અમદાવાદના આ વિસ્તારની એવી કાયાપલટ થશે કે ઉંચકાશે પ્રોપર્ટીના ભાવ, આવી રહ્યાં છે મોટો પ્રોજેક્ટ
Ahmedabad Property Market Investment : અમદાવાદના આ પ્રખ્યાત ઝુપડપટ્ટી વિસ્તારની થશે કાયાપલટ, AMCએ નીલા ઈન્ફ્રાસ્ટ્રકચરને આપ્યુ 99.08 કરોડનું ટેન્ડર, વર્ષમાં બદલાઈ જશે સ્થાન
Trending Photos
Ahmedabad Property Market અમદાવાદ : અમદાવાદમાં એક સ્થળ હોલિવુડ આવેલું છે. આ વિસ્તાર ભલે ઝુંપડપટ્ટી હોય પણ તે હોલિવુડ તરીકે ઓળખાય છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલ અને અમદાવાદની શાન કહેવાતી ઝુંપડપટ્ટી હવે નહિ રહે. અમદાવાદમાં હોલિવુડના નામથી જાણીતા સ્લમ વિસ્તારની કાયાપલટ થવા જઇ રહી છે. આ વિસ્તારને ઝુપડપ ટ્ટીમાંથી બદલી દેવામાં આવશે અને તેનો વિકાસ કરવામાં આવશે. આ કામ માટે એક મોટી કંપનીને કરોડો રુપિ યાનું ટેન્ડર પણ આપી દેવામાં આવ્યુ છે.
અમદાવાદનું હોલિવુડ નહિ રહે
અમદાવાદનું હોલિુવડ એ અનેક મૂર્તિકાર વ્યવસાયકોનું ઘામ છે. અમદાવાદના આ વિસ્તાર બારેમાસ સતત 24 કલાક ધમધમતો રહે છે. પરંતુ હવે થોડા સમયમાં પણ વિસ્તાર નહિ રહે. કારણ કે, એએમસી અહી મોટો ડેવલપમેન્ટ પ્લાન લાવી રહી છે. આ ઝુપડપટ્ટી વિસ્તારની કાયાપલટ થવા જઈ રહી છે. માત્ર એક વર્ષના ગાળામાં જ આ વિસ્તાર આલિશાન બની જશે. જ્યાં કોઈ પ્રવેશવાની હિંમત ન કરે તેવા વિસ્તારમાં આલિશાન ઈમારતો બનશે.
ઝુપડપટ્ટી વિસ્તારની કાયાપલટ થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારના કાયાપલટ કરવા માટે નીલા ઈન્ફ્રાસ્ટ્રકચર નામની કંપનીને ટેન્ડર આપવામાં આવ્યુ છે. છસ્ઝએ અમદાવાદના આ ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોને પુનર્વસન કરાવીને અહીં બાંધકામ કરવાનું કામ કંપનીને સોંપ્યુ છે. કંપનીને 99.08 કરોડમાં આ પ્રોજેક્ટ અપાયો છે. જ્યાં 854 રહેણાંક મકાન અને 10 જેટલી કોમર્શિયલ શોપ બનાવવામાં આવશે. એકવાર આ બની જશે પછી તમે વિચારી પણ નહિ શકો કે અહી કોઈ ઝુંપડપટ્ટી હતી.
અમદાવાદમાં નવા 2 અંડરપાસ મળશે
શહેરીજનોને ટૂંક સમયમાં નવા 2 અંડરપાસ મળશે. મકરબા અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છો. જ્યારે કે, પાલડી અંડરપાસનું કામ આખરી તબક્કામાં ચાલી રહ્યું છે. આગામી 1-2 મહિનામાં બંને અંડરપાસના લોકાર્પણ થાય એવી શક્યતા છે. ફાટક મુક્ત અમદાવાદ અંતર્ગત બંને અંડરપાસથી વાહનચાલકોને સીધો ફાયદો થશે. મકરબા અંડરપાસ બનતા સરખેજ, મકરબા અને એસજી હાઇવે તરફના લોકોને રાહત મળશે. તો પાલડી જલારામ મંદિર અંડરપાસ બનતા જમાલપુરથી સીધા પાલડી, સીજી રોડ જઈ શકાશે. 4 વર્ષના અંતે જલારામ મંદિર અંડરપાસ બનીને પૂર્ણ થયો છે. amc, રેલવે અને મેટ્રોના સંયુક્ત ઉપક્રમે આ અંડરપાસ બનાવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે