ઈદ ઉજવવા પશુઓની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ! જુહાપુરાના કુખ્યાત 5 ગુનેગારોની ધરપકડ

આરોપીઓ એ કબૂલાત કરી છે કે હાલના સમય મુસ્લિમ સમાજ ના તહેવાર ચાલતા હોવાથી ગાયના માંસની માંગ વધારે હોવાથી તેની કિંમત ઊંચી મળતી હોવાથી ગેરકાયદેસર રીતે કાર માં વાછરડા અને ગાય ની ચોરી કરી ને અમદાવાદમાં વેચી દેતા હતા હતી. 

ઈદ ઉજવવા પશુઓની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ! જુહાપુરાના કુખ્યાત 5 ગુનેગારોની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: ઈદ ઉજવવા પશુની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ અમદાવાદ જિલ્લા પોલીસે કર્યો છે. જુહાપુરા કુખ્યાત 5 ગુનેગારોની અમદાવાદ જિલ્લા એલસીબીએ ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ઈદના તહેવાર પહેલા ગૌવંશની ચોરી કરતી ગેંગના પાંચ સભ્યોની એલસીબીએ ધરપકડ કરી લીધી છે. એલસીબી ની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સો ના નામ છે સોહીલ ઘાંચી , સમીર મોમીન ઉર્ફે બાબા, શહેબાઝ પઠાણ, સિરાજ શેખ અને સલીમ પઠાણ ઉર્ફે તડકી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ માં એક મોટો ખુલાસો થયો છે. આરોપીઓ એ કબૂલાત કરી છે કે હાલના સમય મુસ્લિમ સમાજ ના તહેવાર ચાલતા હોવાથી ગાયના માંસની માંગ વધારે હોવાથી તેની કિંમત ઊંચી મળતી હોવાથી ગેરકાયદેસર રીતે કાર માં વાછરડા અને ગાય ની ચોરી કરી ને અમદાવાદમાં વેચી દેતા હતા હતી. 

આ મામલે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. સાણંદમાં વાઘેલા બોર્ડિંગ પાસે એક કારમાં ગાયના વાછરડાને પકડીને પૂરી, તેની ચોરી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. હતા આ ગંભીર ઘટનાની નોંધ લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે ની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને સફળતા મળી અને પાંચ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. 

સૌથી મોટી વાત એ છે કે પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ખુબ જ મોટો જોવા મળ્યો છે  ધાડ અને લૂંટ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી સામે આવી ચૂકી છે. પરંતુ આ પાંચ શખ્સો એ મળીને પ્રથમવાર પશુ ચોરીના વેપલો કરવાનું નક્કી કર્યું હતું અને સાણંદમાંથી વાછરડાની ચોરી કરી હતી. કારણ કે હાલના સમયમાં ગાયના માસનો ભાવ વધારે છે અને તેની માંગ પણ વધારે છે. મહત્વની વાત એ છે કે ઝડપાયેલ પાસે આરોપી જુહાપુરા વિસ્તારમાં છે.  

આરોપી પૈકી ચાર આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સોહેલ ઘાંચીની સામે સરખેજ માં બે, ભરૂચમાં એક, ખોખરામાં બે, ખાડીયામાં એક અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળી કુલ સાત ગુનો દાખલ થયેલ છે. સમીર ઉર્ફે બાબા ની સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે જેમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં 3, ઇસનપુરમાં 1, સરખેજ પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ મળી કુલ 11 જેટલા ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. શાહેબજ પઠાણની સામે વેજલપુર માં ત્રણ, ધોળકા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જ્યારે સલીમ પઠાણ ની સામે બે ખોખરામાં અને બે વટવા પોલીસ મળી કુલ ચાર પોલીસ ફરિયાદ નોંધ થઈ ચૂકી છે.

અમદાવાદ જિલ્લા પોલીસે આ ગૌ માસ કોણ ખરીદી કરતુ હતું તેને લઇ ને તપાસ શરૂ કરી છે અને પોલીસ તપાસ માં જરૂર લાગશે અને તપાસ માં પુરાવા મળી આવશે તો ઓર્ગેનાઈઝ ક્રાઇમ મળી આવશે તો વધુ કલમો પણ ઉમેરો કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news