અમદાવાદીઓ ટ્રાફિકના નિયમો પાળવામાં લહેરીલાલા, ભર્યો લાખોનો દંડ, ક્યારે આવશે સ્વં શિસ્ત

રાજ્યભરમાં અકસ્માતની સંખ્યા વધતા ટ્રાફિક પોલીસ સક્રિય થઇ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ અને સીટ બેલ્ટ પર એક ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવના એક સપ્તાહમાં 4688 અમદાવાદીઓ દંડાયા હતા અને લાખોનો દંડ વાહન ચાલકોને પોલીસે આપવો પડ્યો છે.

અમદાવાદીઓ ટ્રાફિકના નિયમો પાળવામાં લહેરીલાલા, ભર્યો લાખોનો દંડ, ક્યારે આવશે સ્વં શિસ્ત

ઉદય રંજન, અમદાવાદ: રાજ્યભરમાં અકસ્માતની સંખ્યા વધતા ટ્રાફિક પોલીસ સક્રિય થઇ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ અને સીટ બેલ્ટ પર એક ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવના એક સપ્તાહમાં 4688 અમદાવાદીઓ દંડાયા હતા અને લાખોનો દંડ વાહન ચાલકોને પોલીસે આપવો પડ્યો છે.

તારીખ 6 ઠ્ઠી  માર્ચ થી 14 માર્ચ સુધી શહેરમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ પર ડ્રાઈવનું આયોજન કર્યું હતું. જે ડ્રાઈવ અમદાવાદ ટ્રાફિક પોલીસે 4688 કેસ નોંધ્યા હતા અને 16,73,250 રૂપિયાનો દંડ ઉઘરાવ્યો છે. આ આંકડાઓ પરથી ફલિત થઇ રહ્યું છે કે અમદાવાદના વાહન ચાલકો ટ્રાફિકના નિયમો પાળવામાં પણ લહેરીલાલા છે. 

ત્યારે જો આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે 6ઠ્ઠી માર્ચથી 14 મી માર્ચ સુધીના આંકડામાં હેલ્મેટ ન પહેરનાર પર 1365 કેસ નોંધાયા હતા અને હેલ્મેટ ન પહેરનાર પાસેથી 6,91,850 રૂપિયા દંડ પેટે વસૂલવામાં આવ્યા છે. જ્યારે સીટ બેલ્ટ ન બાંધનાર પર 3323 કેસ નોંધાયા છે અને સીટ બેલ્ટ ન બાંધનાર પાસેથી 16,73,250 રૂપિયા દંડ પેટે વસૂલ્યા હતા.  

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવના આંકડા પરથી એ પણ ફલિત થઇ રહ્યું છે કે ટુ વ્હિલર ચાલકો કરતાં કાર ચાલો વધુ નિયમો તોડે છે. ટુ વ્હીલર ચાલકો કરતાં કાર ચાલકોનો આંકડો વધુ મોટો છે. ત્યારે સવાલ એ થઇ રહ્યો છે કે ટ્રાફિક પોલીસના આટ - આટલા પ્રયાસો છતાં વાહન ચાલકોમાં સ્વયં શિસ્ત ક્યારે આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news