BRTSની મોટી ભેટ! વિવિધ કેટેગરી માટે ડિસ્કાઉન્ટ અને પાસ સિસ્ટમમાં મોટી રાહત આપી

BRTSમાં મુસાફરી કરનાર 65થી 75 વર્ષના સિનિયર સિટીઝન માટે ટિકિટના 40 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જ્યારે 75 વર્ષથી ઉપરના માટે 100 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. 

Updated By: Oct 21, 2021, 10:23 PM IST
 BRTSની મોટી ભેટ! વિવિધ કેટેગરી માટે ડિસ્કાઉન્ટ અને પાસ સિસ્ટમમાં મોટી રાહત આપી
ફાઈલ ફોટો

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ:  BRTSમાં મુસાફરી કરનારા લોકો માટે આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. BRTS દ્વારા મુસાફરો માટે માસિક, ત્રિમાસિક પાસ સિસ્ટમની જાહેરાત કરાઈ છે. મુસાફરો માટે વિવિધ કેટેગરી માટે ડિસ્કાઉન્ટ પણ જાહેર કરાયું છે. આવતીકાલથી 6 સેન્ટર પર જેતે સિસ્ટમ અને ડિસ્ટાઉન્ટના પાસ મળી રહેશે.

વિવિધ કેટેગરીમાં ડિસ્કાઉન્ટ
આ વિશે મળતી માહિતી પ્રમાણે, BRTSમાં મુસાફરી કરનાર 65થી 75 વર્ષના સિનિયર સિટીઝન માટે ટિકિટના 40 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જ્યારે 75 વર્ષથી ઉપરના માટે 100 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. 

રમતવીરો માટે પણ BRTS બસમાં 100 ટકા ડિસ્કાઉન્ટ
અત્રે નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરેલા રમતવીરો માટે પણ BRTS બસમાં 100 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલથી 6 સેન્ટર પર જેતે સિસ્ટમ અને ડિસ્ટાઉન્ટના પાસ મળી રહેશે.