agent

ક્રેડિટ કાર્ડ કઢાવનાર એજન્ટ જ બન્યો ઠગ, ગ્રાહકોને ક્રેડિટ કાર્ડનાં નામે એવો ચુનો ચોપડ્યો કે...

જો આપને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાનું હોય તો ક્રેડિટ કાર્ડના કામ માટે આવતા એજન્ટને ઓટીપી કે પાસવર્ડ આપતા ચેતજો. નહીં તો , એકાઉન્ટ થઈ જશે સાફ અને બની જશો મોટા દેવાદાર. આવા જ એક આરોપીની અમદાવાદ રૂરલ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી પાંચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જો કે ક્રેડિટ કાર્ડ લેતા પહેલા લોકોએ પુરતુ વેરિફિકેશન કરવું પડે તે ખુબ જ જરૂરી છે.

Feb 9, 2021, 10:11 PM IST

પિતા પુત્રના કારણે આખુ જૂનાગઢ રાતા પાણીએ રોઇ રહ્યું છે, કર્યું એવું કામ કે...

પોસ્ટ એજન્ટ પિતા પુત્ર લાખો રૂપીયાનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયા છે. ઠગ પોસ્ટ એજન્ટ પિતા પુત્રએ અનેક ખાતા ધારકોના રૂપીયાનું ફુલેકું ફેરવી નાખ્યું, પોસ્ટ ઓફીસના ખાતાં ધારકોએ બચત માટે આપેલા રૂપિયા પોસ્ટ ઓફીસમાં જમા કરાવતા ન હતા. પાસબુકમાં એન્ટ્રી  હોય પરંતુ ખાતામાં રૂપિયા જમા ન હોય ખાતા ધારકો ચિંતામાં મુકાયા છે. આ ઘટનાને લઈને પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા ખાત્રી અપાઈ છે. જો કે ભોગ બનનાર એક ખાતા ધારકે પોસ્ટ એજન્ટ ભરત પરમાર અને તેના પુત્ર તુષાર પરમાર સામે પોલીસ ફરીયાદ પણ નોંધાવી છે.

Jan 4, 2021, 12:10 AM IST

બનાવટી વિઝા દ્વારા જવાનું હતું અમેરિકા, એજન્ટને ચુકવવાનાં હતા સવા કરોડ પરંતુ અચાનક...

SOG ક્રાઈમે  એક દંપતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. દંપતી મહેસાણાથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદથી યુ.એસ.એ જવાના હતા. જોકે દંપતી પાસે મળી આવેલી વિઝા નકલી હોવાનું સામે આવતા ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ SOG એ મહેસાણાના રહેવાસી એવા એક દંપતી રાજેશ પટેલ અને સોનલ પટેલની ધરપકડ કરી છે. આ બંને ગત 19 ડિસેમ્બરના રોજ અમદાવાદથી અમેરિકા જઇ રહ્યાં હતાં. જો કે એરપોર્ટ પર ઇમિગ્રશન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વિઝા નકલી છે. 

Dec 22, 2020, 06:05 PM IST
R C Faldu PC On viral Video Of agent PT2M49S

એજન્ટના વાયરલ વીડિયો અંગે આર.સી ફળદુએ આપી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

એજન્ટના વાયરલ વીડિયો અંગે આર.સી ફળદુએ આપી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

Nov 4, 2019, 06:10 PM IST

બનાવટી વિઝાની મદદથી સંખ્યાબંધ લોકોને અમેરિકા મોકલતા એજન્ટની મુંબઇથી ધરપકડ

બનાવટી વિઝા(Fake Visa)ના આધારે સંખ્યાબંધ લોકોને અમેરિકા(America) મોકલી આપતા એક એજન્ટને સીઆઇડી ક્રાઇમ(CID Crime) મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી નૌશાદ મુસા સુલતાન છેલ્લા ઘણા સમયથી પાસપોર્ટ(Passport)ના પેજ બદલી બનાવટી વિઝાના આધારે ખોટા સિક્કાઓ લગાવી આપી કરોડો રૂપિયાની કમાણી કરતો હતો.

Sep 29, 2019, 08:01 PM IST

5000માં ટ્રાયલ વિના લાયસન્સ કાઢવાની લાલચ આપી સુરતીઓ સાથે થઇ ઠગાઇ

સુરતના વરાછામાં રૂપિયા 5000માં કોઈપણ ટ્રાયલ વગર લાયસન્સ કાઢી આપવાની લાલચ આપી સૌથી વધુ લોકો પાસેથી પૈસા પડાવી એજન્ટ ભાગી છૂટ્યો હતો. જેને લઇ આજે ભોગ બનનાર 100થી 150 જેટલા લોકોએ એજન્ટની ઓફિસે હોબાળો મચાવ્યો હતો. વરાછા પોલીસે આ અંગે તમામ લોકોની અરજી લઇને એજન્ટને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. 

Sep 23, 2019, 05:11 PM IST

નકલી પાસપોર્ટનો ઉપયોગ કરી ઓમાન જતા યુવકની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત

અમદાવાદથી નકલી પાસપોર્ટ પર ઓમાન જાય તે પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી એક શખ્સને ઇમિગ્રેશન વિભાગે ઝડપી પડ્યો છે. સંતોષકુમાર ભગત નામનો શખ્સ ઝડપાયો છે.પોલીસ અને ઇમિગ્રેશ વિભાગે તપાસ કરતા અમદાવાના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સંતોષ ભગત નામનો શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઇમિગ્રેશન વિભાગના હાથે ઝડપાઇ ગયો હતો. 
 

Sep 10, 2019, 05:51 PM IST