અમદાવાદ સિવિલમાં મહિલા સ્ટાફ કેટલી સુરક્ષિત, રિયાલિટી ચેકમાં મળ્યો આ જવાબ
Kolkata Rape murder Case : કોલકાતા કાંડના પડઘા પડ્યા ગુજરાતમાં.... અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં ડૉક્ટર્સનો વિરોધ.... ઈમરજન્સી સિવાય અન્ય તબીબી સેવાઓ બંધ... દેશભરમાં આજે તબીબો છે હડતાળ પર...
Trending Photos
Ahmedabad News સપના શર્મા/અમદાવાદ : કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી દુઃખદ ઘટનાનો મામલે આજે ગુજરાતભરમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે. આજે ગુજરાતભરના ડોક્ટર હળતાશ ઉપર ઉતરી ચુક્યા છે. હોસ્પિટલના તમામ રેસિડેન્ટ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ હડતાલ ઉપર ઉતરી સેવાથી અળગા ઉતરી ગયા છે. કોલકાતાની મહિલા ડોક્ટરને ન્યાય મળે તેવી માંગણી કરી રહ્યા છે. અમદાવાદની અસારવાની સિવિલ હોસ્પીટલમાં આજે રેસિડન્ટ ડોક્ટર OPD સેવાથી અળગા રહ્યા. જો કે ઇમર્જન્સી વિભાગમાં ડોક્ટર હાજર રહેશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.
સ્ટાફની રજા કેન્સલ કરી દેવાઈ
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટર આજે OPD પહોંચ્યા નથી. સિવિલ હોસ્પિટલમાં રોજની 3500 જેટલી OPD થાય છે. પરંતુ સ્ટાફ હાજર ન રહેતા દર્દીઓની લાંબી લાઈન લાગી છે. સિવિલ પ્રશાસન તરફથી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા પ્રશાસનની તૈયારીઓ કરવામાં આવી છે. રજા ઉપર ઉતરેલા તમામ સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. તાત્કાલિક ફરજ ઉપર હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા છે.
આ વિશે અસારવા સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે, રેસિડેન્સ ડોક્ટર સહિત હજારથી વધુ વિદ્યાર્થીઓ આજે હડતાલ ઉપર છે. OPD માં અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. મેડિકલ ઓફિસર મૂકવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ પ્રોફેસરનું પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. OPD હાલ રાબેતા મુજબ ચાલુ છે. જ્યાં દર્દી ઓછા હોય છે ત્યાંના ડોક્ટર ઝડપથી કામ પૂરું કરી વધુ દર્દીઓ હોય ત્યાં પહોંચવા આદેશ આપવામાં આવ્યું છે
એક તરફ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી તરફ ડોક્ટર્સ હડતાલ ઉપર ઉતરી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કોલકાતા આર જી કર મેડિકલ હૉસ્પિટલમાં થયેલા દુષ્કર્મનાં પડઘા ગુજરાતમાં સંભળાઈ રહ્યા છે. રાજ્યની તમામ મેડિકલ કોલેજોમાં આજે ઓપીડી સેવા બંધ કરવામાં આવી છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના વિરોધમાં બેસી સેવાથી દૂર થઇ ગયા છે. ન્યાય નહિ મળે ત્યાં સુધી કામથી અળગા રહી વિરોધ નોંધાવી રહ્યા છે. 1500 પૈકી 750 રેસિડેન્ટ ડોક્ટર ઇમર્જન્સીમાં સેવા આપશે.
કોલકાતામાં બનેલી ઘટનાને લઇ ZEE 24 કલાકની ટીમે અમદાવાદના મેડિકલ મહિલા સ્ટાફ જ્યાં રહે છે ત્યાની સ્થિતિ શું છે? અહીં કામ કરનારી મહિલાઓ સુરક્ષિત છે કે નહી? કામ કરતા સમયે તેમને કયા પ્રકારની અગવડતા પડી રહી છે કે તે મામલે રિયાલિટી ચેક કર્યું. અહીંના મહિલા ડોક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં ઘણી સુરક્ષા છે પણ ઘણી વખત તેમને ખરાબ અનુભવ થાય છે. વારંવાર સારવાર દરમિયાન અણબનાવો બને છે.
જો કે મહિલા ડોક્ટરના નિવેદન બાદ ZEE 24 કલાકની ટીમે બી જે મેડિકલના ડીન ડો.હંસા ગોસ્વામી સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે આ હડતાળ કોલકત્તાની ઘટનાનાં પગલે કરવામાં આવી છે. અમારા ત્યાં 40 જેટલા સ્ટાફને અપોઈન્ટ કરાયા છે. ઈમરજન્સી સર્વિસ ચાલુ છે. મહિલા તબીબી સુરક્ષા માટે cctv કેમેરા, સ્ટુડન્ટ તેમજ ફિમેલ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા છે. કોલકાતાની ઘટના દુઃખદ ઘટના જેને સ્ટુડન્ટ સમર્થન આપી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે