ચાલુ બાઈક પર ચુંબન! અમદાવાદના કપલે બેશરમીની હદ વટાવી રસ્તા પર કરી કિસ

Couple Romance On Bike : અમદાવાદના નિકોલમાં રિંગરોડ પર બાઈક પર જતાં યુવક-યુવતીએ વટાવી બેશરમીની હદ,,, અશ્લીલ ચેનચાળા કરતા નબીરાની પોલીસે કરી ધરપકડ,,, આરોપી વિવેક રામવાની સાથે બેઠી યુવતીની પણ ચાલી રહી છે શોધખોળ

ચાલુ બાઈક પર ચુંબન! અમદાવાદના કપલે બેશરમીની હદ વટાવી રસ્તા પર કરી કિસ

Ahmedabad Police Action : આજકાલના નબીરાઓ બેફામ બની રહ્યાં છે. બેફામ બનેલા નબીરાઓ હવે જાહેરમાં અશ્લીલ હરકતો કરવા લાગ્યા છે. ત્યારે અમદાવાદના નિકોલ હાઈવે પર એક કપલે ચાલુ બાઈક પર ચુંબન કર્યુ હતું. જોકે, ગણતરીના કલાકોમાં અમદાવાદ પોલીસે આ યુવકને ઝડપી પડ્યો છે. 
 
અમદાવાદમાં જાહેર રસ્તા પર બિભત્સ ચેનચાળા જોવા મળ્યાં છે. ચાલુ બાઈક પર બિભત્સ ચેનચાળા કરવાનો વીડિયો વાયરલ થયો હતો. યુવક અને યુવતીએ ચાલુ બાઈક પર અશ્લિલતા ફેલાવી હતી. ચાલુ બાઈક પર ચુંબન કરીને યુવક અને યુવતીએ શરમ નેવે મુકી હતી. 

યુવક અને યુવતી ચાલુ બાઈક પર કિસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવતા એક કાર ચાલકે આ વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

 

— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) February 29, 2024

 

આ વાયરલ વીડિયો નિકોલ રિંગ રોડનો હોવાનું સામે આવ્યું છે. જોકે, વીડિયો વાયરલ થયાના ગણતરીના જ કલાકમાં પોલીસે આરોપી યુવક વિવેક રામવાનીની ધરપકડ કરી છે. 

વિવેક રામવાનીની કુબેર નગરથી ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે ખુદ આ વીડિયો અને માહિતી ટ્વિટર પર શેર કરી છે. જેથી અન્ય લોકો આવુ કરતા અટકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news