'તૌકતે' ના લીધે દરિયામાં કરંટ સર્જાતા મોજા ઉછળ્યા, અનેક જગ્યાએ વરસાદથી ઠંડક પ્રસરી

મુખ્યમંત્રીના અનુસાર હાલ વાવાઝોડું વેરાવળથી 570 કિલોમીટર દુર છે. પોરબંદર અને મહુવા વચ્ચેના દરિયા કિનારે આ વાવાઝોડુ ટકરાય તેવી શક્યતા છે. પવનની ગતિ 150 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે. 

Updated By: May 16, 2021, 07:27 PM IST
'તૌકતે' ના લીધે દરિયામાં કરંટ સર્જાતા મોજા ઉછળ્યા, અનેક જગ્યાએ વરસાદથી ઠંડક પ્રસરી
ફાઇલ તસવીર

ઝી બ્યૂરો, અમદાવાદ: ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર (Saurashtra) અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. ત્યારે ગુજરાતના ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. મુખ્યમંત્રીના અનુસાર હાલ વાવાઝોડું વેરાવળથી 570 કિલોમીટર દુર છે. પોરબંદર અને મહુવા વચ્ચેના દરિયા કિનારે આ વાવાઝોડુ ટકરાય તેવી શક્યતા છે. પવનની ગતિ 150 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે. 

તૌકતે વાવાઝોડાની અસર નવસારી જિલ્લામાં દેખાવાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરી વિસ્તારોમાં વરસાદ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ઉભરાટના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને મોજા ઉછળી રહ્યા છે. તો બીજી તરફ પ્રાંતઅધિકારી સહિતનું વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ત્યારે પોલીસ બંદોબસ્ત પણ દરિયા કિનારે ગોઠવી દેવામાં આવ્યો છે.

 તૌક્તે વાવાઝોડાની અસર શરૂ, સાપુતારા સહિત આ વિસ્તારોમાં વરસાદ શરૂ

ડાંગમાં વાવાઝોડાની અસરના પગલે ગિરિમથક સાપુતારા (Saputara) ખાતે વરસાદ (Rain) ખાબક્યો હતો. વરસાદ ખાબકતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને તેમજ ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. આ ઉપરાંત નવસારી (Navsari) જિલ્લાના ખેરગામ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. તથા વલસાડ (Valsad) જિલ્લામાં પણ તેની અસર જોવા મળી હતી. વલસાડના ધરમપુરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જ્યારે જ્યારે અમદાવાદના ચાંદખેડા, રાયખડ, જમાલપુર અને ગાયકવાડ હવેલી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. 

આ વાવાઝોડામાં સૌથી વધારે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લા પ્રભાવિત થશે. રાજકોટ જામનગર, મોરબી, બોટાદ અને આણંદથી વલસાડ સુધીનાં જિલ્લાઓ સામાન્ય પ્રભાવિત રહેશે. ત્રણ દિવસથી સતત યુદ્ધનાં ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. દરિયામાં ગયેલી તમામ બોટ પર આવી ગઇ છે. સંબંધિત સ્થળો પર લાંગરી દેવામાં આવી છે. એનડીઆરએફની કુલ 44 ટીમો તહેનાત કરવામાં આવી છે. 

ભૂજ, પોરબંદર કે પછી ગુજરાતના આ સ્થળે જઇ રહ્યા હોવ તો વાંચી આ સમાચાર, વાવાઝોડાના લીધે 56 ટ્રેનો થઇ રદ

રાજ્યમાં વાવાઝોડા (Cyclone) ની સિવિયર અસર થશે. 17 તારીખે વાવાઝોડું (Cyclone) ગુજરાતના દરિયા કિનારાની વધુ નજીક આવશે. 18 મેના રોજ સવારે પોરબંદરથી મહુવા વચ્ચે ત્રાટકવાની સંભાવના છે. જેથી તેની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, કચ્છ, જુનાગઢ, અમરેલી, વેરાવળ, દીવ પર થશે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

તૌક્તે સાયક્લોનના જોખમને ટાળવા ખેડુતોને રાખવી આટલી કાળજી

વાવાઝોડું (Cyclone) હાલ 150 થી 160 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આ કારણે દરિયા કાંઠે 2 નંબરનું સિગ્નલ એક્ટિવ કરવામાં આવ્યું છે. તમામ દરિયાકાંઠે 1.5 થી 3 મીટર ઊંચા મોજા ઉછળશે. આથી દરિયા કાંઠેથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. વાવાઝોડાની અસર અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube