લોકોની પ્રાર્થનાથી જીવી ગયેલી અંબા આજે ઈટલી જશે, વિજય રૂપાણી પણ તેના દત્તક સમારોહમાં હાજર રહ્યાં
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં બે વર્ષ પહેલા ત્યજી દેવાયેલી એક બાળકી મળી આવી હતી. જેના પર આખા ગુજરાતની જનતાએ પ્રેમ વરસાવ્યો હતો. આ બાળકી હવે મોટી થઈ ગઈ છે. બે વર્ષની અંબા હવે ઈલી જશે. ઈટલીનુ દંપતી ગુંથર અને કેટરીને ભારતમાંથી બીજુ બાળક દત્તક લીધુ છે. અંબા હવે તેમના પરિવારની બીજી દીકરી બનશે. ખાસ વાત તો એ છે કે, રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને તત્કાલીન કલેકટર રેમ્યા મોહને બાળકીની સારવાર કરાવી હતી તેને અંબા નામ આપ્યું હતુ.
કૂતરુ અંબાને મોઢામાં લઈને જતુ હતું
આ ઘટનાની વિગતો જોઈએ તો શહેરની ભાગોળે ઠેબચડા નજીકથી તરછોડાયેલી નવજાત બાળકીની હાલત બહુ નાજુક હતી. બાળકીને ઝીંકવામાં આવેલા તીક્ષ્ણ ઘામાં ઇન્ફેક્શન થયાનું તબીબી નિદાનમાં ખુલ્યું હતું. ઠેબચડા ગામની સીમમાંથી ગત બુધવારે ક્રિકેટ રમીને જઇ રહેલા યુવકોને બાળકીના રડવાનો અવાજ સંભળાતા તેમની નજર ગઇ હતી અને એક કૂતરું નવજાત બાળકીને મોંમાં લઇને જતું દેખાયું હતું. યુવકોએ પથ્થરમારો કરી કૂતરાંના મોંમાંથી બાળકીને છોડાવીને રાજકોટ સિવિલ હોસ્પિટલ કેમ્પસની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડી હતી. ફૂલ જેવી બાળકી પર અત્યાચાર આચરનાર આ જનેતા સામે રાજ્યભરમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશનરે ચાર ટીમની રચના કરી તપાસના આદેશ કર્યા હતા. ઘટનાને બે વર્ષ દિવસ વીતી જવા છતાં હજી દીકરીને તરછોડી દેનારી માતાની માહિતી મળી ન હતી.
પોલીસ કમિશનરે વરસાવ્યો હતો પ્રેમ
આ દીકરીને અંબા નામ આપનાર બીજું કોઈ જ નહીં પરંતુ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ છે. અંબાને મળ્યા બાદ લેટ્સ પ્રે ફોર અંબા નામના બોર્ડમાં મનોજ અગ્રવાલે પોતાની સંવેદના લખતા જણાવ્યું હતું કે 'વ્હાલી અંબા, વિશ્વ આખું તારા માટે પ્રાર્થના કરી રહ્યું છે. તે આજે જે સ્મિત મને આપ્યું તેનાથી મારો આખો દિવસ બની ગયો. હું ઈશ્વરનો આભાર માનું છું.'
ફેબ્રુઆરી 2020માં ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. ત્રણ મહિના સુધી અમૃતા હોસ્પિટલમાં તેને સારવાર અપાઈ હતી. બે વર્ષની અંબા હવે ઇટાલી જશે. ગુંથર અને કેટરીને ભારતમાંથી બીજું બાળક દત્તક લીધું છે. સ્પેશ્યલ કેટેગરીમાં અંબા આવતી હોવાથી અંબાને દત્તક લેવાઈ છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બાળકી અંબાની મુકલાત લીધી હતી અને તેને રમાડી હતી. ત્યારે આજે અંબાનો દત્તક આપવાનો કાર્યક્રમ યોજાશે. આજના કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા. કાઠિયાવાડ બાલાશ્રમએ બે વર્ષ સુધી અંબાનું લાલન પાલન કર્યું. વિજયભાઇએ દીકરીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે