AHMEDABAD ને બાનમાં લેનારી લૂંટારૂ ટોળકીનો પર્દાફાશ, પોલીસને મળી મોટી સફળતા

સરખેજ, એસપી રિંગરોડ અને આંબલી સહિતના વિસ્તારમાં  બનેલી બે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. સરખેજ પોલીસે લૂંટના ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ નશો કરવા માટે સુમસાન રસ્તા પર નીકળતા લોકોને લૂંટીને ફરાર થઈ જતા હતા.

AHMEDABAD ને બાનમાં લેનારી લૂંટારૂ ટોળકીનો પર્દાફાશ, પોલીસને મળી મોટી સફળતા

હાર્દિક મોદી/અમદાવાદ : સરખેજ, એસપી રિંગરોડ અને આંબલી સહિતના વિસ્તારમાં  બનેલી બે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. સરખેજ પોલીસે લૂંટના ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ નશો કરવા માટે સુમસાન રસ્તા પર નીકળતા લોકોને લૂંટીને ફરાર થઈ જતા હતા.

થલતેજ વિસ્તારમાં રહેતા વૃદ્ધનું સિંધુ ભવન રોડ પરથી રિક્ષામાં અપહરણ કરીને લૂંટ કરનાર 3 શખ્સોની પોલીસે બોપલ વકીલ બ્રિજ પાસેથી ધરપકડ કરી છે. 5 દિવસ પહેલા સાંજના સમયે ઘરે જઈ રહેતા 60 વર્ષીય વૃદ્ધને રિક્ષામાં બેસાડી આંબલી પાસે લઈ જઈ ઢોર માર મારીને મોબાઈલ તેમજ હાથમાં પહેરેલા ચાંદીના કડા અને રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ જનારા આકાશ ચુનારા, વિશાલ ચુનારા તેમજ સતીશ ચુનારા નામના 3 યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ સરખેજ વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે...તેમજ આરોપીઓને નશાની ટેવ હોવાથી લૂંટની ઘટનાને અંજામ આપતા હોવાનું ખુલ્યું છે.

સરખેજમાં અન્ય લૂંટની ઘટના એસપી રિંગ રોડ પર બની હતી. જેમાં 4 દિવસ પહેલા સાંજના સમયે બોપલ એસપી રિંગ રોડ પર પકોડીની લારી ચલાવતા યુવકને બાઈક પર આવેલા બે યુવકોએ રોકીને રોકડ તેમજ મોબાઈલની લૂંટ ચલાવી હતી. આ મામલે સરખેજ પોલીસે બોપલના અજય ઠાકોર તેમજ શનિ ઠાકોર નામના યુવકની ધરપકડ કરી મોટર સાયકલ સહિત લૂંટ કરેલા મોબાઈલ અને રોકડ રકમ સાથે સરખેજ બોપલ બ્રિજના છેડેથી ઝડપી લીધા છે. મહત્વનું છે કે સરખેજના રિંગ રોડ સહિતના વિસ્તારોમાં લૂંટની ઘટનાઓ વધી છે. ત્યારે પોલીસે પકડાયેલા આરોપીએ આ રીતે અન્ય કોઈ વ્યક્તિને લૂંટયા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news