AHMEDABAD: કોરોનામાંથી સાજી થયેલી મહિલાએ મિત્રોને કહ્યું આવો આજે મોજ કરાવી દઉં અને...

શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુના મેપલ કાઉન્ટી-1 ના એક ફ્લેટમાંથી સોલા પોલીસ દ્વારા દારૂની મહેફીલ ઝડપી લેવામાં આવી છે. પોલીસે દારૂનીમહેફીલ માણી રહેલી ચાર મહિલાઓ અને એક પુરૂષની ધરપકડ કરી છે. સોલાપોલીસના અનુસાર દારૂની મહેફીલ ચાલી રહી હોવાનો મેસેજ આવ્યો હતો. જેના પગલે સોલા પોલીસે દરોડા પાડ્યા હતા. જો કે દરોડા દરમિયાન એક પુરૂષ અને ચાર મહિલાઓ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે એક મહિલાએ દારૂ નહોતો પીધો. 
AHMEDABAD: કોરોનામાંથી સાજી થયેલી મહિલાએ મિત્રોને કહ્યું આવો આજે મોજ કરાવી દઉં અને...

અમદાવાદ : શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુના મેપલ કાઉન્ટી-1 ના એક ફ્લેટમાંથી સોલા પોલીસ દ્વારા દારૂની મહેફીલ ઝડપી લેવામાં આવી છે. પોલીસે દારૂનીમહેફીલ માણી રહેલી ચાર મહિલાઓ અને એક પુરૂષની ધરપકડ કરી છે. સોલાપોલીસના અનુસાર દારૂની મહેફીલ ચાલી રહી હોવાનો મેસેજ આવ્યો હતો. જેના પગલે સોલા પોલીસે દરોડા પાડ્યા હતા. જો કે દરોડા દરમિયાન એક પુરૂષ અને ચાર મહિલાઓ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે એક મહિલાએ દારૂ નહોતો પીધો. 

મહિલા કોરોના નેગેટિવ આવતા તેણે પોતાની સ્ત્રીમિત્રોને પાર્ટી આપી હતી. કોરોનાથી કંટાળીને મગજ ફ્રેશ કરવા માટે તેણે પોતાના ઘરે મિત્રોને બોલાવી પાર્ટીનું આયોજન કર્યું હતું. જો કે સોલા પોલીસને કંટ્રોલમાંથી મેસેજ આવતા તત્કાલ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બેડરૂમમાં કેતન પાટડીયા (રહે. ગ્રીન એવન્યુ, થલતેજ), અનુરાધા ગોયલ (રહે. અદાણી શાંતિગ્રામ) શેફાલી પાંડે (રહે. અક્ષર સ્ટેડિયા, બોડકદેવ), પ્રિયંકા શાહ (રહે. માણેકબાગ સોસાયટી, નહેરૂનગર) પાયલ લિંબાચિયા (રહે. હેલિકોનીયા એપાર્ટમેન્ટ થલતેજ) દારૂ પીધેલી હાલતમાં મળી આવી હતી. ટીપોઇ પરથી દારૂના ગ્લાસ અને બોટલો પણ મળી આવી હતી. 

જો કે ઘરમાં અન્ય એક મહિલા અમોલા કતન પાટડીયા પણ હાજર હતા. જે દારૂ પીધો નહોતો. અમોલા કોરોના નેગેટિવ આવતા માનસિક તણાવ દુર કરવા માટે મિત્રો સાથે મળીને દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસે ચાર મહિલાઓ અને એક પુરૂષ સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news