઢીની યાદ અપાવે તેવું બનાવ્યું છે પોતાના રહેણાંક મકાનમાં ગાયના છાણનું લીંપણ કરી અને દરેક રૂમને વિવિધ રીતે સુશોભિત બનાવ્યો છે. એટલું જ નહીં પરંતુ રસોઈ પણ ચુલા ઉપર બને છે અને ભોજન પણ માટીના વાસણોમાં જ આરોગવામાં આવે છે. આમ તબીબી સેવાની સાથે ભારતીય પરંપરા પણ જળવાઈ રહે અને પોતાના બાળકોમા સંસ્કારોનુ સિંચન થાય તેની આ દંપતી કાળજી રાખે છે.

Jan 27, 2020, 11:30 AM IST
Special life style of Anjar doctor family PT3M30S

અંજારના ડોક્ટર દંપતિનો અનોખો પ્રયોગ

આજના આધુનિક યુગમાં પણ પ્રાચીન પદ્ધતિથી રહેણીકરણી રાખવી ઘણી અઘરી છે ત્યારે અંજારના તબીબ દંપતી દ્વારા પોતાના ઘરને જૂની પેઢીની યાદ અપાવે તેવું બનાવ્યું છે. પોતાના રહેણાંક મકાનમાં ગાયના છાણનું લીંપણ કરી અને દરેક રૂમને વિવિધ રીતે સુશોભિત બનાવ્યો છે. રસોઈ પણ ચુલા ઉપર બને છે અને ભોજન પણ માટીના વાસણોમાં જ આરોગવામાં આવે છે. આમ, તબીબી સેવાની સાથે ભારતીય પરંપરા પણ જળવાઈ અને પોતાના બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેની આ દંપતી કાળજી રાખે છે.

Jan 23, 2020, 10:50 AM IST

રાજકોટમાં 12 ચોપડી ભણેલા બોગસ ડોક્ટરની SOG દ્વારા ધરપકડ

શહેરમાં વધારે એક બોગસ તબીબને રાજકોટ SOG પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટ નજીક બેડલા ગામના બસ સ્ટેન્ડ પાસે છેલ્લા દોઢ વર્ષથી તબીબ તરીકે પ્રેક્ટીસ કરતા કિરીટ સતાણીને બાતમીના આધારે SOG પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રેડ કરી આરોપી બોગસ તબીબની ધરપકડ કરી હતી. આ ઉપરાંત દવા તેમજ બોટલ સહીતનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Jan 10, 2020, 07:15 PM IST
gujarat government accept that we have less doctors in state PT2M40S

રાજ્ય સરકારે આખરે સ્વીકાર્યું કે, રાજ્યમાં તબીબોની અછત છે...

રાજ્ય સરકારે આખરે સ્વીકાર્યું રાજ્યમાં તબીબોની અછત છે. 219 તબીબો બોન્ડનો ભંગ કરી વિદેશ ગયા છે. તબીબો વિદેશ જતા હોવાનો રાજ્ય સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો છે. છેલ્લા 5 વર્ષમાં 219 તબીબોએ સરકારી બોન્ડની સેવા મર્યાદાનો ભંગ કરી નોકરી છોડી છે. આવા તબીબો પાસેથી રૂ. 2.94 કરોડ વસૂલાયા છે.

Jan 10, 2020, 05:45 PM IST
Man Rape With Girl For 9 Years In Panchmahal PT3M41S

પંચમહાલમાં વિધર્મી યુવકે યુવતીને ફસાવી પ્રેમજાળમાં, 9 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ

પંચમહાલમાં હાલોલની ડૉક્ટર યુવતી જોડે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. હાલોલ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. વિધર્મિ યુવકે ઋષિકેશ પટેલ નામ ધારણ કરી યુવતીને શિકાર બનાવી હતી. મૂળ સાબરકાંઠા જીલ્લાનાં સાદિક મેમણ નામના પરણિત યૂવકે ઋષિકેશ પટેલ નામ ધારણ કરી યુવતીને ફસાવી હતી. વિશ્વાસ કેળવી યુવતીના અશ્લીલ ફોટા પણ લીધા હતા. ફોટા વાયરલ કરવાની ધમકી આપી મરજી વિરૂદ્ધ યુવતી સાથે 9 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ પરિવારજનોને વાત કરતા પરિવારજનોએ હિંમત આપી ફરીયાદ નોંધાવી હતી.

Jan 9, 2020, 03:45 PM IST
Doctors Will Protest At Ahmedabad Medical Association PT3M57S

અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે ડોક્ટરો નોંધાવશે વિરોધ, જુઓ Video

દર્દીના સ્વજનોએ ડોક્ટરનું અપહરણ કરી માર માર્યા મામલે અમદાવાદ મેડિકલ એસો. પોલીસ કમિશનરને આવેદન આપશે. અમદાવાદ મેડિકલ એસો. ખાતે ડોકટરો એકઠા થઇ વિરોધ નોંધાવશે. અપહરણ કરનાર સામે તાત્કાલિક પગલાં લેવાની એસોસિયેશને માગ કરી છે.

Dec 27, 2019, 12:35 PM IST

ફિલ્મ ગબ્બર જેવો કિસ્સો: ડોક્ટર પાસે બેદરકારીની કબુલાત કરીને છોડી દીધો

શહેરનાં પોશવિસ્તારોમાં સમાવેશ થાય છે તેવા ધરણીધરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધરણીધર વિસ્તારમાં નવકાર હોસ્પિટલ ધરાવતા ડૉ. કલ્પેશ નકુમનું પાંચ વ્યક્તિઓ દ્વારા ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે તેનું અપહરણ કરવાનું કારણ ખુબ જ ચોંકાવનારૂ છે. ડોક્ટરની બેદરકારીનાં કારણે એક મહિલાનું મોત થયું હોવાનાં કારણે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલાનાં પરિવારનું માનવું હતું કે, તબીબની બેદરકારીના કારણે જ તેનું મોત નિપજ્યું છે.

