હિતેશ બારોટની EXIT અને દેવાંગ દાણીની ENTRY! AMCમાં અમિત શાહ જૂથનો રહ્યો દબદબો, ડેપ્યુટી મેયર પદ પર પણ કબજો

Ahmedabad New Mayor : અમદાવાદના નવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે અમિત શાહના વિશ્વાસુની પસંદગી... અમદાવાદ શહેરના નવા મેયર બન્યાં પ્રતિભા જૈન... ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે દેવાંગ દાણી અને શાસક પક્ષના નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિની પસંદગી કરાઈ...

હિતેશ બારોટની EXIT અને દેવાંગ દાણીની ENTRY! AMCમાં અમિત શાહ જૂથનો રહ્યો દબદબો, ડેપ્યુટી મેયર પદ પર પણ કબજો

Ahmedabad News સપના શર્મા/અમદાવાદ : અમદાવાદ મનપા  રાજ્યની સૌથી વધુ બજેટ ધરાવતી મહાનગરપાલિકા છે. 2.5 વર્ષની ટર્મ પુરી થયા બાદ નવા હોદ્દેદારોના નમોની જાહેરાત આજે થઇ ગઈ. જો કે જે નામોની જાહેરાત થઇ છે તેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહનો દબદબો રહ્યો છે. મનપામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સૌથી મહત્વનો વિભાગ છે. અને નવા હોદ્દેદારોની પસંદગીમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દેવાંગ દાણીના નામની પસંદગી થઇ છે. જેઓ અમિત શાહના ગ્રુપના માનવામાં આવે છે. આ પહેલા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રહી ચૂકેલા હિતેશ બારોટ પણ અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવે છે. વધુમાં દેવાંગ દાણી બોડકદેવના કાઉન્સિલર છે. જે ગાંધીનગર લોકસભામાં આવે છે. દેવાંગ દાણી વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવે છે. અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનતા પહેલા તેમને હોસ્પિટલ અને ટાઉનપ્લાનિંગ કમિટી ચેરમેનની પણ જવાબદારીનો પણ અનુભવ છે.

બીજી તરફ ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની પસંદગી કરવામાં આવી છે. જેઓ પણ ખુબ અનુભવી છે. અગાઉ પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તેમના નામની ચર્ચા હતી. તેમનો વોર્ડ પણ અમિતશાહની લોકસભામાં આવે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ અમિત શાહ અને આનંદી પટેલના બંને ગ્રુપમાં સારી છવી ધરાવે છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 11, 2023

 

અમદાવાદ મહાનગરપાલિકામાં આજે નવા હોદ્દેદારોના નમોની જાહેરાત થઇ ચુકી છે. ભાજપના ઉચ્ચ નેતૃત્વએ જે નવા ચહેરાઓની પસંદગી 2024 ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કર્યા છે. પાંચેય હોદ્દેદારો ભાજપની નો રિપીટ થિયરી મુજબ પસંદ કરવામાં આવ્યા છે.

મેયર તરીકે પ્રતિભા જૈનની પસંદગી
પ્રતિભા જૈન શાહીબાગના કાઉન્સિલર છે. તેમની આ ત્રીજી ટર્મ છે. આ વખતે સામાન્ય અનામત તરીકે મેયરનું પદ મહિલા માટે અરક્ષિત હોવાથી તેમની પસંદગી કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દેવાંગ દાણીનું નામ જાહેર
દેવાંગ દાણી ભાજપના જુના, વિશ્વાસુ અને અનુભવી કાર્યકર્તા છે. તેમની પાસે અગાઉ ઘણા મહત્વના ખાતાઓની જવાબદારી રહી ચુકી છે. તેઓ બોડકદેવના કાઉન્સિલર છે. અને અગાઉ તેમને હોસ્પિટલ અને ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન તરીકેની પણ જવાબદારી મળી ચુકી છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 11, 2023

 

ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલનું નામ જાહેર
જતીન પટેલ ઘાટલોડિયા વોર્ડના કાઉન્સિલર છે. તેઓ પણ ઘણા અભ્યાસુ અને અનુભવી કાઉન્સિલર છે. ડેપ્યુટી મેયર તરીકે પસંદગી પહેલા તેઓ વોટર એન્ડ ડ્રેનેજ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. આ સિવાય તેઓ સ્ટેન્ડિંગ સભ્ય તરીકે પણ જવાબદારી નિભાવી ચુક્યા છે. પોતાની કામગીરી દરમિ્યાન તેમણે મનપામાં ઘણી ગેરરીતિઓનો પણ પર્દાફાશ કર્યો છે. 

પક્ષના નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિની પંસદગી
પક્ષે મનપાના પાંચેય હોદ્દેદારોની પસંદગી કરવાની સાથે જાતિ સમીકરણ ઉપર પણ ભાર મુક્યો છે. ગૌરાંગ પ્રજાપતિ ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડના કાઉન્સિલર છે અને OBC સમાજમાથી આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news