બોગસ પાસપોર્ટથી વિદેશ કમાવવા ગયેલા ગુજરાતી દંપતીની ખુલી ગઈ પોલ, આ રીતે જ અમદાવાદમાં પકડાયા!

અરજણ મૂળ પોરબંદરનો રહેવાસી છે. જે ટ્રક ડ્રાઈવર છે. તાજેતરમાં શનિવાર ની મોડી રાત્રે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે બનાવટી પાસપોર્ટ સાથે ધરપકડ કરી છે. જો આ શખ્સ મોડ્સ ઓપરેન્ડી જાણીને નવાઈ લાગશે. પણ તેનાથી મોટી વાત એ હતી કે તેનો ભાંડો તેની પત્નીની બીમારીએ ઉકેલી નાખ્યો.

બોગસ પાસપોર્ટથી વિદેશ કમાવવા ગયેલા ગુજરાતી દંપતીની ખુલી ગઈ પોલ, આ રીતે જ અમદાવાદમાં પકડાયા!

ઉદય રંજન/અમદાવાદ: વિદેશ કમાવા ગયેલ દંપતી પત્નીના ઈલાજ માટે સ્વદેશ આવતા પતિના બોગસ પાસપોર્ટની પોલ ખુલી ગઈ અને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટ સાથે પતિની ધરપકડ કરાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અરજણ મૂળ પોરબંદરનો રહેવાસી છે. જે ટ્રક ડ્રાઈવર છે. તાજેતરમાં શનિવાર ની મોડી રાત્રે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે બનાવટી પાસપોર્ટ સાથે ધરપકડ કરી છે. જો આ શખ્સ મોડ્સ ઓપરેન્ડી જાણીને નવાઈ લાગશે. પણ તેનાથી મોટી વાત એ હતી કે તેનો ભાંડો તેની પત્નીની બીમારીએ ઉકેલી નાખ્યો. અરજણ મેરુ અને તેની પત્ની UK રહેતા હતા. પત્નીને ગર્ભાશયની સમસ્યા સર્જાઇ અને તેની સારવાર માટે અમદાવાદ આવ્યા. જ્યાં ઇન્ટરનેશન એરપોર્ટ પર ફ્લાઇટથી ઉતરી બને બહાર આવે છે ત્યાં ઇમિગ્રેશન વિભાગની તપાસમાં અરજણની ક્રાઇમ કુંડળી ખુલી ગઈ. અને બોગસ પાસપોર્ટ બનાવ્યા નુ સામે આવતા તેની ધરપકડ કરી લેવાઈ. તો પત્નીના દસ્તાવેજ સાચા હોવાથી તેની પર કાર્યવાહી ન કરતા અને બીમારીને જોતા તે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

શું હતો સમગ્ર મામલો?
તપાસમાં સામે આવ્યું કે 2002આ આરોપીએ તેના સાચા નામ પર ભારતીય પાસપોર્ટ બનાવ્યો હતો. જે બાદ uk જવું હોવાથી એજન્ટ પ્રમોદ નો સંપર્ક કર્યો. જ્યાં 16 લાખ માં બને વચ્ચે ડીલ નક્કી થઈ હતી. 8 લાખ કામ પહેલા અને 8 લાખ કામ પૂર્ણ થયા બાદ આપવાના નક્કી થયા. જેમાં એક વાત એવી પણ સામે આવી છે કે દિવ દમણનું નાગરિકતા હોય એટલે પોર્ટુગીઝના પાસપોર્ટ મળી જાય અનેં ત્યાંની નાગરિકતા મળી જાય અને વિઝા વગર લંડન જઈ શકે. જેથી આરોપીની ઓળખ ન થાય માટે 2015માં દમણ ના પરકોટા ઘેરીના રહેવાસી અર્જુન મોઢું નામના દસ્તાવેજનો ઉપયોગ કરી ઠગાઈ કરવાના ઇરાદે બનાવટી ભારતીય તથા પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવડાવ્યા હતા. અને પોતે જાણ તો હોવા છતા બનાવટી પાસપોર્ટનો ખરા તરીકે ઉપયોગ કરી મુસાફરી કરી. અને તેના આધારે તે 2016માં uk ગયો જ્યાં અલગ અલગ સ્ટોરમાં તેણે નોકરી પણ કરી. 

આ બધી પ્રક્રિયામાં અલગ અલગ જગ્યા પર દસ્તાવેજમાં ચેડા કરી અલગ અલગ પાસપોર્ટ કઢાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી ઇમિગ્રેશન ચેકીંગ દરમ્યાન તે ઝડપાઇ ગયો. જે પોર્ટુગીઝના બનાવટી પાસપોર્ટ સાથે યુકેથી આવતા અરજણ મેરુ છેલ્લારની ઇમિગ્રેશન વિભાગે અટક કરી પોલીસ ને સોંપયો છે. જ્યાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે પકડાયેલ શખ્સે કુલ કેટલા બનાવટી પાસપોર્ટ કાઢ્યા છે. અને કઈ કઇ જગ્યા ના અને તેની સાથે કોણ મળેલું છે અને બીજા કેટલાના તેણે બનાવટી પાસપોર્ટ કઢાવ્યા છે. તેમજ પ્રમોદ નામનો એજન્ટ કોણ છે અને તે ક્યાંથી નેટવર્ક ચલાવે છે, તેની સાથે કોણ મળેલ છે અને તેણે કેટલા લોકોના બનાવટી પાસપોર્ટ કાઢ્યા છે. આ તમામ બાબતોની તપાસ ચાલી રહી છે. એટલે કે આગામી દિવસમાં બનાવટી પાસપોર્ટ કેસ માં વધુ ખુલાસા અને ધરપકડ થઈ શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news