કામ કરાવીને લોકોએ રૂપિયા ન આપ્યા, કન્સ્ટ્રક્શનના વેપારીનો મોત પહેલાનો અંતિમ વીડિયો આવ્યો સામે
Trending Photos
- વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વ્યક્તિનો આપઘાત
- મહિલા વ્યાજખોરની પઠાણી ઉઘરાણીનો ત્રાસ
- કન્સ્ટ્રક્શન કામના પણ બાકી લાખો રૂપિયા
- આરોપીઓના નામનો વીડિયો બનાવી આપઘાત કર્યો
મૌલિક ધામેચા/અમદાવાદ :વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો કોઈ રસ્તો ન બચતા અંતે મોતને વ્હાલુ કરી રહ્યાં છે. વ્યાજે લીધેલા નાણાં લોકોને ઉધઈની જેમ કોરી ખાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતાં વ્યક્તિએ આ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને કન્સ્ટ્રક્શન કામમાં થયેલી લોકોની હેરાનગતિના કારણે જીવ આપવાનો વારો આવ્યો છે અને એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો છે.
અમદાવાદની સરખેજ પોલીસે વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા એક વ્યક્તિના આપઘાત કેસમાં પાંચ વ્યાજખોરોની ધરપકડ કરી છે. બે મહિલા સહિત પાંચ શખ્સોએ અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતા મોહમ્મદ શફિકને વ્યાજે રૂપિયા તો આપ્યા હતા. પણ વ્યાજે આપેલા નાણાંની પઠાણી ઉઘરાણીથી ત્રાસેથા શફિકભાઈએ કેનાલમાં કૂદી આપઘાત કરી લીધો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છ શખ્સો સામે ગુનો દાખલ કરી પાંચ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપી શબાના અને રશિદા સિવાય એઝાઝબાપુ અને ટાઈશન નામના વ્યક્તિનો આરોપીએ આપઘાત પહેલા ઉતારેલા વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો : વડોદરા આપઘાત કેસમાં જ્યોતિષીઓના નામ ઉઘાડા પાડનાર ભાવિન સોનીનું પણ મોત, હવે માત્ર વહુ બચી
વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વ્યક્તિની આપવીતી
‘‘અસ્સલામ વાલેક્કુમ, મૈં મોહમ્મદ શફિક
અપને હોશ ઓ હવાસ મે જો કુછ બોલુંગા સચ બોલુંગા..
એક રશિદા નામ કી ઔરત હૈ જો સમા સોસાયટી મેં રહેતી હૈ. ઉસસે મૈંને 1 લાખ 20 હજાર રૂપિયા લિયા વ્યાજ સે, ઉસ કો ભી મૈં જબ ભી લેતા દેતા હૂં 2 લાખ લિયે ઔર દે દિયે. 3 લાખ લિયે ઔર દે દિયે. 1 લાખ લિયા ઔર દે દિયા. ફિર 1 લાખ 20 હજાર લિયા તો અભી થોડી તકલીફ હો ગઈ તો 2 મહિને કા ચડ ગયા. મેરા કામ ધંધા હૈ નહીં મુજે બહોત પરેશાન કરતેં હૈં. કામ ધંધા કિયા તો પૈસે નહીં દે રહે હૈં. મૈં બહોત પરેશાન હો ગયા ક્યોંકિ મૈંને એસજી હાઈવે પે 5 સાલ પહેલે કામ રખા થા હિરેન શાહ કા વો મેરે સાડે અઠ્ઠારહ લાખ ખા ગયા. પુલીસ કેસ હુઆ થા લેકિન પુલીસ વાલે સે મિલકે ઉસને સાંઠગાંઠ કરકે મેરે કો એક રૂપિયા નહીં મિલા ઔર મૈં વ્યાજ કે ચક્કરોં મેં ચડ ગયા. આજ આત્મહત્યા કરને કો મજબૂર હો ગયા હૂં મૈં. ક્યોંકી અબ મુજે રાસ્તા હી નહીં દિખતા. મૈંને સબ જગહ સે ઉમ્મીદ લગાઈ, સબ જગહ સે નહીં મિલ રહા હૈ. સબ બાજુ દુસરી જગહ કે કોશિશ કી પર કહીં સે ભી નહીં મિલ રહા હૈ. અબ મૈ ક્યા કરું મુજે અપની જાન દેની પડેગી. લોગો સે બહોત દુ:ખી હું...’’
આ પણ વાંચો : અમદાવાદ પોલીસે 200 સીસીટીવી ફૂટેજ ફેંદ્યા, આખરે દેખાયા પટેલ દંપતીના 4 હત્યારા
કન્સ્ટ્રક્શનના કામમાં પણ લોકોએ કર્યો દગો
શફિકભાઈ કન્સ્ટ્રક્શન કામ સાથે જોડાયેલા હતાં. તેમણે પોતાના વીડિયોમાં ઝોન 7 ડીસીપીને સંબોધીને વાત કરી હતી. જેમાં આરોપીઓને આકરી સજાની માંગણી કરી હતી. કોરોનાની પરિસ્થિતિના કારણે કન્સ્ટ્રક્શનના કરેલા કામની રકમ પરત ન આવતાં 50 લાખથી વધુનું દેવું થઈ ગયું હતું. તેમ છતાં જ્યાં જ્યાં કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ મળતો ત્યાં લોકો કામ તો કરાવતા હતા, પણ બાકીની રકમ આપતા નહીં અને આ રકમનો આંકડો પણ લાખોને પાર થઈ ગયો હતો. વીડિયોમાં ઝોન 7 ડીસીપીને સંબોધીને આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી છે.
આ પણ વાંચો : અમેરિકામાં વધુ એક ગુજરાતી પર ગોળીબાર, પટેલ મહિલા બની લૂંટારુઓનો શિકાર
આપઘાત પહેલાં DCP ઝોન-7 પાસે કરી ન્યાયની માંગ
વ્યાજે લીધેલા રૂપિયાની આરોપીઓ વસૂલાત કરવા કડક હાથે ઉઘરાણી કરતા. જેથી કંટાળી શફિક ભાટીએ મોબાઈલ વિડિયો બનાવી જુહાપુરાને ફતેવાડી કેનાલમાં આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તેમણે વીડિયોમાં કહ્યું કે, ‘પ્રેમસિંગ ડેલુ સાબ, મૈને એક ફાર્મ કા કામ રખા થા એઝાઝ બાપુ કા, શાકિરભાઈને 11 લાખ મે દિયા થા વો કામ, 11 લાખ કા પૂરા કામ ઉનકે બંગલે કા કર દિયા, ઉસકે બાદ એઝાઝ બાપુને એક સ્વિમીંગ પુલ બનવાયા ઔર મુજે એક રૂપિયા નહીં દિયા. ઝાડ કી ક્યારી કરી ઉસમે મુજે એક રૂપિયા ન દિયા. બહાર કે પ્લાસ્ટર કરી કમ્પાઉન્ડ કી ઉસમે કુછ નહીં દિયા, ઓટલા એક્સ્ટ્રા બનવાયા ઓર મેરી બદદુઆ સે ઓટલા તૂટ ભી ગયા, એક રૂપિયા નહીં દિયા. ઉન્હોને બોલા મેરે પાસ દો મહિને બાદ પૈસે આયેંગે, જમીન કા પૈસા 20 લાખ આયેગા તેરેકો તબ પૈસા દૂંગા, મેરે સે ઐસા કર કરકે 7-8 લાખ કા કામ કરા લિયા. ખુદ કે ઘર પે વહાં પે ટાઈલ્સ લગા રહા હૈ, મેરે કો બોલા કારીગર કો હાજરી દે દૂંગા તો હાજરી તો દે રહા હૈ, ઔર સિમન્ટ કી પાંચ બોરી, 10 બોરી કમ સે 150 બોરી ઉતાર દી ઈસમે મુજે એક રૂપિયા નહીં દે રહે. મે મર જાઉંગા લેકિન ઈન શેતાનો સે મેરે બચ્ચો કો રૂપિયે દિલાના. મેરે બહોત છોટે છોટે બચ્ચે હૈ, મે બહોત તકલીફ મે હો ચૂકા ઈન શેતાનો કી વજહ સે. ચંગુલ મે ફસ ગયા સાબ, ઈન લોગો કા ઐસા રિમાન્ડ લિજિયે પૂછતા કિજિયે સબ બતા દેગે આપકો. સૈફ અલી ખાનને મુજે 30 હજાર રૂપિયે દિયે થે, ઉપર રૂમ બનાને કા હૈ, 1 લાખ 60 હજાર મેં નક્કી કિયા થા. મૈંને ઈંટ ઉતરાઈ સિમન્ટ ઉતરવાઈ ઉસકે બાદ બોલતા હૈ મેરા દારૂ પકડા ગયા તો મેરે કો પૈસે વાપસ દે. મૈંને માલ વાલે કા માલ ભી દૂસરી જગહ ઉતરવાયા પૈસે લગ રહે હૈ. વો બોલતા હૈ પૈસે મુજે અભી કે અભી ચહિએ. ઉસકી કોલ રિકોર્ડ મેરે મોબાઈલ મે સુન લેના વો કિતના ત્રાસ દે રહા હૈ મેરે કો.
સરખેજ પોલીસ સ્ટેશનમાં હાલ આત્મહત્યાના દુષ્પ્રેરણ અને મની લોન્ડરીંગ એક્ટ હેઠળ 6 આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી છે. સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સો એટલા માટે કહી શકાય કે એક પછી એક વ્યક્તિઓ અમદાવાદમાં આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તેનું એકમાત્ર કારણ ત્રાસ હોવાનું સામે આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે