close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

એક્સિડન્ટ

Bhuj palanpur train face accident PT1M36S

ભુજ પાલનપુર ટ્રેનનું એન્જિન ઉતરી ગયું ટ્રેક પરથી, પછી? જાણવા કરો ક્લિક

પાલનપુર-ગાંધીધામ રેલવે સેક્શનમાં આજે સવારે ભૂજ પાલનપુર (Bhuj Palanpur Train) ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઊતરી ગયું હતું. જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એન્જિન ટ્રેક પરથી ઉતરી જવાને કારણે અનેક ટ્રેનોને અસર થઈ છે. જેને કારણે આજે હજારોની સંખ્યામાં મુસાફરો (Passengers) અટવાયા છે. કેટલીક ટ્રેનોને અન્ય રેલવે સ્ટેશન (Railway Station) પર અટકાવી દેવાઈ છે.

Oct 17, 2019, 12:15 PM IST

ધંધુકા રોડ : કૂતરાને બચાવવા જતા બે બાઈક સવાર એસટી બસ નીચે કચડાયા, ઘટના સ્થળે મોત

બગોદરાથી ધંધુકા (Dhanduka) માર્ગ પર આજે સવારે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. રસ્તા વચ્ચે આવેલા કુતરાને બચાવવા જતા બંને શખ્સોને મોત મળ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે જોઈને સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે. મૃતક પાસેથી મળેલા આઈડી કાર્ડ પરથી તેનુ નામ અને વધુ જાણકારી મળી છે. 

Oct 16, 2019, 10:53 AM IST

કલોલ પાસે Accident : બે કાર એકબીજા સાથે ટકરાતા એક કારમાં આગ લાગી

કલોલ (Kalol) પાસે ધેધુ ચાર રસ્તાથી ગોજારીયા હાઈવે ઉપર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ એક્સિડન્ટ એટલો વિચિત્ર હતો કે, એક કાર રસ્તા વચ્ચે જ ભડભડ સળગી (Car fire) ઉઠી હતી. જેને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત બની છે. અકસ્માતને પગલે 108 તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક પહોંચી હતી. પોલીસે તાત્કાલિક બંને તરફ થયેલો ટ્રાફિક જામ દૂર કર્યો હતો. 

Oct 15, 2019, 11:31 AM IST
Car accident in MP cost life of 4 hocky players PT57S

હોશંગાબાદમાં કાર અકસ્માત, 4 હોકી ખેલાડીઓના અવસાન

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં સોમવારે સવારે એક કાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી ખેલાડીઓના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. આ સાથે અકસ્માતમાં અન્ય 3 લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી અનુસાર સ્પીડમાં જતી ગાડી બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાઈ જવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

Oct 14, 2019, 11:35 AM IST
Ambulance fall in Canal PT2M7S

એમ્બ્યુલન્સ ખાબકી નર્મદા કેનાલમાં !

વડોદરામાં શિનોરના સેગવા ચોકડી પાસે એમ્બ્યુલન્સ નર્મદા કેનાલમાં ખાબકી છે. આ બનાવમાં બે લોકોને ગંભીર ઈજા થઈ છે. હકીકતમાં કેનાલ પાસે ભયજનક વળાંક હોવાથી અનેક વખત આવી ઘટના બને છે.

Oct 6, 2019, 06:30 PM IST

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, 5ના મોત

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ વે (Ahmedabad Vadodara Express way) પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત (Accident) માં 5 લોકોના મોત નિપજ્યા છે. મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામની સીમમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. કાર ભરૂચથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની હતી. કારના ડ્રાઈવરને ઝોકુ આવી જતા કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હોય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. મહેમદાવાદ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, અકસ્માતને પગલે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. 

Sep 30, 2019, 10:54 AM IST
Last video of Una accident PT2M5S

ઉનાના ભયાનક અકસ્માતનો છેલ્લો વીડિયો વાયરલ

ઉના તાલુકા સીમર ગામે દરિયા કિનારે દુખદ ઘટના બની હતી. સીમર ગામે રહેતા અને એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું તેમની પુત્રીની નજર સામે જ મોત થયું હતું. પિતા પોતાની દીકરીને દરિયા કિનારે ફોર વ્હીલર ચલાવતા શીખવતા હતા. તે સમયે ટ્રેકટર સાથે કારનો ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં પિતાનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત વખતનો છેલ્લો વીડિયો વાયરલ થયો છે.

Sep 26, 2019, 03:00 PM IST
Accident of Surat Ahmedabad national highway PT2M4S

સુરત અમદાવાદ હાઇવે પર જબરદસ્ત અકસ્માત, ચારના મોત

અમદાવાદ-સુરત નેશનલ હાઇવે-48 પર ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. જેમાં NH-48 પર આવેલી ભાગ્યોદય હોટલ નજીક ઉભેલા ટેન્કર પાઠળ ઝીંગા ભરેલું કેન્ટેનર ઘૂસી જતા 4ના મોત નિપજ્યા છે. ત્યારે આઈ.આર.બીની ટીમ અને પાલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી

Sep 19, 2019, 10:05 AM IST
Update on Khalsa School mishap PT2M11S

ખાલસા સ્કૂલ અકસ્માતમાં આવ્યો નવો વળાંક, વિગતો જાણવા કરો ક્લિક

અમદાવાદના બાપુનગરમાં અંબર સિનેમાની બાજુમાં આવેલી ખાલસા શાળામાંથી છતનો કેટલોક ભાગ તૂટી પડતા વિદ્યાર્થીઓ ઘવાયા છે. આ મામલામાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.

