રાજકીય પાર્ટીના યુવા કાર્યકર્તાએ દગાથી બોલાવી ગુજાર્યો બળાત્કાર અને કહ્યું કે 'તું મારી છે'

અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનમાં 14 વર્ષીય સગીરા સાથે બળાત્કાર કરનાર અને તેની મદદ કરનાર ભાઈ સહીત બે સગા ભાઈઓની પોલીસે ઘરપક્ડ કરી છે. સગીરા સાથે બળાત્કાર કરી બીભત્સ ફોટો પાડીને વારંવાર હેરાન કરનાર એક રાજકીય પાર્ટીના યુવા નેતાની પોલીસે ધરપકડ કરી છે.

રાજકીય પાર્ટીના યુવા કાર્યકર્તાએ દગાથી બોલાવી ગુજાર્યો બળાત્કાર અને કહ્યું કે 'તું મારી છે'

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનમાં 14 વર્ષીય સગીરા સાથે બળાત્કાર કરનાર અને તેની મદદ કરનાર ભાઈ સહીત બે સગા ભાઈઓની પોલીસે ઘરપક્ડ કરી છે. સગીરા સાથે બળાત્કાર કરી બીભત્સ ફોટો પાડીને વારંવાર હેરાન કરનાર એક રાજકીય પાર્ટીના યુવા નેતાની પોલીસે ધરપકડ કરી છે.

નારોલ પોલીસે રાજેશ મારું અને ભાવેશ મારુંની ધરપકડ છે. આ ઘટનામાં રાજેશ મારુંએ સગીરા પર બળાત્કાર ગુજારવા બદલ, જ્યારે તેના ભાઇ ભાવેશ મારુંએ તેની મદદ કરી હોવાથી તેની મદદગારીના કેસમાં ધરપકડ કરી છે. 

સગીરા સાથે બળજબરી બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ બંનેના ન્યૂડ ફોટો મોબાઈલમાં પાડી લીધા હતા. બસ ત્યારબાદ રાજેશ મારું વારંવાર સગીરાને ફોટો વાયરલ કરી દેવાની ધમકીઓ આપીને ડરાવતો રહ્યો અને બળજબરી શારીરિક સંબંધ બાંધતો રહ્યો અને મોકો મળતા શારીરિક અડપલાં કરતો હતો. 

અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનમાં એક પરણિતાએ ફરીયાદ લખાવી છે કે પોતાની 14 વર્ષ ની દીકરી અને ધોરણ ૦૯ માં અભ્યાસ કરે છે. મારી દિકરી ગઇ દિવાળી બાદ સતત ઉદાસ અને ડરેલી રહ્યા કરતી હતી અને સતત મને જણાવી હતી કે મારે સ્કૂલ જવું નથી મારે ભણવું નથી તેમ કહ્યા કરતી હતી અને કેમ ભણવું નથી તે બાબતે  પુછતા દીકરી કઈ જણાવતી ન હતી. આજથી દોઢેક મહીના પહેલા સગીરા સ્કુલમાંથી પ્રિન્સીપલનો ફોન સગીરાની માતા પર ફોન આવ્યો અને માતાને  સ્કુલમાં બોલાવતા દિકરીની સ્કુલે ગયેલા અને ત્યારે પ્રિન્સીપલ અમને એક છોકરોનો ફોટા બતાવ્યો હતો અને અમને જણાવ્યું કે કે આ છોકરો અમારી શાળાએ તમારી દિકરીની પાછળ પાછળ પાછળ આવે છે અને તમારી છોકરી સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. 

તેમ કહેતા અમે આ છોકરાનો ફોટા ધ્યાનથી જોતા રાજેશ કનુભાઇ મારૂનો હતો ત્યારબાદ માતપિતાએ સગીરાને બેસાડી શાંતિથી પુછપરછ કરતા સગીરા  ધ્રુસકેને ઘૂસકે રડવા લાગેલી હતી. સગીરાએ જણાવ્યું હતું કે હું ગયા બેસતા વર્ષના દિવસે નવા વર્ષ શુભેચ્છા આપવા ગઈ હતી. ત્યારે ભાવેશ મારું સગીરા પાસે આવી કહ્યું કે મારા મમ્મી તને ઘરે બોલાવે છે. તેમ કહેતા હું તેના ઘરે ગયેલી અને ઘરમાં રાજેશ મારુ એકલો જ હતો તેણે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દિધો અને બાહુમાં જકડી લઇ અને તેના મોબાઇલ ફોનથી સગીરા અને પોતાના ફોટા પાડી લીધો. 

રાજેશે કહ્યું કે હવે હું આ ફોટા વાઇલર કરીશ તેવી ધમકી આપી સગીરા સાથે જોર જબરજસ્તી શારીરિક અડપલા અને મારી મરજી વિરુધ્ધ શારીરિક સબંધ બાંધ્યા હતા. રાજેશે કહ્યું કે આજથી તુ મારી છે અને આ વાતની જાણ કોઇને કરીશ તો તારા ફોટા વાઇલર કરીને તને બદનામ કરી નાખીશ.  ત્યારબાદ અવાર નવાર સગીરાનો પીછો કરતો અને તું મારી છે એવું કહેતો હતો. સગીરા આ રાજેશ મારુંના કારણે જ સ્કૂલ જવાનું ના પાડતી હતી અને ભણવાનું છોડી દેવા કહેતી હતી. 

આટલું જ નહિ રાજેશે બુલેટ બાઈકમાં સગીરાનું નામ લખીને પણ હેરાન કરતો હતો. ત્યારે અંતે પરિવારે કંટાળીને પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા અને રાજેશ મારું સામે બળત્કારની ફરિયાદ નોંધાવી હતી. સાથે જ રાજેશના ભાઈ ભાવેશ મારુંની મદદગારીના કેસમાં ધરપકડ કરી હતી. પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે રાજેશ મારું એ ગુજરાતમાં ઉભરતી રાજકીય પાર્ટીની યુવા ટીમમાં સક્રિય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news