આ ફેમસ પિત્ઝા બ્રાન્ડના પિત્ઝામાં ફરી જીવડું દેખાયું, ચોંટેલો હતો મરેલો વંદો

Ahmedabad Pizza : અમદાવાદના વધુ એક લા-પિનો પિઝાના ઓર્ડરમાં ગ્રાહકને પિઝા સાથે મળ્યો વંદો... જોધપુરના સેન્ટર પરથી મગાવેલા પિઝામાં મરેલો વંદો નીકળતા ગ્રાહકે વીડિયો વાયરલ કર્યો

આ ફેમસ પિત્ઝા બ્રાન્ડના પિત્ઝામાં ફરી જીવડું દેખાયું, ચોંટેલો હતો મરેલો વંદો

La Pinoz Pizza : બહારના પિઝા ખાતા પહેલા ચેતજો. કારણ કે, વધુ એક વખત અમદાવાદમાં પિત્ઝામાંથી વંદો નીકળ્યો છે. ઓનલાઈન ઓર્ડર કરેલા પિત્ઝાના બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. શખ્સે ઓનલાઈન ફુડ ડિલીવરી એપ પર ઓર્ડર કર્યો હતો. અગાઉ એલિસબ્રિજના લા પીનોઝ પિઝા સેન્ટરમાં જીવાત નીકળી હતી. તો બોપલ આઉટલેટમાંથી પણ ફરિયાદ ઉઠી હતી. વંદો નીકળતા AMCના આરોગ્ય વિભાગને જાણ કરાઈ છે. 

અમદાવાદમાં વધુ એક વાર પિત્ઝામાંથી વંદો નીકળ્યો છે. જોધપુરના પિત્ઝા ગ્રાહકને કડવો અનુભવ થયો. ઓનલાઇન ઓર્ડર કરેલા પીત્ઝાના બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. ઓનલાઇન ફુડ ડિલીવરી એપ પર પિત્ઝા ઓર્ડર કર્યો હતો. ગત સપ્તાહે એલિસબ્રિજ લા પીનોઝ પિત્ઝા સેન્ટરમાં કીડા મકોડા જોવા મળ્યા હતા. ત્યારે શહેરના પિત્ઝા શોપ અને ડિલિવરી કરનાર વ્યક્તિ શંકાના દાયરામાં આવી છે. આ વિશે AMC ના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે. કારણ કે, બોપલમાં પણ પિત્ઝામાં ગ્રાહકોને માઠા અનુભવ થયો છે. 

થોડા સમય પહેલા અમદાવાદ બોપલ વિસ્તારમાં આવેલ લા પિનોઝ રેસ્ટોરન્ટમાં જીવાત નીકળવાની ઘટના બની હતી. આ ઘટના તાજી હતી, ત્યાં બે દિવસ પહેલા ગુજરાત કોલેજ પાસે આવેલ લા પિનોઝ પિત્ઝામાં યુવકોએ ઓર્ડર કરેલા પિત્ઝામાંથી જીવડા નીકળ્યા હતા. આ રેસ્ટોરન્ટમાં કેટલાક યુવકોનું ગ્રૂપ પિત્ઝા ખાવા ગયુ હતું, તેઓએ પિત્ઝાનો ઓર્ડર કર્યો હતો. પિત્ઝા આવતા જ તેઓએ બોક્સ ખોલ્યું, તો અંદરથી ધડાધડ પંદર-વીસ નાના નાના જીવડા બહાર નીકળ્યા હતા.

અમે ગ્રાહકને રૂપિયા પરત કરી દીધા હતા 
આ રેસ્ટોરન્ટના ફ્રેન્ચાઈઝી ઓનર સિદ્ધાર્થ જાદવે સમગ્ર મામલા વિશે ખુલાસો કરતા જણાવ્યું કે, ગઈકાલે અમારે ત્યાં ફરિયાદ આવી હતી કે, પિત્ઝાના બોક્સની અંદર જીવડું મળ્યું છે. આ ઓર્ડર અમારે ત્યા સ્વીગી ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આવ્યો હતો. અમે અમારા એસઓપી મુજબ પિત્ઝા બનાવીને સ્વીગીના ડિલીવરી બોયને પિત્ઝા હેન્ડઓવર કર્યો હતો. ડિલીવર બોયે તેની ડિલીવરી હતી. તેના બાદ અમને ફોન પર ફરિયાદ મળી હતી કે, પિત્ઝામાં આ રીતે જીવડું મળ્યું છે. તેથી અમે તેમને બોક્સ લઈને પાછા સ્ટોર પર આવવાની વાત કરી હતી. પરંતુ તેઓ પિત્ઝા ખાઈ ગયા હતા. છતા અમે તેમને કહ્યું કે તમે અહી આવીને અમારું આઉટલેટ ચેક કરી શકો છો. ત્યારે ગ્રાહક અમારા આઉટલેટ પર આવ્યા હતા, તેમને અમારે ત્યાં કિચનની વિઝીટ કરી હતી. તેઓ સંતોષ માનીને અમારે ત્યાંથી ગયા હતા. ત્યાર બાદ ગ્રાહકનો ફોન આવ્યો કે, તમે અમારું પેમેન્ટ રિફંડ કરો. તેથી અમે તેમને 441 રૂપિયા પણ પાછા આપી દીધા હતા. ગ્રાહકે પણ અમારો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તમારા સહકાર માટે આભાર. તમે સારી રીતે ગ્રાહકને હેન્ડલ કર્યા. અમે એએમસીમાં પણ આ વિશેની જાણ કરી દીધી છે. 

આ બાદ યુવકોએ સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી રેસ્ટોરન્ટના સ્ટાફે માફી માંગી હતી. પરંતું આ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને પોલીસને જાણ કરાઈ હતી. જેથી તાત્કાલિક લા પિનોઝ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાધ ધરાયુ હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે લા પિનોઝ પિત્ઝા સેન્ટર પહોંચી હતી. જેના બાદ આ પિત્ઝા સેન્ટરને સીલ કરવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news