sola police

વહુનો પરિવારે ભાગ પાડ્યો! સસરા સ્તન પર, જેઠ પેટ પર હાથ ફેરવતા અને પતિ...

ઘર કંકાસ અને સાસરિયાઓના ત્રાસના કારણે પરણિતાઓ દ્વારા વારંવાર પોલીસ ફરિયાદો કરવામાં આવતી રહે છે. દરરોજ આવા કિસ્સાઓમાં વધારો થાય છે. શહેરમાં આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. 

Oct 18, 2021, 03:55 PM IST

પ્રોજેક્ટ સતર્ક: ઘટનાઓ ઘટે તે પહેલા જ અટકાવવા માટે સોલા પોલીસ દ્વારા અનોખો પ્રયાસ

અમદાવાદનાં પૂર્વ વિસ્તાર બાદ પશ્ચિમ વિસ્તારમાં પણ ચોરી, લૂંટ અને મારામારી સહિતની ધટનાઓ વધતી જાય છે. તેમાં પણ પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુર, સોલા અને બોપલમાં છેલ્લાં 2 મહિનાના સમયગાળા દરમિયાન અનેક આવી ધટનાઓ બનતા પોલીસ સતર્ક બની છે. જેને પગલે પોલીસે પ્રોજેક્ટ સતર્ક શરૂ કર્યો છે. જેનાથી આ વિસ્તારની ગુનાહિત ધટનાઓ અટકાવી શકાય. મુખ્યત્વે પશ્ચિમ વિસ્તારમાં ચેન  સ્નેચિંગ, વાહન ચોરી, ધરફોડ ચોરી, લૂંટ અને અપહરણ જેવી ધટનાઓમાં છેલ્લાં બે મહિનાથી વધારો થયો છે. 

Sep 14, 2021, 04:56 PM IST

AHMEDABAD: સસ્તામાં ઓફીસ ખરીદી ઉંચુ ભાડું આપવાની લાલચમાં આવતા નહી

વિશ્વાસઘાતના અનેક કિસ્સા તમે અત્યાર સુધી સાંભળ્યા હશે પણ અહીં તો એક બ્રોકર દંપતીએ છેતરપિંડી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના સિનિયર સિટિઝનને દુકાન ભાડે આપવાની લાલચ આપી આ ઠગ દંપતીએ લાખો રૂપિયા પડાવી લીધાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના એક દંપતી પર લાગ્યો છેતરપિંડીનો આરોપ અનેએ પણ સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી કરવાનો આરોપ. એસજી હાઈવે પર આલિશાન ઓફિસ ખોલી આ દંપતી લોકોને બ્રોકરેજના નામે લોકોને ઠગવાનું કામ કરે છે. ભાવનગરના સિનિયર સિટીઝન દંપતીએ બંને સામે 29 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આલોક દોશીની ધરપકડ કરી છે. જ્યારે તેની પત્ની પંખીની જોશી ગાયબ હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.  

Jul 18, 2021, 10:21 PM IST

AHMEDABAD: કોરોનામાંથી સાજી થયેલી મહિલાએ મિત્રોને કહ્યું આવો આજે મોજ કરાવી દઉં અને...

શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુના મેપલ કાઉન્ટી-1 ના એક ફ્લેટમાંથી સોલા પોલીસ દ્વારા દારૂની મહેફીલ ઝડપી લેવામાં આવી છે. પોલીસે દારૂનીમહેફીલ માણી રહેલી ચાર મહિલાઓ અને એક પુરૂષની ધરપકડ કરી છે. સોલાપોલીસના અનુસાર દારૂની મહેફીલ ચાલી રહી હોવાનો મેસેજ આવ્યો હતો. જેના પગલે સોલા પોલીસે દરોડા પાડ્યા હતા. જો કે દરોડા દરમિયાન એક પુરૂષ અને ચાર મહિલાઓ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે એક મહિલાએ દારૂ નહોતો પીધો. 

May 16, 2021, 06:24 PM IST

અમદાવાદ: સફરજનનાં ટ્રકને અટકાવીને ચેકિંગ કરતા દંગ રહી ગઇ સોલા પોલીસ

 સોલા પોલીસ ને બાતમી મળી હતી કે, રાજસ્થાન અને હરીયાણામાંથી વિદેશી દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યો છે. જે બાતમી સોલા પોલીસને મળતા સોલા પોલીસના પોલીસ કર્મીએ મળી હતી ત્યારે સોલા સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જયપાલસિંહ ઝાડેજાએ પોલીસ કર્મીએ બાતમી આપતા એક છટકું ગોઠવ્યું હતું.

Oct 12, 2020, 08:16 PM IST

જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવી તોડ કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદના સોલા વિસ્તારમાં હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. એક યુવતીએ પોતાના પ્રેમી સાથે મળી ગેંગના સાગરીતોના સાથથી એક યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેની પાસેથી ખંડણી લઈ લીધી. આ મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે.

Jul 10, 2020, 11:37 PM IST

અમદાવાદમાં છેતરપિંડીનો વધુ એક કિસ્સો, આ પ્રકારનો ફોન આવે તો ચેતી જજો

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ મોડ્સ ઓપરેનડીથી છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. ઠગ ટોળકી ફરી સક્રિય થઈ છે અને લોકો પાસેથી અવનવા પેતરા અપનાવીને ઠગાઈ કરી રહ્યા છે. ત્યારે સોલા પોલીસસ્ટેશનમાં પણ આવી જ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક યુવકને પ્રધાનમંત્રી સીવણ કલાસીસ તાલીમ કેન્દ્રના નામે ફોન આવ્યો અને યુવકને સીવણ મશીન અને 1800 રૂપિયા લાગ્યા હોવાની લાલચ આપીને ઠગ ટોળકીએ 1.98 લાખ રૂપિયા સેરવી લીધા.

Jun 30, 2020, 08:34 PM IST

દહેજના ત્રાસથી પરિણીતાનો આપઘાત, યુવતીના પિતાએ સાસરીયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

દહેજના ત્રાસને કારણે કેટલાક પરિવારો વેરણછેરણ થયા છે. આવો જ વધુ એક કિસ્સો શહેરના સોલા વિસ્તારમાં બન્યો છે. જેમાં દહેજના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરવી પડી છે. જો કે, આત્મહત્યા કરતા પહેલા પરિણિતાએ તેના પતિને ફોન પર સમગ્ર સ્થિતિની જાણ કરી હતી. જેથી પરિણીતાના પિતાએ સાસરીયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જો કે, ફરાર પરિવાર ક્યાં ગયો તેની પોલીસે તપાસ હાથ ધરી છે.

Jun 30, 2020, 07:35 PM IST
Ahmedabad Sola Police Arrest Bhavnagar PSI, CCTV footage PT5M44S

ભાવનગરના PSIની ધરપકડ, દારૂના નશામાં કરી તોડફોડ, જુઓ CCTV ફૂટેજ

અમદાવાદના સોલા પોલીસે નશાની હાલતમાં PSIની ધરપકડ કરી છે. ભાવનગરના ભરત નગર પોલીસ સ્ટેશનના PSIની ધરપકડ કરી હતી. PSI એન એચ યાદવની ધરપકડ કરી હતી. PSI નશાની હાલતમા ભડજ સર્કલ પાસે હોબાળો મચાવ્યો હતો. PSIને સોલા પોલીસ સ્ટેશન લાવતા પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો મચાવ્યો હતો. PSIએ નશાની હાલતમાં પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી પોલીસ કર્મી સાથે પણ મારા મારી કરી હતી.

Jan 6, 2020, 06:30 PM IST
Ahmedabad Sola Police Arrest PSI For Intoxication PT4M40S

અમદાવાદ સોલા પોલીસે નશાની હાલતમાં PSIની કરી ધરપકડ

અમદાવાદ ના સોલા પોલીસે નશા ની હાલત મા psi ની ધરપકડ કરી છે. ભાવનગરના ભરત નગર પોલીસ સ્ટેશનના psiની ધરપકડ કરી હતી. Psi એન એચ યાદવની ધરપકડ કરી હતી. Psi નશાની હાલતમા ભડજ સર્કલ પાસે હોબાળો મચાવ્યો હતો. Psiને સોલા પોલીસ સ્ટેશન લાવતા પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો મચાવ્યો હતો. Psiએ નશાની હાલતમાં પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી પોલીસ કર્મી સાથે પણ મારા મારી કરી હતી.

Jan 6, 2020, 04:10 PM IST
Police Raids BJP Leader Bhavan Bharwad's Gokul Hotel PT12M22S

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં પોલીસે પાડ્યાં દરોડા , જુઓ વિગત

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં પોલીસે દરોડા પાડ્યાં છે. હોટલમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે આ દરોડા પાડવામાં આવ્યાં છે. જેમાં 10થી વધુ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. જ્યારે પાંચથી છ મોંઘીદાટ કાર પણ જપ્ત કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય, ભાજપ અગ્રણી ભવાન ભરવાડની છે હોટલ. સોલા પોલીસે ગોકુલ હોટલમાં રેડ કરી. ઘેટા-ઊન નિગમના ચેરમેન છે ભવાન ભરવાડ.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન.

Jun 28, 2019, 07:25 PM IST

અમદાવાદ: ખાસ ભોંયરુ બનાવી ભાડાના બંગલામાં સંતાડેલો દારૂ ઝડપાયો

રાજ્યના પોલીસવડા દ્વારા દારૂની બદી ડામવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તેમ છતાં સોલા પોલીસ સ્ટેશનની હદમાં એક બંગલમાં દારૂનું ગોડાઉન હોવાનું સ્થાનિક પોલીસને ધ્યાને ન આવ્યું. અને સ્ટેટ મોનીટરીંગ સેલને ધ્યાને આવતા રેડ કરવામાં આવી અને 1.70 લાખનો દારૂ જપ્ત કર્યો છે. 
 

Jun 3, 2019, 03:54 PM IST

હાઇકોર્ટમાંથી મહત્વની ફાઈલો ગુમ કરનાર ડોલી પટેલની ધરપકડ

 અમદાવાદની સોલા પોલીસે ડોલી પટેલની ધરપકડ કરી છે. ડોલી પટેલ સામે હાઈકોર્ટમાંથી કેસના મહત્વની 10 ફાઈલો ચોરી કરવાનો આરોપ છે અને આ અંગેની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થતા સોલા પોલીસે નવરંગપુરામાંથી ડોલી પટેલની ધરપકડ કરી આગળની તપાસ શરુ કરી છે.

Feb 9, 2019, 11:12 AM IST