Aug 31, 2019, 10:30 AM IST

મહેસાણામાં ભમ્મરિયા નાળા પાસે દારૂડિયા કારચાલકે 4 રાહદારીને મારી ટક્કર

લોકોએ દારૂડિયા કાર ચાલકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો, 3 વ્યક્તિને સામાન્ય ઈજા, જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ 
 

Aug 22, 2019, 09:00 PM IST

સાણંદ ચોકડી પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે ટકરાવ, 2 માસુમ બાળકોના મોત

અમદાવાદ પાસે બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને એસ.ટી બસ વચ્ચે જબરદસ્ત અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 બાળકોના મોત નિપજ્યા છે. તો 30 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

Jul 20, 2019, 08:11 AM IST
Train accident at Surat PT3M54S

સુરતના બે વ્યક્તિઓ આવી ટ્રેનની હડફેટે !

ઉઘના અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનની અડફેટે આવી જતા 3 યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હવે ફરી બે વ્યક્તિઓ આ ટ્રેક પર ટ્રેનની હડફેડે ચડ્યા હોવાના અહેવાલ મળ્યા છે.

Jul 15, 2019, 11:50 AM IST
Accident at Kalupur station and CCTV become viral PT4M11S

કાલુપુર સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે મહિલાનો લપસ્યો પગ અને પછી...જુઓ Video

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ગઈકાલે એક મહિલા સાથે મોટો અકસ્માત થતો રહી ગયો હતો. ચાલુ ટ્રેને ચઢવા જતા એક મહિલાનો પગ લપસ્યો હતો. પરંતુ પોલીસ જવાન અને મુસાફરોને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.

Jul 12, 2019, 10:40 AM IST

સુરત : BRTSની ટક્કરે 8 વર્ષની બાળકીનું મોત, રોષે ભરાયેલા લોકોએ અનેક બસો અટકાવી

સુરતમાં BRTS બસે બાળકીનો ભોગ લીધો છે. સુરતના ભટાર વિસ્તારમાં થયેલ અકસ્માતમાં એક બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીનું અકસ્માતમાં મોત થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ અનેક બીઆરટીએસ બસની ચાવીઓ લઈને બસો બંધ કરાવી હતી. તો સ્થાનિકોનો મોટો ચક્કાજામ થયો હતો.

Jul 9, 2019, 10:59 AM IST

અમરેલી : અકસ્માતમાં એસટી બસ પુલ પર લટકી, 30 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ગુજરાતમાં રોજેરોજ અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં એસટી બસને સૌથી વધુ અકસ્માતો થતા હોય છે. એસટી અમારી હવે જરા પણ સલામત સવારી નથી રહી તેના પુરાવા રોજેરોજ મળતા હોય છે, ત્યારે અમરેલીમાં એસટી બસને અકસ્માત થતા બસ પુલ પર લટકી હતી. જોકે, એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું મુસાફરોએ કહ્યું હતું.

Jun 24, 2019, 12:44 PM IST
Major accident at Upleta PT2M44S

ઉપલેટા નજીક સર્જાયો મોટો અકસ્માત

ઉપલેટાથી ૭ ક઼િમી. દુ૨ આવેલ હાડફોડી અને સમઢીયાળા ગામ વચ્ચે એસ.ટી. બસ અને સ્વીફટ સામસામે અથડાતા સર્જાયેલા ગમખ્વા૨ અકસ્માતમાં ૩૦ જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થવા પામી હતી.

Jun 11, 2019, 12:30 PM IST
Slab collapse at Vadodara PT1M1S

વડોદરામાં સ્લેબ તુટી પડતા લોકોમાં ગભરાટ

વડોદરામાં સ્લેબ તુટી પડતા લોકોમાં ગભરાટ. નાગરવાડા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

Jun 3, 2019, 10:30 AM IST

બનાસકાંઠા : અડધી રાત્રે 3 વાગે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી ગુમાવ્યો કાબૂ, 35 મુસાફરો ઈજાગ્રસ્ત

બનાસકાંઠાના દાંતીવાડાના મોટી મહુડી પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. ઝાલોરથી વડોદરા જતી લક્ઝરી બસમાં ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી મારી હતી અને બસમાં સવાર 35 મુસાફરોને પહોંચી નાની મોટી ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પાંથાવાડા, ડીસા અને પાલનપુરની હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

May 31, 2019, 11:03 AM IST

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર સામસામે ટકરાઈ, 4ના મોત

ધોલેરા પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર ચાર લોકોના કરુણ મોત નિપજ્યા હતા.

May 26, 2019, 10:30 AM IST
Surat to saputara bus meet accident PT30S

સુરતથી સાપુતારા જતી બસનો એક્સિડન્ટ

સુરતથી સાપુતારા પ્રવાસે જઈ રહેલી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. સાપુતારા ઘાટમાં યુ ટર્ન પાસે બસ રિવર્સમાં નીચે ઉતરી ગઈ હતી. બસ એટલી નીચે ઉતરી ગઈ હતી કે અડધી બેવડ વળી ગઈ હોય. રિવર્સમાં જતી બસ નીચે પડતા સમયે વચ્ચે જ અટકી ગઈ હતી. આ સંજોગોમાં મુસાફરો સલામત રીતે નીચે ઉતરી ગયા હતા અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

Apr 28, 2019, 12:05 PM IST