Dec 26, 2019, 07:41 PM IST
Patient's Relatives Abducted Doctor In Ahmedabad PT2M56S

અમદાવાદમાં દર્દીના સગાઓએ કર્યું ડોક્ટરનું અપહરણ, જૂઓ Video

અમદાવાદમાં દર્દીના સગાઓએ કર્યું ડોક્ટરનું અપહરણ

Dec 26, 2019, 06:30 PM IST

હૈદરાબાદ ગેંગરેપ: એસઆઈ સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ, સમગ્ર દેશમાં આક્રોશ

હૈદરાબાદ (Hyderabad) માં એક લેડી ડોક્ટર સાથે ગેંગરેપ બાદ કરવામાં આવેલી નૃશંસ હત્યાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. રાજ્યની પોલીસે હવે આ મામલે બેદરકારી વર્તવા બદલ પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરી છે. સાઈબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનારે આ કેસમાં 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. 

Nov 30, 2019, 11:48 PM IST
Swara Pathology 5 doctors appear before the police PT4M52S

સ્વરા પેથોલોજી મામલો, 5 ડોક્ટરો પોલીસ સમક્ષ થયા હાજર

સ્વરા પેથોલોજી મામલો, 5 ડોક્ટરો પોલીસ સમક્ષ થયા હાજર

Nov 22, 2019, 10:55 PM IST
doctor forced the nurse_In Valsad PT3M56S

એકલતાનો લાભ લઇને ડોક્ટરે કર્યા નર્સ સાથે અડપલા, જુઓ પછી શું થયું?

વાપી ખાતે આવેલ ઇએસઆઇ હોસ્પિટલમાં ડોકટરે નર્સ સાથે શારીરિક અડપલાં જબરદસ્તી કર્યા હોવાનો નર્સનો આરોપ લગાવતા હોબાળો થયો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Nov 16, 2019, 07:45 PM IST

OMG ! એક વ્યક્તિના કાનમાં જીવતા 10 વંદા જોઈને ડોક્ટર પણ અચંભિત...!

હોસ્પિટલના કાન-નાક-ગળાના નિષ્ણાતને દર્દીએ કહ્યું કે, "મને કાનમાં ખુબ જ દુખાવો થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે જાણે તેના કાનમાં કોઈ કોતરી રહ્યું છે અને ખાઈ રહ્યું છે. મારાથી જરા પણ સહન થતું નથી."
 

Nov 7, 2019, 06:26 PM IST

દવાના પત્તા પર લાલ લીટી હોય સાવધાન... ડોક્ટરને પૂછ્યા વગર સેવન ન કરતા, ખાસ જાણો અર્થ

એવું કહેવાય છે કે ડોક્ટરની સલાહ વગર દવા લેવી જોઈએ નહીં. જો તમે બીમાર હોવ કે પછી તમને સ્વાસ્થ્ય સંબંધે કોઈ સમસ્યા હોય તો તરત ડોક્ટરને દેખાડો અને તેમણે જણાવેલી દવાનું સેવન કરો.

Oct 22, 2019, 03:49 PM IST
Jamnagar congress leader slap doctor PT2M20S

જામનગરની કોંગ્રેસની નગરસેવિકાએ ડોક્ટરને માર્યો લાફો

જામનગરની કોંગ્રેસની નગરસેવિકાએ ડોક્ટરને લાફો માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા મોટો વિવાદ ઉભો થયો છે. આ વિવાદને પગલે સ્વાસ્થકર્મીઓએ શહેરમાં ડેન્ગ્યુની કામગીરી બંધ કરવાની ચીમકી આપી છે.

Oct 17, 2019, 10:40 AM IST
Fake doctor at Jamnagar PT50S

જામનગરમાંથી ઝડપાયો નકલી ડોક્ટર

જામનગરમાંથી ઝડપાયો નકલી ડોક્ટર

Oct 3, 2019, 12:00 PM IST

સુરત: પેટના નિદાન માટે ગયેલી મહિલા સાથે તબીબે કર્યા શારિરીક અડપલા

સુરતના વરાછા વિસ્તારમાં ક્લિનિકમાં પેટ દુખાવા અર્થે ગયેલી મહિલાની તબીબે છેડતી કરી હતી. મહિલાએ તેના પતિને તબીબ દ્વારા તેની છેડતી કરવાની વાત જણાવતા મહિલાના પતિએ પોલીસને જાણ કરી હતી. જે બનાવમાં પોલીસે ફરિયાદના આધારે નરાધમ તબીબની ધરપકડ કરી હતી.

Sep 28, 2019, 05:25 PM IST

અમદાવાદ: પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ 70 સીએનું ભાજપમાં કર્યું જોડાણ

ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમા 70 સીએ ભાજપના પ્રાથમિક સદસ્ય બન્યા હતા. જેમાં આઇ.સી.એ.આઇ.ના પૂર્વ નેશનલ પ્રેસીડેન્ટ સુનીલ તલાટી, અમદાવાદ ચેપ્ટરના પ્રેસીડેન્ટ શ્રી ગણેશ નાદર, સીએ એસોસીયેશન અમદાવાદના પ્રેસીડેન્ટ આનંદ શર્મા,શ્રી સંજય શાહ સહિત 70નો સમાવેશ થાય છે. 

Sep 14, 2019, 08:27 PM IST