ગુજરાતનું એક એવું ગામ જ્યાં વરસાદ કે તોફાન હોય કે ન હોય, બારેમાસ પાણીમાં જ ડુબેલું રહે છે

જિલ્લાનું ઘોઘાગામ દરિયાકાંઠે વસેલું છે. જ્યાં અંગ્રેજોનાં સમયમાં બનેલી પ્રોટેક્શન દિવાલ જર્જરીત હાલતમાં હતી. વારંવાર સ્થાનિકોની રજુઆત છતા પણ તંત્રના કાને વાત પહોંચી નહોતી. ઘોઘા ગામમાં 3038 ઘર આવેલા છે. 13 હજારથી વધારે વસતી ધરાવતું ગામ હવે દરિયા સામે ઉઘાડું પડી ગયું છે. 
ગુજરાતનું એક એવું ગામ જ્યાં વરસાદ કે તોફાન હોય કે ન હોય, બારેમાસ પાણીમાં જ ડુબેલું રહે છે

ભાવનગર: જિલ્લાનું ઘોઘાગામ દરિયાકાંઠે વસેલું છે. જ્યાં અંગ્રેજોનાં સમયમાં બનેલી પ્રોટેક્શન દિવાલ જર્જરીત હાલતમાં હતી. વારંવાર સ્થાનિકોની રજુઆત છતા પણ તંત્રના કાને વાત પહોંચી નહોતી. ઘોઘા ગામમાં 3038 ઘર આવેલા છે. 13 હજારથી વધારે વસતી ધરાવતું ગામ હવે દરિયા સામે ઉઘાડું પડી ગયું છે. 

આ દિવાલ તુટી જવાના કારણે હવે ભરતી સમયે દરિયાનું પાણી ગામમાં ઘુસી જવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, ગામમાં પાણી ભરાઇ જતા સ્થાનિકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. વરસાદ નથી વરસ્યો કે કોઇ વાવાઝોડું પણ નથી આવ્યું તેમ છતા પણ અહીં ગામમાં ગોઠણ ગોઠણ સમા પાણી ભરાઇ ચુક્યા છે. 

અંગ્રેજોના સમયે પાણી ન ઘુસે તે માટે આ દિવાલ બનાવાઇ હતી. જો કે જર્જરિત બનેલી દિવાલ તોફાન સમયે તુટી ગઇ હતી. જેના કારણે દરિયાનું પાણી ગામમાં ઘુસી જાય છે. સરપંચ દ્વારા લાંબા સમયથી આ દિવાલ માટે રજુઆત કરવામાં આવી રહી હતી. જો કે દિવાલ તબક્કાવાર પડતી રહી અને વાવાઝોડામાં આ સંપુર્ણ દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news