આ તળાવો છે 'અમદાવાદની શાન'! પણ મેઈન્ટેનન્સના અભાવે સાક્ષાત નર્કનો અહેસાસ

એક તરફ અમદાવાદ મનપા નવા તળાવોના ડેવલોપ માટે બજેટ ફાળવી રહી છે. તળાવોનું ડેવલોપમેન્ટ થવું જ જોઈએ પણ તેની સામે પહેલેથી ડેવલોપ થયેલા તળાવ મેઇન્ટેનન્સ માંગી રહ્યા હોવા છતાં તેમનું ડેવલોપ ન થાય તે કેટલું યોગ્ય?

આ તળાવો છે 'અમદાવાદની શાન'! પણ મેઈન્ટેનન્સના અભાવે સાક્ષાત નર્કનો અહેસાસ

સપના શર્મા/અમદાવાદ: મહાનગરપાલિકાને માત્ર નવા તળાવ ડેવલોપ કરવામાં રસ હોય અને જાણે ડેવલોપ થયેલા તળાવના મેઇન્ટેનન્સમાં રસ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં જાણીતા વસ્ત્રાપુર લેકની વાત હોય કે પછી આનંદનગર કે ગોતા વિસ્તારના તળાવોની, મેઇન્ટેનન્સના અભાવે તળાવો પ્રદુષિત અને જર્જરિત બન્યા છે. 

એક તરફ અમદાવાદ મનપા નવા તળાવોના ડેવલોપ માટે બજેટ ફાળવી રહી છે. તળાવોનું ડેવલોપમેન્ટ થવું જ જોઈએ પણ તેની સામે પહેલેથી ડેવલોપ થયેલા તળાવ મેઇન્ટેનન્સ માંગી રહ્યા હોવા છતાં તેમનું ડેવલોપ ન થાય તે કેટલું યોગ્ય? વસ્ત્રાપુર લેકમાં વર્ષ 2019 માં મોટા ઉપાડે રિડેવલોપમેન્ટ કરી લેકમાં પાણી રહે તે માટેની કામગીરી કરવામાં આવી. આસપાસની સોસાયટીમાંથી આવતું ડ્રેનેજનું પાણી ટ્રીટ થઇ તળાવમાં જાય તે માટે 0. 5 MLD ક્ષમતાનું ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો. મોટા ઉપાડે પાણીમાં બોટિંગ શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી પણ પાણી તળાવમાં પહોંચ્યું જ નહીં. 

આ જ રીતે આનંદનગર વિસ્તાર પાસે આવેલા પાંચા તળાવની પણ સ્થિતિ દયનિય છે. અગાઉ ચોમાસામાં વરસાદને કારણે તળાવની દીવાલ પડી જતા જોખમકારક સ્થિતિ ઉભી થઇ છે. દીવાલની બાકીનો ભાગ ગમે ત્યારે પડે તેમ છે. ઘટનાને 7 મહિના થઇ ગયા હોવા છતાં આજ દિન સુધી સમારકામની મનપાને સુદ જણાઈ નથી.  

ગોતા વિસ્તાર કે જે પોશ એરિયા ગણાય છે. છતાં અહીં આર. સી. ટેક્નિકલ કોલેજની પાસે આવેલા લેકનું પાણી પ્રદુષિત અને દુર્ગધવાળું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news