ભ્રષ્ટાચારનો ભોરિંગ ગરીબોના રોટલા પણ છીનવે છે! બનાસકાંઠામાં મનરેગા કૌભાંડ આવ્યું સામે

જિલ્લામાં મનરેગા કૌભાંડ એક બાદ એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. અમીરગઢના બાલુન્દ્રા ખાતે થયેલા મનરેગા કૌભાંડ બાદ હવે પાલનપુરના સલેમપુરામાં પણ મનરેગા કૌભાંડ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ જિલ્લા પંચાયતના સત્તાધીશો દ્વારા હાથ ધરવામાં આવી છે. જ્યારે બાલુન્દ્રા મુકામે થયેલા ભ્રષ્ટાચારમાં સરપંચ તેમજ ગ્રામસેવકની પોલીસે ધરપકડ કરી છે.
ભ્રષ્ટાચારનો ભોરિંગ ગરીબોના રોટલા પણ છીનવે છે! બનાસકાંઠામાં મનરેગા કૌભાંડ આવ્યું સામે

અલ્કેશ રાવ/બનાસકાંઠા: જિલ્લામાં મનરેગા કૌભાંડ એક બાદ એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. અમીરગઢના બાલુન્દ્રા ખાતે થયેલા મનરેગા કૌભાંડ બાદ હવે પાલનપુરના સલેમપુરામાં પણ મનરેગા કૌભાંડ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ જિલ્લા પંચાયતના સત્તાધીશો દ્વારા હાથ ધરવામાં આવી છે. જ્યારે બાલુન્દ્રા મુકામે થયેલા ભ્રષ્ટાચારમાં સરપંચ તેમજ ગ્રામસેવકની પોલીસે ધરપકડ કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં મંદિરે અંતર્ગત ચાલતા કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે લગાવ્યા હતા. જે બાદ જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું અને જે પણ જગ્યાએથી મનરેગામાં ભ્રષ્ટાચારની ફરીયાદ સામે આવી હતી. ત્યાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. અમીરગઢના બાલુન્દ્રા ગામે લાખો રૂપિયાના મનરેગા કૌભાંડ માં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હવે પાલનપુર તાલુકાના સલેમપુરા ગામે થી પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે. સલેમપુરા ગામમાં જેલમાં રહેલા વ્યક્તિ તેમજ મૃતક વ્યક્તિના નામે પણ મનરેગા જોબ કાર્ડ બનાવી નાણાં પચાવી પાડેલા હતા. જે મામલો તપાસમાં સામે આવતા હવે જિલ્લા વિકાસ અધિકારીએ તત્કાલીન અધિકારી તેમજ પદાધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથધરી છે.

અમીરગઢના બાલુન્દ્રા ગામે થયેલા મનરેગા ભ્રષ્ટાચાર માં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરતાં સરપંચ અને તત્કાલીન ગામસેવકની ધરપકડ કરી છે. ડીસાના નાયબ પોલીસ અધિક્ષક આ સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે અત્યાર સુધીની તપાસમાં ગામમાં નાની ઉંમરના વ્યક્તિઓ, ૧૬ જેટલા ખોટા જોબ કાર્ડ તેમજ જે વ્યક્તિઓ ગામ થી બહાર રહેતા હતા, તેવા વ્યક્તિના નામે પણ મનરેગાના નાણાં ઉધારી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. જે મામલે તત્કાલીન સરપંચ તેમજ ગ્રામસેવકની ધરપકડ કરી છે. જ્યારે તત્કાલિન તલાટી ફરાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news