નખત્રાણા નજીક અકસ્માત: ટ્રકે કારને ટક્કર મારતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત

પોલીસ પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ રોડ પર બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ પરિવારને લઈ જતી કાર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક છે કે કારના આગળના ભાગના ફૂરચેફૂરચાં ઉડી ગયાં હતા.

નખત્રાણા નજીક અકસ્માત: ટ્રકે કારને ટક્કર મારતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત

રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: નખત્રાણાના ધાવડા અને દેવપર વચ્ચે મધરાત્રે સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં છે. પોલીસ પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ રોડ પર બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ પરિવારને લઈ જતી કાર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક છે કે કારના આગળના ભાગના ફૂરચેફૂરચાં ઉડી ગયાં હતા.

દુર્ઘટનામાં સંગીતાબેન ચેતનભારતી ગોસ્વામી અને ત્રણ વર્ષનો પુત્ર મન તેમજ સંગીતાબેનના સાસુ કસ્તુરબેન દિનેશભારતી ગોસ્વામી અને કાકા સસરાં પરેશભારતી બચુભારતી ગોસ્વામીના મૃત્યુ થયાં હોવાનું પોલીસે જણાવ્યું છે. કારમાં સવાર ચેતનભારતી અને તેમની દીકરીને ગંભીર ઈજાઓ થઈ છે, બંનેને સારવાર માટે ભુજ ખસેડાયાં છે. 

દુર્ઘટનાના પગલે માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મૃતદેહોને નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોકલવા તજવીજ હાથ ધરાઈ છે. મૃતકો નખત્રાણાના રહેવાસી હતા. મૃતકો નખત્રાણાથી માંડવીની હોસ્પિટલમાં બિમાર પુત્રીને સારવાર માટે લઈ જતાં હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. પીઆઈ અને તેમની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news

Powered by Tomorrow.io