અમદાવાદ: 10 વર્ષના બાળકને વૃદ્ધે પરિવારની જેમ સાચવ્યો, વ્હોટ્સએપથી થયું મિલન

રાજ્યમાં ગુમ થયેલા બાળકોને શોધી તેના માતા-પિતા કે વાલી વારસ સુધી પહોંચાડવાની ડ્રાઇવ ચાલી રહી છે. જેની વચ્ચે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં એક માતા પોતાનાં10 વર્ષનાં બાળકને લારી પાસે પોતે વોશરૂમ જઇને આવે છે. તેમ કહીને એકલો મુકી ફરાર થઇ ગઇ હતી. બાળકને લેવા માટે તેની માતા પરત આવશે તેવી આશા સાથે લારીવાળા વૃદ્ધને આ બાળકને ચાર દિવસ પોતાનાં ઘરે સાચવ્યો હતો. જો કે માતા પરત નહી આવતા દરિયાપુર પોલીસને જાણ કરી હતી. 
અમદાવાદ: 10 વર્ષના બાળકને વૃદ્ધે પરિવારની જેમ સાચવ્યો, વ્હોટ્સએપથી થયું મિલન

અમદાવાદ : રાજ્યમાં ગુમ થયેલા બાળકોને શોધી તેના માતા-પિતા કે વાલી વારસ સુધી પહોંચાડવાની ડ્રાઇવ ચાલી રહી છે. જેની વચ્ચે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં એક માતા પોતાનાં10 વર્ષનાં બાળકને લારી પાસે પોતે વોશરૂમ જઇને આવે છે. તેમ કહીને એકલો મુકી ફરાર થઇ ગઇ હતી. બાળકને લેવા માટે તેની માતા પરત આવશે તેવી આશા સાથે લારીવાળા વૃદ્ધને આ બાળકને ચાર દિવસ પોતાનાં ઘરે સાચવ્યો હતો. જો કે માતા પરત નહી આવતા દરિયાપુર પોલીસને જાણ કરી હતી. 

PI આર.આઇ જાડેજાએ બાળકનાં ફોટા તથા તેની માહિતીના આધારે મહારાષ્ટ્રમાં માલેગાંવ તપા કરી હતી. જેમાં તેના સગા સંબંધી મળી આવતા તેમના કહેવાથી અમદાવાદમાં બાળકના ફુવાને સહી સલામત સોંપ્યો હતો. દરિયાપુર વિસ્તારમાં રહેતા અને લારી ચલાવતા વૃદ્ધ 6 ઓગસ્ટના રોજ રાબેતા મુજબ સવારે પોતાની લારી પર હતા. સાડા આઠ વાગ્યાની આસપાસ એક અજાણી સ્ત્રી 10 વર્ષના બાળકને લઇ લારીની પાછળ બેઠી હતી. 

થોડીવાર બાદ તે બાથરૂમ જવાનું કહીને બાળકને લારી પાસે મુકી ગઇ હતી. લાંબા સમય સુધી સ્ત્રી પરત આવી નહોતી. બાળકની તપા કરતા તે મોહમ્મદ બશીર અંસારી (રહે. આયેશાનગર, માલેગાંવ, મહારાષ્ટ્ર) હોવાનું તેણે જણાવ્યું હતું. બાળકની માં પરત ફરશે તેવી આશાકે વૃદ્ધ તેને પોતાના ઘરે લઇ ગયા હતા. માતા વિશે પુછતા તે મગજથી અસ્થિર હોવાનું સામે આવ્યું હતું. પોતાના બાળકની જેમ ચાર દિવસ સુધી તેને ઘરમાં સાચવ્યો હતો. કેટલાક દિવસ સુધી રાહ જોયા બાદ બાળકની માતા પરત નહી આવતા વૃદ્ધે પોલીસને જાણ કરી હતી. તેને પોલીસને સોંપવાનો નિર્ણય લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news