દીકરીની ન્યૂડ સેલ્ફી જોઈને ચોંક્યા માતાપિતા, મોબાઈલ જોયો તો આખો ખજાનો નીકળ્યો
Social Media Addiction : અમદાવાદની 17 વર્ષની સગીરા મોબાઈલના દૂષણમાં ભેરવાઈ જતા માતાપિતા અભયમ હેલ્પલાઈનની મદદ માંગી
Trending Photos
Ahmedabad News : આજકાલના યંગસ્ટર્સમાં મોબાઈલનું દૂષણ એટલી હદે વધી ગયુ છે કે, તેઓને સંભાળવા મુશ્કેલ બની ગયા છે. હાથમાં મોબાઈલ આવે એટલે વિદ્યાર્થીઓ ઘેલા બનીને એવુ એવુ કરે છે કે માતાપિતા શરમમાં મૂકાય. અમદાવાદના એક પોશ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી સગીરા એવી લતે ચઢી કે માતાપિતા શરમથી પાણી પાણી થઈ ગયા. સગીરાને પોતાની ન્યૂડ સેલ્ફી સોશિયલ મીડિયામાં મૂકવાની લત લાગી ગઈ હતી. આખરે અભયમ હેલ્પલાઈનની મદદથી તેને આ લતથી દૂર કરાઈ.
અમદાવાદની અભયમ હેલ્પલાઈનને કોલ મળ્યો હતો. જેમાં એક માતાપિતાએ પોતાની 17 વર્ષીય સગીર દીકરીની ફરિયાદ કરી હતી. માતાપિતાએ અભયમની ટીમને જણાવ્યું કે, તેમની સગીર દીકરી ભણવામાં ધ્યાન આપતી ન હતી. તે માત્ર મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહેતી હતી. તેથી તેઓએ એક દિવસ દીકરીનો ફોન ચેક કર્યો. જેમાં ચેક કરતા તેમને દીકરીની યુવકો સાથેની ચેટિંગ મળી આવી હતી. સાથે જ સગીરાએ પોતાના ફોનમાં પાડેલા ન્યૂડ ફોટો પણ મળ્યા હતા, જે યુવકોને મોકલવામાં આવ્યા હતા. આ જોઈને માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
એટલુ જ નહિ, સગીરા રાતના સમયે કોઈને પણ જાણ કર્યા લગર ઘરમાંથી નીકળી જતી હતી, તેમજ માતાપિતા સમજાવે તો તેમની વાતને ગણકારતી ન હતી. ઉપરથી માતાપિતાને કહેતી કે, તમારે મને બોલવાનો કોઈ અર્થ નથી. જેથી માતાપિતાએ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી. આ બાદ અભયમની ટીમે સગીરાને સમજાવી હતી.
માતાપિતાએ જણાવ્યું કે, તેમની દીકરીને મોબાઈલમાં ન્યૂડ ફોટા પાડીને સોશિયલ મીડિયા પર યુવકોને મોકલવાની આદત પડી ગઈ હતી. તેથી અમે એકવાર તે સૂઈ ગઈ ત્યારે તેનો મોબાઈલ ચેક કર્યો હતો, જેમાં તેનો ભાંડો ફૂટ્યો હતો. આ વાત બહાર આવતા સગીરાએ માતાપિતા સાથે ઝગડો કર્યો હતો. સગીરાએ માતાપિતાને કહ્યું કે, તમે મારા માતાપિતા નથી. તમને મને બોલાવવાનો કોઈ હક નથી.
અભયમમાં મામલો પહોંચતા ટીમે સગીરાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ સગીરાનું કાઉન્સેલિંગ કર્યુ હતું. તેઓએ સગીરાને સમજાવ્યું કે, આ તારી ભણવાની ઉંમર છે. તેથી મોબાઈલનો સદુપયોગ કરવો. સોશિયલ મીડિયા પર આવા અભદ્ર ફોટો ન મૂકવા જોઈએ. ઘરેથી એકલા બહાર નીકળવાનું ટાળવુ જોઈએ, જેથી માતાપિતાને ચિંતા ન થાય.
પહેલા સગીરાએ પોલીસની વાત માની ન હતી. પંરતુ બાદમાં પોલીસે કાયદાકીય કાર્યવાહી કરવાના વાત કરતા તે ઢીલી પડી હતી. તેને પોતાની ભૂલ સમજાઈ હતી. તેણે માતાપિતાની માફી પણ માંગી હતી. તેમજ બીજીવાર આવી ભૂલ નહિ કરે તેવી બાંહેધરી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે